________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ ઘટ કહેવાય છે તેના ઘટના જ્ઞાનરૂપ પ્રત્યય પણ ઘટ કહેવાય છે એમ થતાં જે ઘટ એવું જ્ઞાન છે. એ ઘટ જ્ઞાનથી ભિન્ન એવો ઘટનો જ્ઞાતા પણ ઘટશાન સ્વરૂપ ગ્રહણ કરાય છે. અન્યથા જો જ્ઞાન-જ્ઞાનીનો અભેદ ન હોત તો જ્ઞાન હોવા છતાં જ્ઞાની વસ્તુ સમૂહને તેમાં તન્મય ન હોવાથી જોઈ ન શકત. દીવો અંધ વ્યક્તિના હાથમાં હોય કે અન્ય પુરૂષના હાથમાં હોય તો પણ પ્રકૃત વ્યક્તિ વસ્તુ સમૂહને જોઈ શકતો નથી.
૨૮
ન ચોડનાબાર તખ્શીનમ્, પવાર્થાન્તરવત્ વિક્ષિતવવાર્થસ્થાઽવ્યપરિચ્છેવવ્રતંત્ ઘટાદિજ્ઞાનતાનના ભેદમાં તો આત્માને બંધાદિનો અભાવ થશે જેમકે જ્ઞાન-અજ્ઞાન-સુખ-દુઃખાદિ પરિણામ આકાશમાં નથી, તેથી ત્યાં બંધાદિ પણ નથી. એમ જીવના માટે પણ થઇ જાય. માટે જ્ઞાન અને જ્ઞાનવાન્ કથંચિત્ અભિન્ન છે. એ માનવું જ રહ્યું.
પ્રશ્ન-૪૬
એમ જોતાં તમારા મત મુજબ તો ઘટ જ્ઞાનના ઉપયોગવાળો દેવદત્ત ઘટજ્ઞાનના ઉપયોગથી અનન્ય હોવાથી ઘટ થશે અને અગ્નિના ઉપયોગથી અનન્ય હોવાથી માણવક પણ અગ્નિ થઇ જશે તો પછી જલાહરણ દાહ-પાકાદિ-અર્થક્રિયાનો એમાં પ્રસંગ આવે છે. એ કઈ રીતે નિવારશો ?
1
ઉત્તર-૪૬ તમારી વાત બરાબર નથી. કાંઇ બધા ઘડાઓ જલાહરણ કે બધા અગ્નિદાહ-પાકાદિક્રિયા કરતા નથી. એમ કરવા જતાં ખુણામાં નીચામુખે કરેલ ઘડામાં પાણી ભરાતું ન હોવાથી અને ભસ્મથી ઢાંકેલા અગ્નિથી દાહ-પાક ક્રિયા થઇ શકતી ન હોવાથી તમારી માન્યતામાં વ્યાભિચાર આવશે. એ ઘટ નથી કે અગ્નિ નથી ? એમ નહિ કહી શકાય કારણકે એમાં તો લોકપ્રતિતિમાં બાધા આવશે લોકમાં તો તે ઘટ-અગ્નિ તરીકે જણાય જ છે.
તેથી મંગલ પદાર્થજ્ઞાનમાં ઉપયોગાનન્યત્વેન આગમથી તેમાં ઉપયુક્ત ભાવમંગલ છે. અને ક્ષાયિક ક્ષાયોપશમિકાદિ પ્રશસ્તભાવ તે નોઆગમથી ભાવમંગલ છે અહીં, ક્ષાયિકાદિ ભાવમાં આગમનો સર્વથા અભાવ છે. અથવા ઉપલક્ષણથી આગમ સિવાયના ચારજ્ઞાનદર્શન અને ચારિત્ર નોઆગમથી ભાવમંગલ છે.
હવે, અન્ય પ્રકારે નોઆગમથી ભાવમંગલ બતાવે છે. -
પ્રતિક્રમણ-પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા કરનારનું જે જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપયોગમાં પરિણામ છે તે નોઆગમથી ભાવમંગલ થાય છે. અહીં નોશબ્દ મિશ્રવચન દ્યોતક છે. જેથી એ જ્ઞાન-દર્શન-ચારિત્રોપયોગપરિણામ ફક્ત આગમ જ નથી. પણ ચારિત્રાદિનો સદ્ભાવ હોવાથી અને જ્ઞાન પણ હોવાથી ફક્ત અનાગમ પણ નથી. અર્થાત્ બંને ભાવો હોવાથી મિશ્રતા છે. અહીં નોશબ્દ મિશ્રભાવમાં છે.