________________
શ્રી વિશેષાવશ્યક, ભાષ્યમ્
ઉત્તર-૨૭ – કારણ કે ત્રણ મંગલ કરવાથી જ શિષ્યની બુદ્ધિમાં મંગલ સારી રીતે ગ્રહણ થઈ શકે છે.
૧૬
પ્રશ્ન-૨૮ – પણ તેનાથી શું ?
ઉત્તર-૨૮ ‘વક્રમ અત્યસ્થાવિવાપારામળાય નિટુિં વગેરેથી આ પ્રશ્નનો ઉત્તર આગળ ૧૩મી ગાથામાં આવી ગયો છે. કે પહેલું મંગળ વિઘ્નરહિતપણે શાસ્ત્રનો પાર પામવા માટે છે, વગેરે ત્રણે મંગળોના જુદા જુદા કારણો ત્યાં બતાવ્યા છે, વળી એમ પણ ન કહેવું કે એક જ મંગળથી ત્રણે કાર્યો સિદ્ધ થશે. કારણ કે મંગલ શાસ્ત્રપણ સદ્ મંગલની બુદ્ધિથી ગ્રહણ કર્યા સિવાય સાધુવત્ મંગલરૂપ બનતું નથી તે રીતે શાસ્ત્રના આદિમધ્ય-અવસાન મંગલ પણ મંગલની બુદ્ધિથી ગ્રહણ કર્યા વિના મંગલનું કાર્ય કરતા નથી એટલે અમે અહીં ત્રણ મંગલ કહ્યાં છે.
મંગળ શબ્દનો અર્થ :
ઇષ્ટ અર્થવાળી ધાતુને પ્રત્યય લગાડીને મંગલ શબ્દની સિદ્ધિ થાય છે. જેમ કે, મ, મનુ, મ, મુદ્‚ મદ્ વગેરે ધાતુને અદ્ પ્રત્યય લગાવવાથી મંગલ શબ્દની સિદ્ધિ થાય છે. વ્યુત્પત્તિ આ રીતે થાય. જેના વડે શાસ્ર શોભાવાય (શોભે) (મતે) તે મંગલ, વિઘ્નના અભાવનો જેનાથી નિશ્ચય કરીને મનાય (મન્યતે) તે મંગલ, જેનાથી હર્ષ થાય (માવૃત્તિ) તે મંગલ, જેનાથી શાસ્ત્રનો નિશ્ચિતપણે પાર પમાય (મોત્તે) તે મંગલ, જેનાથી પૂજાય (મદ્યન્તે) તે મંગલ, જે મને ભવ-સંસારથી મુક્ત કરાવે (માં જયંતિ) તે મંગલ, જેથી શાસ્ત્રમાં વિઘ્ન ન થાય (મા મૂલ્ યાઃ) તે મંગલ. જેમાં શાસ્ત્રનો નાશ ન થાય. (મા મૂલ્ ગત:) તે મંગલ, અથવા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે (માર્પતયનાત) મંગળ વગેરે વ્યાકરણ શાસ્ત્રના અનુસારે મંગળ શબ્દના અનેક અર્થ છે.
-
કોઈપણ પદાર્થની વ્યાખ્યા ત્રણ રીતથી કરાય છે. તત્ત્વ-પર્યાય અને ભેદ. તત્ત્વ એટલે સ્વરૂપ. તે જણાવવા શબ્દનો અર્થ કહ્યો. પર્યાયથી મંગળ-શાન્તિ-વિઘ્નનાશ વગેરે મંગળ શબ્દના અનેક પર્યાયો છે. તથા ભેદ એટલે મંગળના પ્રકારો તે જણાવીએ છીએ.
આ મંગલ ચાર પ્રકારે છે.
નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવમંગલ એમ ચાર પ્રકારનો મંગલમાં નિક્ષેપ થાય છે.
(૧) નામ મંગલ
(૧) કોઈક નોકરના બાળકને ઇન્દ્ર વગેરે નામ આપવું તે નામ નિક્ષેપ કહેવાય છે.