________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૩
બોલતાં પટજ્ઞાનરૂપ વિપર્યય થાય. અથવા “ન જાણે એ શું બોલ્યો” એવા ચિત્તભ્રમથી વસ્તુ અપ્રતિપત્તિ રૂપ એનધ્યવસાય જ થાય, અને જો ચંદચ્છાથી અર્થમાં પ્રતિપત્તિ થાય તો ક્યારેક, ઘટમાં ક્યારેક પટમાં ક્યારેક સ્તન્મમાં પણ થઈ જાય તેથી વસ્તુધર્મ એ જ નામ છે.
જીવાદિ વસ્તુઓના નામને આધીન લક્ષ્ય-લક્ષણ અને સંવ્યવહારની અવિરોધથી સિદ્ધિઓ રહેલી છે. લક્ષ્મ-જીવવાદિ, લક્ષણ-ઉપયોગ, સંવ્યવહાર-અલ્વેષણ-પ્રેષણાદિ, તથા બુદ્ધિનિશ્ચયરૂપ, શબ્દ-ઘટાદિધ્વનિરૂપ, ક્રિયા-ઉલ્લેપણ-અવક્ષેપણાદિ વગેરે પણ નામને આધીન છે તેથી અભિધાન વસ્તુ જ સત્ છે.
(૨) સ્થાપના નયનો મત - મતિ-શબ્દ વગેરે બધુ આકારરૂપ જ છે. એ વિસ્તારથી જણાવે છે.
મતિ-આકારગ્રહણમાં પરિણત હોવાથી આકારવાળી છે. જો એમ ન હોય તો નીચે સંવેતં પીતા' એવી નિયતતા ન થાત. ત્યાં કોઈ નિયામક જ ન મળોત, અહીં નીલાદિ સાકાર નિયામક છે જો તે માન્ય ન કરો તો નીનહિણી મતિર્મ પીતપ્રાણિી’ એવી વ્યવસ્થા ક્યાંથી થાય? ત્યાં કોઈ વિશેષ જ ન મળે માટે, મતિ આકારવાળી જ સમજવી.
શબ્દ-પુદ્ગલ હોવાથી આકારવાળો જ છે. વસ્તુ-ઘટાદિ વસ્તુ આકારપણે પ્રત્યક્ષસિદ્ધ છે. ક્રિયા-ઉભેક્ષણ-અવક્ષેપણાદિ ક્રિયા ક્રિયાવાનથી અભિન્ન હોવાથી આકારવાળી જ છે.
ફળકુંભારાદિક્રિયાથી સાધ્ય એવા ઘટાદિ પણ મૃતિંડાદિ વસ્તુના પર્યાય રૂપ હોવાથી મૃuિડાદિમાંથી ઉત્પન્ન થતું ઘટાદિ ફળ પણ આકારવાળું જ છે.
અભિધાન-શબ્દ તે તો પૌદ્ગલિક હોવાથી આકારવાળો કહેલો જ છે. તેથી બધું આકારમય જ છે અને જે અનાકાર છે તે અવિદ્યમાન જ છે જેમકે વંધ્યાપુત્ર. અનાકાર વસ્તુનું નિરાકરણ - પ્રયોગ - અનાજ વસ્તુ નાસ્તિ, મારામાવત, ઉપુણવત્ |
नास्त्यनाकारं वस्तु, सर्वथैवाऽनुपलभ्यमानत्वात्, खपुष्पवत् । ૧. પદાર્થથી ઉલટું જ્ઞાન તે વિપર્યય કહેવાય છે. ૨. પદાર્થના સ્વરૂપનો ખ્યાલ ન આવે તેવું સામાન્ય જ્ઞાન તે અનધ્યવસાય કહેવાય છે. ૩. કોઈવાર “ઘટ’ શબ્દ સાંભળીને ઘટતું જ્ઞાન થાય અને કોઈવાર “ઘટ’ શબ્દ સાંભળીને પટનું જ્ઞાન થાય તે યદચ્છા કહેવાય છે.
ભાગ-૧/૪