________________
ગુજરાતી પ્રશ્નોત્તર
વ્યવહાર નય - અનેક મંગલશબ્દાર્થ પ્રરૂપક, અને એમાં અનુપયુક્ત વક્તાઓ તે – અનેક દ્રવ્યમંગલો.
સંગ્રહ નય :- આખા લોકમાં એક જ દ્રવ્યમંગલ છે, બધા દ્રવ્યમંગલોમાં રહેલા દ્રવ્યમંગલત્વ ધર્મ સામાન્ય થી એક દ્રવ્યમંગલ વ્યતિરિક્ત (ભિન્ન) નથી. એ ભિન્ન હોય તો અદ્રવ્યમંગલની આપત્તિ આવે. કારણ કે સામાન્ય તો ત્રણે લોકમાં એક જ છે.
નિગમનય સામાન્ય અને વિશેષ ઉભય ધર્મને જુદા-જુદા સ્વીકારે છે તથા સંગ્રહનય માત્ર સામાન્ય ધર્મને જ ગ્રહણ કરે છે. સામાન્યનું લક્ષણ
एकं निच्चं निरवयवमक्कियं सव्वगं च सामन्नं ।
નિસામન્ના નલ્થિ વિસેલો . ગા.૩૨ // સામાન્ય એક છે. તે કદાચ ક્ષણિક પણ હોય તેથી કહે છે – નિત્ય છે. નિત્યપણ આકાશની જેમ સાવયવ પણ હોય, જો આકાશ નિરવયવ હોય તો સૂર્યનો ઉદય કે અસ્ત પણ ન થાય તેથી નિરવયવ, આકાશ સાવયવ હોય તેનો વ્યવચ્છેદ કરવા કહ્યું છે, પૂર્વાપર કોટિથી શૂન્ય - અનંશ છે. તે પણ પરમાણુ જેમ કોઈ સક્રિય પણ હોય તેથી અહિં અક્રિય-કહ્યું છે પરિસ્પંદથી રહિત હોવાથી, દિશાઓ અક્રિય છે પણ એમાં આપત્તિ ન આવે માટે કહ્યું સર્વગત છે દિશા વગેરે સર્વગત નથી સર્વગત = સર્વલોકાકાશમાં પ્રાપ્ત સત્તાવાળું - આવું માત્ર જે કોઈ પણ હોય તો તે સામાન્ય જ છે. વિશેષ કાંઈ પણ નથી – વિશેષો नास्ति, निःसामान्यत्वात् सामान्यविरहितत्वात् खपुष्पवत्, यच्चास्ति तत् सामान्यविरहितं न મત, યથા ઇટ: |
તેથી એક દ્રવ્યમંગલ સામાન્યથી અવ્યતિરિક્ત હોવાથી, જો વ્યતિરેક હોય તો અદ્રવ્યમંગલનો પ્રસંગ આવે અને સામાન્ય ત્રિભુવનમાં એક જ હોવાથી સંગ્રહનય મતે દ્રવ્યમંગલ એક જ છે. તેના અનેક ભેદો નથી, કેમકે અનેક ભેદો તો વિશેષની અપેક્ષાએ હોય છે અને સંગ્રહનય વિશેષને તો વસ્તુરૂપે માનતું જ નથી.
વિશેષવાદિ નય મત :
પ્રશ્ન-૩૫ – અનેક દ્રવ્યમંગલ કેમ ન હોય? જેમ કે વનસ્પતિ' એમ બોલતાં વૃક્ષગુલ્મ-લતા-ડાળી વગેરે વિશેષો જ જણાય છે. તેનાથી વિશેષ કોઈ વનસ્પતિ નથી એમ અહીં પણ દ્રવ્યમંગલ' કહેતાં અનુપયુક્ત તત્પરૂપકલક્ષણ વિશેષો જણાય જ છે, તેનાથી અધિક