________________
૩૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૫૬ – ઘટાદિ ઉત્પદ્યમાન ભાવ અન્ય મૃત્નીંડાદિ ભાવની અપેક્ષા રાખ્યા વિના જ ઉત્પન્ન થાય છે. કારણ, અપેક્ષા વિદ્યમાનની જ હોય છે અને માટીપાંડના કારણ સમયે ઘટાદિ કાર્ય નથી, એટલે તે ઘટાદિને માટીના પીંડ આદિની અપેક્ષા હોઈ શકે નહિ અવિદ્યમાન પદાર્થની અપેક્ષામાં તો ખરવિષાણનો પણ તથાભાવ થવાનો પ્રસંગ આવશે. અને જો ઉત્પત્તિક્ષણ પહેલાં પણ ઘટાદિ વિદ્યમાન છે તો માટીની અપેક્ષા રાખવાની શું જરૂર છે ? તે તો પોતે જ હાજર છે, અને ઉત્પન્ન થયેલો ઘટ જો માટીની અપેક્ષા રાખે તો આતો મુંડેલા મસ્તકને ઓળવા જેવું થયું જો કોઈ રીતે સ્વભાવથી જ ઘટ સ્વયં બની ગયો તો તેને માટી ની અપેક્ષા શી ? હવે, જો ઉત્પમાન અવસ્થામાં એ માટીની અપેક્ષા કરે તો આ ઉત્પદ્યમાનતા પણ કેવી ? અનિષ્પન્ન અવયવતા કે નિષ્પન્ન અવયવતા કે અધનિષ્પન્ન અવયવતા ? એટલે એ ઘટમાં સ્વયં ન બનેલા ખરવિષણાની જેમ અપેક્ષા રહિત હોવાથી અનિષ્પન્ન અવયવતા પણ નથી, નિષ્પન્નાવયવતા પણ નથી, કારણ કે જે સ્વયં નિષ્પન્ન હોય તે પરની અપેક્ષા ન રાખે, અર્ધ નિષ્પન્નાવયવતા પણ ન કહેવાય કેમકે એમ કહેવામાં તો વસ્તુમાં સાંશતાની આપત્તિ આવશે, કારણ તેમાં અવયવ-અવયવીની કલ્પના આદિ અનેક દોષ આવવા સંભવે છે.
કદાચ, સાંશતા પણ કહો તો ય શું અનિષ્પન્ન અંશ કારણની અપેક્ષા રાખે છે? નિષ્પન્ન અંશ રાખે છે કે બંને અંશ રાખે છે ? નિષ્પન્ન-અનિષ્પક્સની અપેક્ષાનો તો પહેલેથી જ પ્રતિષેધ હોવાથી બે પક્ષ તો બરાબર નથી અને ઉભયપક્ષ પણ ઉભયપક્ષમાં કહેલા દોષથી બરાબર નથી. તેથી માટીપિંડાદિ પછીના કાળે જ ઘટાદિનું થવું તે તેની અપેક્ષા છે. મૃત્પિડ પણ કાર્ય તરીકે માન્ય ઘટાદિનું પ્રભાવિ કારણ છે ઘટાદિના જન્મમાં વ્યાપ્રિયમાણત્વ તરીકે મૃત્પિડ નથી. જો મૃસ્પિડને વ્યાપાર માનવામાં આવે તો તે વ્યાપાર તદ્દાનથી ભિન્ન છે કે અભિન્ન? ભિન્ન માનવામાં જન્મવાનું ના અજન્મ નો પ્રસંગ આવે અને અભિન્ન માનો તો જન્મનો જ અભાવ થઈ જાય. તેથી પૂર્વોત્તરકાલભાવિત્વ માત્રથી જ વસ્તુઓનો કાર્યકારણભાવ લોકમાં પ્રસિદ્ધ છે. જન્ય-જનક ભાવથી નહિ. જો કે મૃત્પિડ ઘટ વગેરે પૂર્વોત્તરકાલ ભાવિ છે, તો પણ અનાદિકાળથી તેવા પ્રકારની ક્ષણ પરમ્પરા પ્રસિદ્ધ છે, કે કોઈ કોઇથી બનતું નથી એ રીતે કોઈ પણ ભાવને કોઈ પણ સંબંધીની અપેક્ષા રહેતી નથી, તેથી હેવન્તરથી નિરપેક્ષ જ સર્વ ભાવ ઉત્પન્ન થાય છે અને ઉત્પત્તિ ક્ષણ પછી તરત જ હેતુ વિના નાશ પામે છે. એ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૫૭ – તો પછી હેતુ વિના કેમ વિનાશ થાય છે?