________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૫૭ – ઉત્પત્તિની સાથે જ નાશ પામે છે તે પણ અહેતુક જ છે, ધોકો મારવાની અપેક્ષાએ જ ઘટ વગેરે નાશ થતા દેખાય છે. વિનાશ હેતુના અયોગથી, હેતુ વગર નાશ થાય છે એમ કહો તો બરાબર નથી. તે ધોકા દ્વારા વિનાશકાળે શું ઘટાદિ કરાય છે, કે કપાલ કરાય છે કે ભૂકો કરાય છે ? આ ત્રણ વિકલ્પોમાંથી વિનાશકાળે ધોકા વગેરેથી ઘટાદિ તો ન કરાય, તે સ્વહેતુભૂત કુંભારાદિ સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે. કપાલાદિપણ નહિ, તેમ કરવાથી તો ઘટાદિ તો તેવા જ રહેવા જોઈએ ઘટાદિનો તો નાશ ન થવો જોઈએ કારણ કે અન્યના કરણમાં અન્યની નિવૃત્તિ યુક્તિયુક્ત નથી. કારણ એમ કરવામાં તો એકની ઘટાદિની નિવૃત્તિ (નાશ)થી સકલ જગતના ધ્વંસની આપત્તિ ને રોકી નહિ શકાય. તુચ્છરૂપ ભાવ પણ નહિ કરી શકીએ કારણ કે, ખરશૃંગની જેમ તેને સંપૂર્ણ નીરૂપ કરી નહિ શકાય. તુચ્છરૂપ કરવામાં તો ઘટાદિમાં તુચ્છરૂપાવસ્થા થઇ જશે, અન્યનો ધ્વંસ કરવાથી અન્યનો ધ્વંસ થાય એ અસંભવ છે.
62
પ્રશ્ન-૫૮ ઘટાદિ સંબંધી અભાવ કર્યો છે તો ઘટાદિનો જ નાશ થશે ને એમાં અન્યના અભાવની આપત્તિ કઈ રીતે આવે ?
ઉત્તર-૫૮ ના, આ સંબંધ જ અહિં પ્રસ્તુત નથી, તે આ રીતે - શું પહેલા ઘટ અને પછી ઘટાભાવ છે કે પહેલા અભાવને પછી ઘટ છે, અથવા સમકાળે જ ઘટ-ઘટાભાવ છે ? આ ત્રણ વિકલ્પ છે એમાં બે વિકલ્પમાં સંબંધ જ ઘટતો નથી કારણ સંબંધ દ્વિષ્ટ છે એટલે ભિન્નકાળે તેનો અસંભવ છે, નહિતો, ભવિષ્યકાલિન ચક્રવર્તીઓનો અતીતકાલીન સગરાદિ સાથે પણ સંબંધ થવાની આપત્તિ આવશે. ત્રીજા વિકલ્પપક્ષમાં પણ ઘટ અને અભાવની જો ક્ષણમાત્ર પણ સહસ્થિતિ સ્વીકાર કરીએ તો આ સંસાર પણ તદ્વાન + તદભાવવાન જ થાય કારણ કે આ રીતે સંસાર અને સંસારાભાવ બંનેમાં કોઈ વિશેષ ન રહેવાથી તે બંનેમાં તદ્રુપતા આવી જાય અને એમ થવાથી તે ઘટાદમાં પણ તત્સ્વરૂપતાનો પ્રસંગ થશે.
-
પ્રશ્ન-પ૯ – ઘટાદિનો ઉપમર્દનથી અભાવ થાય છે એથી ઘટાદિનો ધ્વંસ થઇ જ જશેને ?
–
ઉત્તર-૫૯ – આ ઉપમર્દન શું છે ? ઘટાદિ તો નથી કેમ કે તે સ્વહેતુથી જ ઉત્પન્ન છે. કપાલાદિ પણ નથી, તે હોય તો ઘટાદિ પણ કપાલ સ્વરૂપ થવાનો પ્રસંગ આવશે. તુચ્છરૂપભાવ પણ નથી. એમ થવાથી ઘટાદિ અભાવથી ઘટાદિ અભાવ થાય છે એમ કહેવું થાય આ રીતે બોલવાથી હાસ્ય નથી થતું એવું નથી આ રીતે તો આત્માથી જ આત્મા થવાની અસંગતિ આવે છે.