________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૩ર – જો મંગલશબ્દાર્થજ્ઞાન એ આગમ છે તો તેનો વક્તા દ્રવ્યમંગલ કઈ રીતે ? આગમ ભાવ મંગલ છે એમાં પણ દ્રવ્યમંગલની આપત્તિ આવશે. અને જો તે દ્રવ્યમંગલ છે તો આગમ કઈ રીતે? જેથી આગમાશ્રયી એમ કહો છો, દ્રવ્યમાં આગમનો અભાવ છે, ભાવમાં તો ભાવમંગલનો પ્રસંગ આવશે તેથી આગમથી દ્રવ્યમંગલ એ તો સંગત થઇ જ નહિ શકે, એમાં તો ઘણો લાંબો વિરોધ આવે છે.
ઉત્તર-૩૨ – અમે આગમથી એટલું કહ્યું છે એમા આપ એ જાણી લો કે અહીં સાક્ષાત્ આગમ નથી પરંતુ મંગલાશબ્દાર્થજ્ઞાન લક્ષણ એવા આગમનું જે નિમિત્ત છે તે જ અહીં સ્વીકારાયું છે. માટે કોઈ વિરોધ નહિ આવે. પ્રશ્ન-૩૩ – તો પછી તે આગમનું અહીં કયું નિમિત્તે જાણવું?
ઉત્તર-૩૩ – તે જ્ઞાનલક્ષણ આગમના કારણભૂત અનુપયુક્ત વક્તા સંબંધી આત્મા દેહ અને શબ્દને જ આગમ તરીકે સમજવા કારણ કે જીવ શરીર જ આગમના આધારભૂત કારણ બને છે. જીવ શરીરના આધાર વિના આગમનો અસંભવ છે, શબ્દ પણ જણાવવાને યોગ્ય શિષ્યગત આગમનું કારણ જ છે. અને તે સિવાય શબ્દનો અભાવ થઈ જાય, અને લોકમાં ભૂત – કે ભાવિ ભાવનું જે-જે કારણ છે તે દ્રવ્ય જ હોય છે. “બૂતી માવિનો વા માવી દિવાર તુ ય, તત્ દ્રવ્યમ્' એવા વચનથી, તેથી અહીં જણાવાયેલું મંગલ પણ દ્રવ્યમંગલ છે.
પ્રશ્ન-૩૪ – આત્મા શબ્દ વગેરે જો અહીં આગમનું કારણ જ છે તો એ આગમ કઈ રીતે થાય કે જેનાથી આગમાશ્રયી દ્રવ્યમંગલ થાય?
ઉત્તર-૩૪ – આગમના કારણભૂત આત્માદિઓ પણ કારણમાં કાર્યના ઉપચારથી આગમ કહેવાય છે અને કારણમાં કાર્યનો વ્યપદેશ થાય છે જેમકે – “તન્દુતાનું વર્ષતિ પૂર્તઃ' અર્થાત્ વરસાદ ધાન્ય વરસાવે છે, હકીકત માં એ ધાન્ય વરસાવતો નથી પરંતુ ધાન્યમાં કારણ ભૂત એવું પાણી વરસાવે છે. અને એ પાણી રૂપ કારણથી તંદુલ રૂપ કાર્ય થાય છે.
અહીં કારણભૂત પાણીમાં કાર્યભૂત ધાન્યનો ઉપચાર કરી “તત્ત્વજ્ઞાન...' કહેવાયું છે તેમ પ્રસ્તુતમાં પણ સમજવું તેથી આગમથી દ્રવ્યમંગલ કહેવામાં વિરોધ નથી. હવે, આ દ્રવ્ય મંગલને નયો દ્વારા વિચારાય છે.
નયો દ્વારા દ્રવ્યમંગલની વિચારણા નૈગમનય :- જ્ઞાનવાળો ઉપયોગ વગરનો મંગલ શબ્દાર્થને બોલનારો એક વક્તા તે – એક દ્રવ્યમંગલ.