________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આમ, બે પ્રકારે નામનું સ્વરૂપ માત્ર કહ્યું.
(૩)ત્રીજો પ્રકાર - પુસ્તક-પત્ર-ચિત્રાદિમાં લખેલી વસ્તુના અભિધાનભૂત ઈન્દ્રાદિ વર્ષાવલી માત્ર પણ અન્યત્ર નામ તરીકે કહેવાયેલાં છે. આ સામાન્યથી નામનું લક્ષણ થયું.
પ્રસ્તુતમાં - જે મંગલાર્થથી શૂન્ય વસ્તુમાં મંગલ નામ કરાય છે તે વસ્તુ નામમાત્રથી મંગલ છે એમ કરીને નામમંગલ કહેવાય છે. પુસ્તકાદિમાં લખેલા શબ્દરૂપ મંગલ નામ પણ નામ મંગલ કહેવાય છે.
(૨) સ્થાપના મંગલ જે વસ્તુમાં ઈન્દ્રાદિની સ્થાપના કરાય તે સ્થાપના ઈન્દ્ર કહેવાય છે તે સદ્ભૂત એવા ઇન્દ્રના અભિપ્રાયથી તદર્થથી-ઈન્દ્ર શબ્દના અર્થથી શૂન્ય એવી તાદશાકાર-ઇન્દ્રાદિ આકાર અથવા નિરાકાર તદર્થશૂન્ય વસ્તુમાં ઇવર-અલ્પકાલીન અથવા યાવન્કથિત-ચીરકાલીન જે સ્થાપનાપણાથી શાસ્ત્રમાં બતાવેલ છે તે સ્થાપના. તાત્પર્ય-જે વસ્તુ વિદ્યમાન ઈન્દ્રાર્થ શૂન્ય છતાં ઈન્દ્રની બુદ્ધિથી તાદશાકાર કે નિરાકાર અલ્પસમય કે યાવત્કથિત જે સ્થાપિત કરાય તે સ્થાપના,
પ્રકૃતમાં - ચિત્રમાં રહેલ પરમમુનિની સ્થાપનાથી મંગલ, સ્થાપના મંગલ એમ કહેવાય છે.
નામ-સ્થાપના મંગલના ઉદાહરણો
૧. જીવ - અગ્નિનું મંગલ નામ રૂઢ છે. અર્થાત્ અગ્નિકાય સ્વરૂપ જીવની મંગલ તરીકે પ્રસિદ્ધિ છે.
૨. અજીવ - સિંધુવિષયમાં રાખડી-નાડાછડી નામ મંગલ તરીકે પ્રચલિત છે.
૩. જીવાજીવ – લાટ દેશમાં જીવાજીવ ઉભય જેમાં રહેલા છે તે વજનમાલા તોરણની મંગલ નામથી પ્રસિદ્ધિ છે. એમાં દોરડું અજીવ અને પાંદડા વગેરે સજીવ હોવાથી જીવાજીવ ઉભયપણું આવે છે. સ્થાપના મંગલ - સ્વસ્તિકાદિને જે મંગલની બુદ્ધિથી સ્થાપવામાં આવે તે.
(૩) દ્રવ્ય મંગલ દ્રવ્યનું લક્ષણ : (૧) જે જુદા-જુદા નવા પર્યાયોને પામે છે અને જુના-જુના પર્યાયોને છોડે છે. (૨) અથવા તે થવાવાળા પર્યાયો વડે પમાય છે અને થયેલ પર્યાયોથી મૂકાય છે તે