________________
૩૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૩) દ્રવ્યનયનો મત :
સ્થાપના નયનો આ આકારગ્રહ કેવો? કેમકે દ્રવતિ તિ દ્રવ્ય એ વ્યુત્પત્તિના આધારે અનાદિ ઉત્નેક્ષિતપર્યાયની શૃંખલાનો આધાર એટલે દ્રવ્ય. માટી વગેરેનો પૂર્વપર્યાયમાત્ર તિરોભાવ થતાં આગળના ઘટાદિ પર્યાયમાત્રનો આવિર્ભાવ થાય છે, આ રીતે દ્રવ્ય માટી રૂપ પરિણામને છોડીને ઘટ રૂપ પરિણામવાળું બને છે. આમ, દ્રવ્યનું માત્ર પરિણામને છોડીને બીજું સાકાર દર્શન બીજું શું હોઈ શકે ? કે જેનાથી કહેવાય છે “મારો વિય' વગેરે, આ બધું દ્રવ્ય જ છે. ઉત્પાદ-વ્યય રહિત જેમ વિકાર વગરનું નિર્વિકાર-ઉત્કણવિફણ-કુંડલિતઆકારથી યુક્ત એવુ સર્પદ્રવ્ય છે અને ઉત્પફણ-વિફણ-કુંડલિતાદિ આકાર તો એમાં તિરોભાવરૂપે રહેલા જ હતા તેનો તો આવિર્ભાવ માત્ર જ થયો છે ત્યાં અપૂર્વ શું ઉત્પન્ન થયું છે? અથવા એમાં વિદ્યમાન એવું શું નષ્ટ થયું છે, જેથી વિકાર થાય? એવી દ્રવ્યનય મતીની શંકાનો પ્રત્યુત્તર આપી સામે પ્રશ્ન કરે છે -
પ્રશ્ન-૫ર – સપદિ દ્રવ્યમાં ઉત્કૃણ-વિફણ વગેરે પર્યાયો ઉત્પન્ન-વિનાશ થતા પ્રત્યક્ષ જ દેખાય છે, તે તમે ઉત્પાદાદિ રહિત કેમ કહો છો?
ઉત્તર-પૂર – આવિર્ભાવ-તિરોભાવ માત્ર પરિણામનું કારણ દ્રવ્ય છે. જેમકે, સાપ - ફણા ફેલાવે કે સંકોચે ત્યાં નવું કાંઈ ઉત્પન્ન થતું નથી, ઢંકાયેલું જ પ્રગટ થાય છે અને પ્રગટ થયેલું નષ્ટ થતું નથી માત્ર ઢંકાય જ છે. એમ થતાં આવિર્ભાવ-તિરોભાવ માત્ર જ કાર્યના ઉપચારથી કારણ ઉપચાર છે. તેથી ઉત્પાદાદિ રહિત દ્રવ્ય કહેવાય છે.
પ્રશ્ન-૫૩ – જો એક સ્વભાવવાળું નિર્વિકાર દ્રવ્ય છે તો અનન્તકાળે થનારા અનંતા પણ આર્વિ-તિરોભાવોનું એક જ ઝાટકે કારણ કેમ ન બને?
ઉત્તર-પ૩ – દ્રવ્ય અચિન્ય સ્વભાવવાળું હોય છે. તેથી, એક સ્વભાવવાળા છતાં તેમાં ક્રમથી અવિર્ભાવ-તિરોભાવ પ્રવૃત્તિ થાય છે. સપદિ દ્રવ્યમાં ફણાનો ફેલાવ-સંકોચ વગેરે પર્યાયની પ્રવૃત્તિ પ્રત્યક્ષ સિદ્ધ છે. એમ અહીં પણ આવિર્ભાવ-તિરોભાવ ક્રમસર જ થાય છે.
પ્રશ્ન-૫૪ – એમ હોય તો સંકોચ-ફેલાવાદિ બહુરૂપવાળું હોવાથી પૂર્વાવસ્થાના પરિત્યાગ અને ઉત્તરાવસ્થા સ્વીકારથી દ્રવ્ય અનિત્ય કેમ ન થાય?
ઉત્તર-૫૪ – નવા-નવા વેશ કરનાર નટની જેમ બહુરૂપવાળું છતાં દ્રવ્ય પણ નિત્ય જ છે. માત્ર વેષ પલટો જ છે. જેમ નાયક-વિદુષકાદિ અલગ-અલગ વેષ ગ્રહણ કરવાથી બહુ