________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૩૭ – નૈગમ અને વ્યવહાર નય બંને વિશેષે જ ગ્રહણ કરે છે તે બંને સમાન વિષયને જ માને છે એટલે એમાં તો ફક્ત નામનો જ ફરક છે તો બે અલગ-અલગ કેમ કહ્યા ?
૨૪
ઉત્તર-૩૭ – આ બંને નયો વિશેષના સંબંધમાં સમાન હોવાથી બંનેમાં સમાનતા છે, પરંતુ નૈગમ નય કેટલીક વસ્તુઓમાં સામાન્યપણું પણ ગ્રહણ કરે છે, એટલો એ બંનેમાં તફાવત છે, અર્થાત્ નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયગ્રાહી છે જ્યારે વ્યવહારનય માત્ર વિશેષને જ ગ્રહણ કરે છે. એટલે બંને નયો અલગ-અલગ કહ્યા છે.
(૪) ઋજુસૂત્રનય :- અતીત-અનાગત અથવા પરકીય પરિહારથી અકુટિલ વસ્તુને સૂત્રિત કરે છે. તે સ્વગ્રાહી જ છે, વર્તમાન ક્ષણભાવી જે દ્રવ્યમંગલ છે તે એક જ એને માન્ય છે. અતીત-અનાગત સમય ભાવિ વસ્તુ એને ઇષ્ટ નથી. કારણ એક અતીત કાળમાં થઈ ચૂકેલ હોવાથી નષ્ટ છે અને બીજી ભવિષ્યકાળમાં થવાવાળી હોવાથી વર્તમાન સમયમાં અનુત્પન્ન છે અથવા પરકીય દ્રવ્યમંગલ પણ તેને ઇષ્ટ નથી, વિવક્ષિત એક પ્રજ્ઞાપક પોતાને છોડીને જે બીજામાં મંગલ ઈચ્છે છે તે દ્રવ્યમંગલ પણ તેને માન્ય નથી. પ્રયોગ -૧ अतीतमनुत्पन्नं वस्तु नास्ति, प्रयोजनस्य विवक्षितफलस्य तत्राऽभावात् सर्वप्रयोजनाऽकरणात्, વરધૃવત્ એ પ્રમાણે અવિદ્યમાન હોવાથી અતીતાનાગતની દ્રવ્યમંગલતા અપાસ્ત જ છે. धर्मिसत्त्व एव धर्माणामुपपद्यमानत्वात्, इति ।
પ્રયોગ-૨ પાળીયમપિ યશવત્તસંવ—પિ વસ્તુ લેવવત્તાપેક્ષા નાસ્યેવ પ્રયોનનારાત્ खरविषाणवत्, यथा परस्य यज्ञदत्तस्य धनं देवदत्तापेक्षया विफलं प्रयोजनाऽसाधकं सन्नास्ति तथा सर्वमपि परकीयं नास्तीति ।
(૫-૬-૭) શબ્દ-સમભિરૂઢ-એવંભૂતનયો :
પ્રશ્ન-૩૮
શું કારણ ?
-
આ ત્રણે નયો વિશુદ્ધનય હોવાથી આગમથી દ્રવ્યમંગલ ઇચ્છતા જ નથી.
ઉત્તર-૩૮ આગમથી :- કારણ કે, જે વ્યક્તિ ‘મંગલ’ એમ જાણે છે, અને તેના ઉપયોગથી શૂન્ય હોય તેને આગમથી દ્રવ્યમંગલ કહેવાય તેવા દ્રવ્યમંગલને આ ત્રણ નયો માનતા જ નથી તેઓ માને છે કે જે જાણે છે તે અનુપયોગી નથી અને અનુપયોગી છે તે જાણતો નથી માટે આવું દ્રવ્યમંગલ ન હોઈ શકે, કારણ કે જાણતો હોય અને અનુપયુક્ત હોય એ બંને વિરુદ્ધધર્મો છે. જેમકે ચેતના વગરનો જીવ અથવા વંધ્યા માતા, જે હોઈ ન શકે, કદાચ, જ્ઞાયક - અનુપયુક્ત હોય તો પણ એ અમને મંગલ તરીકે ઇષ્ટ નથી. કારણ