________________
ગુજરાતી પ્રશ્નોત્તર
કે તે જ્ઞાન પાપની જેમ મંગળ અર્થથી શૂન્ય છે. એ પ્રમાણે આ બધા નયો ભાવમંગલગ્રાહી હોવાથી આગમથી દ્રવ્યમંગલને કેમ ઇચ્છે ?
૨૫
નોઆગમથી :- નો આગમથી દ્રવ્યમંગલ ત્રણ પ્રકારે છે જ્ઞશરી૨, ભવ્યશરી૨ અને તવ્યતિરિક્ત. જ્ઞશરીર દ્રવ્યમંગલ, મંગલપદાર્થને જાણનારનો દેહ કે જેણે પહેલાં મંગલપદાર્થ સારી રીતે જાણેલો છે, અન્યોને જણાવેલો છે. તે શરીર સંબંધી જીવ નીકળી ગયો. સિદ્ધશિલા આદિમાં ગયેલો દેહ અતીતકાળ નયની અનુવૃત્તિથી અતીત મંગલપદાર્થજ્ઞાનનો આધાર હોવાથી નોઆગમથી દ્રવ્યમંગલ કહેવાય છે. અહીં નો શબ્દ સર્વનિષેધવચન છે આગમના અહીં સર્વથા અભાવથી નોઆગમતા કહેવાય છે, અતીતમંગલપદાર્થજ્ઞાનલક્ષણઆગમપદાર્થનું કારણ હોવાથી દ્રવ્યમંગલતા જેમકે અતીત કાળમાં ઘીના આધારરૂપ પર્યાયનું કારણ જેમાં રહેલું છે તે વર્તમાન કાળને આશ્રયીને રહેલા ખાલી ઘીના ઘડામાં પણ આ ઘીનો ઘડો છે એવો વ્યપેદશ કરાય છે તેથી અતીતપર્યાયના કારણે તે અત્યારે દ્રવ્ય ઘીના ઘટ તરીકે ઓળખાય છે. એ રીતે ભૂતકાળમાં જેને મંગલપદાર્થ જાણેલો છે તેવા આત્મામાં વર્તમાન કાળે પણ દ્રવ્યમંગલનાતો વ્યપદેશ કરવામાં આવે છે તે નો-આગમથી જ્ઞશરીર દ્રવ્યમંગલ છે.
એ જ રીતે, મંગલ પદાર્થજ્ઞાન યોગ્ય ભવ્યનો જીવ સચેતન નોઆગમથી ભવ્યશરીર દ્રવ્યમંગલ છે તે આ રીતે, ભાવ - જે અત્યારે મંગલપદાર્થ જાણતો નથી ભવિષ્યમાં જાણશે તે સંબંધી સચેતન દેહ ભવિષ્યકાલીન નયની અનુવૃત્તિથી ભવિષ્યમંગલપદાર્થજ્ઞાનનો આધાર હોવાથી ભવ્યશરીર દ્રવ્યમંગલ કહેવાય છે.
હવે, દેશ નિષેધપરમાં પણ નોશબ્દનો અર્થ બતાવે છે.
—
પ્રશ્ન-૩૯
આગમના એક દેશને આશ્રયીને દ્રવ્યમંગલ શું છે ?
ઉત્તર-૩૯
મંગલપદાર્થજ્ઞનો અચેતન દેહ અને મંગલપદાર્થને જે જાણશે તેવા ભવ્યનો સચેતન દેહ એ એક દેશને આશ્રયીને દ્રવ્યમંગલ છે.
પ્રશ્ન-૪૦ અહીં આગમનો એક દેશ શું છે કે જેને આશ્રયીને નો આગમથી દ્રવ્યમંગલ એવો વ્યપદેશ કરવામાં આવે છે ?
ઉત્તર-૪૦ – યથોક્ત જ્ઞ-ભવ્યશરીરરૂપ દેહ જ અહીં આગમનો એક દેશ છે. પ્રશ્ન-૪૧ – જડ દેહમાં આગમની એકદેશતા ક્યાંથી આવી ?