________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૭
ભૂતકાળમાં થયેલ ભાવમંગલના પરિણામ વાળું કોઈનું પણ શરીર નો આગમથી જ્ઞભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યમંગલ જાણવું. અથવા તે ભાવમંગલના પરિણામને યોગ્ય જે શરીર જીવદ્રવ્ય છે તે નોઆગમથી જ્ઞ-ભવ્યથી વ્યતિરિક્ત દ્રવ્યમંગલ જાણવું.
અથવા જે સ્વભાવથી જ સુંદરવર્ણ આદિ ગુણવાળી સુવર્ણાદિવસ્તુ રત્ન-દહી-અક્ષત-કુસુમ મંગલ કલશ વગેરે તે જ્ઞ-ભવ્ય વ્યતિરિક્ત દ્રવ્યમંગલ કહેવાય છે.
પ્રશ્ન-૪૪ – તે મંગલ કઈ રીતે કહેવાય?
ઉત્તર-૪૪ – તે સુવર્ણાદિ પણ કોઇના ભાવ મંગલમાં કારણ હોવાથી મંગલ છે. “ભૂત કે ભાવી ભાવનું લોકમાં જે કારણ છે તે દ્રવ્ય છે.” એ વચનથી દ્રવ્ય તરીકે પણ તેનો વ્યપદેશ કરાય છે એટલે દ્રવ્યમંગલ થાય છે. દ્રવ્યમંગલ સંબંધી વર્ણન કરી હવે ભાવમંગલ બતાવે છે –
(૪) ભાવમંગલા વિવક્ષિત ઇન્દન-જવલનાદિક્રિયા યુક્ત લોકમાં પ્રસિદ્ધ પારમાર્થિક ઇન્દ્રાદિ પદાર્થ ભાવ કહેવાય છે ભાવ એવું જ મંગલ તે – ભાવમંગલ, અથવા ભાવ દ્વારા થતું મંગલ તે ભાવમંગલ તે પણ પાછું ૨ પ્રકારે (૧) આગમથી અને (ર) નોઆગમથી ભાવમંગલ.
(૧) આગમથી ભાવમંગલ :મંગલદ્યુત-મંગલપદાર્થજ્ઞાનમાં ઉપયુક્ત હોય તે આગમથી ભાવમંગલ થાય છે.
પ્રશ્ન-૪૫ – મંગલપદાર્થ જ્ઞાનોપયોગ માત્રથી કઈ રીતે તેનો વક્તા ભાવમંગલ કહેવાય? તેમાં ઉપયોગ માત્રથી જ તદ્ રૂપતા યુક્તિ સંગત થતી નથી કારણ કે અગ્નિજ્ઞાનમાં ઉપયુક્ત માણવક અગ્નિ બની જતો નથી, જો એમ થાય તો માણવકથી પણ દાહ-પાક વગેરે થઈ શકવાની આપત્તિ આવે પણ એમ થતું નથી એટલે તમે જે ભાવમંગલનું સ્વરૂપ કહ્યું તે બરાબર નથી.
ઉત્તર-૪૫ – ઉપયોગ, જ્ઞાન, સંવેદન, પ્રત્યય બધા સમાનાર્થી શબ્દો છે. અર્થ અને અભિધાન કરનારા પ્રત્યયો લોકમાં સર્વત્ર તુલ્યનામવાળા હોય છે. જેમકે પદાર્થ – પદાર્થનું નામ અને તેનું જ્ઞાન. બાહ્ય-પૃથુબબ્બોદર આકારવાળો પદાર્થ એ વસ્તુને સુચવતો જે અર્થ છે તે અર્થ પણ ઘટ કહેવાય છે, તેનો વાચકાભિધાન એ અર્થ સંગત પદાર્થનું જે નામ છે તે