________________
૨૯
ગુજરાતી પ્રશ્નોત્તર
બીજી રીતે પણ કહેવાય છે –
નોઆગમથી ભાવમંગલાધિકારમાં નમસ્કારાદિ સ્તોત્રોમાં જ્ઞાનોપયોગ = નમસ્કારાદિજ્ઞાન મસ્તક ઉપર કરઅંજલિ વિધાનાદિ ક્રિયા આ રીતે જ્ઞાન-ક્રિયાથી વિમિશ્રપરિણામ, ચૈત્યવંદનાદિ ક્રિયા અવસ્થામાં જે નમસ્કારાદિ જ્ઞાન-ક્રિયા મિશ્રિત પરિણામ છે તે નોઆગમથી ભાવમંગલ કહેવાય છે. શાથી? કારણ કે પરિણામનો તે જ ભાવ નમસ્કારાદિજ્ઞાનોપયોગરૂપ આગમના એકદેશમાં છે “નો શબ્દ' અહીં એકદેશવાચી મિશ્રભાવમાં છે.
આ રીતે નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવભેદથી ચાર પ્રકારનું મંગલ બતાવ્યું અને એમાં પ્રથમ ત્રણનો પરસ્પર અભેદ જોતાં પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે -
પ્રશ્ન-૪૭ – ભાવવિનાના શેષ ત્રણ નામ-સ્થાપના-દ્રવ્યમાં શું ભેદ છે? કોઈ નહિ? કઈ રીતે? જેમ કે, ત્રણેમાં નામ તુલ્ય છે, નામવાળા પદાર્થમાં, સ્થાપનામાં, દ્રવ્યમાં મંગલ નામ માત્ર સર્વત્ર છે. તથા દ્રવ્યત્વપણ ત્રણેમાં તુલ્ય છે, કેમકે “નસ ગીવ વા મનીવસ વા મંત્મ વિ નામ વીર' એ વચનથી દ્રવ્ય નામમાં જ સંબંધિત થાય છે અને સ્થાપનામાં પણ “વત્ સ્થાપ્યતે' વચનથી દ્રવ્યજ જણાય છે. દ્રવ્યમાં તો દ્રવ્યત્વ છે જ. આમ, ત્રણેયમાં દ્રવ્યત્વ સમાન છે. તથા તદર્થશૂન્યત્વ અને ભાવાર્થશૂન્યતા પણ ત્રણેયમાં સમાન છે. નામાદિ ત્રણમાં ભાવમંગલનો અભાવ છે તેથી નામ-દ્રવ્યત્વ-ભાવાર્થ શૂન્યત્વની સમાનતાથી એ ત્રણેયમાં પરસ્પર અભેદ છે. ભાવમાં તો તદર્થશૂન્યત્વ ન હોવાથી એ નામાદિથી વિશેષ છે.
પૂર્વપક્ષે બતાવેલા પરસ્પરના અવિશેષને જોઈ જે વિશેષ છે તે બતાવાય છે. સ્થાપનાનો નામ-દ્રવ્યથી ભેદ
ઉત્તર-૪૭ – જેમ સ્થાપના ઈન્દ્રમાં આકાર-હજાર આંખો-કુંડલ-મુગટ-શચીસંનિધાનહાથમાં કુલિશધારણ-સિંહાસનાધ્યાસન આદિથી ઉત્પન્ન થયેલા અતિશયવાળો જે શરીર સૌંદર્ય ભાવ દેખાય છે, તથા સ્થાપના કરનાર ને તેમાં જેમ સબૂત ઇન્દ્રાભિપ્રાય જણાય છે અને જોનારને તેમાં જે રીતે તદાકારદર્શનથી ઇન્દ્રની બુદ્ધિ થાય છે અને જે રીતે તેની ભક્તિમાં પરિણત એને સેવનારા બુદ્ધિવાળાઓની તેમાં નમસ્કારાદિ ક્રિયા જોવાય છે અને એનું યથા પ્રાય પુત્ર ઉત્પત્તિ આદિ ફળ પ્રાપ્ત થાય છે, તેવી નામ ઇન્દ્રમાં કે દ્રવ્ય ઇન્દ્રમાં ફળપ્રાપ્તિ થતી નથી, તેથી સ્થાપનાનો નામ-દ્રવ્યથી પ્રગટ ભેદ દેખાય જ છે.
દ્રવ્યનો નામ-સ્થાપનાથી ભેદ
જે રીતે અનુપયુક્ત વક્તા વગેરે દ્રવ્ય કોઈ વખતે ઉપયોગકાળે એ ઉપયોગરૂપ ભાવનું કારણ થાય છે અને એ ઉપયોગરૂપ ભાવ તે અનુપયોગી વક્તારૂપ દ્રવ્યનો પર્યાય થાય છે.