________________
ર
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૪૧ – કારણકે અચેતન દેહ ભૂતકાલીન મંગલપદાર્થજ્ઞાનલક્ષણ આગમનું કારણ છે. સચેતન ભવ્યદેહ ભાવિ આગમનું કારણ છે તેથી નિજકાર્ય એવા આગમના એક દેશમાં રહે જ છે, કારણ હંમેશા કાર્યના એકદેશમાં રહે જ છે જેમકે, ઘટ રૂપી કાર્યના કારણરૂપ માટી ઘટના એક દેશમાં રહેલી જ છે.
પ્રશ્ન-૪૨ – મંગલપદાર્થજ્ઞાનરૂપ આગમનું પરિણામિકારણ તો જીવ જ છે તો તેની સ્વકાર્યના એક દેશમાં વૃત્તિ ભલે હોય જેમકે માટી, પરંતુ શરીર તો આગમનું પરિણામિ કારણ થતું જ નથી તો શરીરની આગમમાં એકદેશવૃત્તિતા કઈ રીતે ઘટે?
ઉત્તર-૪૨ – સાચી વાત છે. પરંતુ “મvouTUીયા = ર તે = ત્તિ વિમયમનુત્ત, ના વીરપાળિયા' (અન્યોન્યાનુગત યાને એકબીજામાં ભળેલી વસ્તુમાં ક્ષીર-નીરની જેમ આ આ છે અને આ તે છે એવું વિભાજન કરવું યોગ્ય નથી બનતું) એ વચનથી સંસારી જીવનો શરીર સાથે અભેદનો જ વ્યવહાર થાય છે. એથી એ જીવની જે પરિણામી કારણતા છે તે શરીરની પણ કહેવાય છે. એટલે એની આગમ એકદેશતા સ્વીકારવામાં કશો જ વિરોધ નથી.
પ્રશ્ન-૪૩ – માની લીધું, તો પણ આગમથી દ્રવ્યમંગલ તમે જે પહેલા કહેલું તેની સાથે એનો શું ભેદ છે? ત્યાં પણ મમવાર/માયા રેહો સદો ' વચનથી શરીર જ દ્રવ્યમંગલ કહ્યું છે અહીં પણ તે જ છે. તો કેમ એકત્વ ન થાય?
ઉત્તર-૪૩ – સાચું છે, પરંતુ પહેલાં ઉપયોગરૂપ આગમ તો હતો જ નહિ અને લબ્ધિરૂપ આગમ છે અહીં તો બંને ય પ્રકારનું આગમ નથી, માત્ર દ્રવ્યમંગલ રૂપ કાર્યનું કારણ એવું શરીર માત્ર જ છે. એટલો આગમ થકી દ્રવ્યમંગલ અને જ્ઞભવ્ય શરીરરૂપ નોઆગમ થકી દ્રવ્યમંગલમાં તફાવત છે.
જ્ઞ-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યમંગલ :
પરમાર્થથી મંગલ બે પ્રકારે છે એક જિનપ્રણીત આગમ અને બીજું જિનપ્રણીત પ્રતિલેખનાદિ મંગલક્રિયા. અહીં ઉપયોગ વિનાનો એવો જે આત્મા પરમાત્માએ દર્શાવેલી મંગલરૂપપ્રત્યુપેક્ષણાદિક્રિયા કરે છે તે નો આગમથી જ્ઞ-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યમંગલ છે. અહીં ઉપયોગરૂપ આગમ નથી એટલે નોઆગમતા છે અને જ્ઞ-ભવ્ય શરીરની જ્ઞાનની અપેક્ષાએ દ્રવ્યમંગલતા છે અહીં તો ક્રિયાની અપેક્ષા એ દ્રવ્યમંગલતા બતાવેલી હોવાથી તવ્યતિરિક્તતા (જ્ઞ-ભવ્ય વ્યતિરિક્ત) છે. અનુપયુક્તની ક્રિયા દ્રવ્યમંગલ છે અને ઉપયુક્તની ક્રિયા તો ભાવમંગલ જ થાય. અથવા અન્ય રીતે બતાવે છે...