________________
૧૭
ગુજરાતી પ્રશ્નોત્તર
શબ્દના પર્યાયો - શક્ર, પુરંદર, પાકશાસન, શતમખ, હરિ વગેરે સમાન વાચક શબ્દોનો જે અનભિધેય નામયુક્ત પિંડ સંબંધી ધર્મ છે તે ધર્મ અહીં નામમાં ઉપચરિત છે. ઇન્દ્ર વગેરે અનભિધેય નામથી યુક્ત જે ભૂતકરારકાદિ પિંડ છે તે ભૂતકરારકાદિપિંડ ફક્ત એક જ સાંકેતિત શબ્દથી જ બોલાય છે, બધા શબ્દોથી નહિ. એથી, નામયુક્તપિંડમાં રહેલ જે ધર્મ છે તે નામમાં ઉપચરિત પર્યાયથી અનભિધેય છે. તદન્યાર્થ-બૃતકદારકાદિપિંડથી અન્ય એવા દેવાધિપ આદિ સદ્દભાવથી ઈન્દ્રમાં જે રહેલું છે તે ભૂતકદારકાદિમાં સંકેત માત્રથી જ છે. અથવા – સદૂભાવથી સ્થિત-અન્તર્થ = અનુગત સંબદ્ધ સ્વર્ગાધિપમાં રહેલો પરઐશ્વર્યાદિક અર્થ જ્યાં છે તે અન્વર્થ – જેમકે શચી પતિ આદિ.
પ્રશ્ન-૨૯ – સદ્ભાવથી ત્યાં રહેવું એ વાત ભૂતકદારકાદિમાં કઈ રીતે ઘટે?
ઉત્તર-૨૯ – તેના અર્થથી નિરપેક્ષ - ઇન્દ્રાદિનામનો અર્થ - પરઐશ્વર્યાદિ. તેનાથી નિરપેક્ષ એવા સંકેત માત્રથી જ તે નામના અર્થથી શૂન્ય ઈન્દ્રાદિ નામના અર્થથી શૂન્ય એવા ભૂતકદારકાદિમાં અર્થથી નિરપેક્ષ એવા ઇન્દ્રાદિ નામનો સદ્દભાવ રહેલો છે –
આ રીતે શક્ર-પુરન્દર આદિ પર્યાયોથી અનભિધેય, તેના અર્થથી નિરપેક્ષ અને સદૂભાવથી અન્ય અર્થમાં રહેલ હોય અથવા અન્વર્થ એટલે કે સાર્થક હોય તેવું જે કોઈ ભૂતકબાળકાદિમાં ઇન્દ્રાદિ અભિધાન કરાય તે “નામ” કહેવાય છે. એ અહીં તાત્પર્યાર્થ છે.
અન્ય પ્રકારે નામનું સ્વરૂપ
(૨) યાદેચ્છિક - અંદર કહેલું એટલું જ નહિ પણ અન્યત્ર રહેલું પણ યદચ્છાથી ગોપાલબાળનું ડિત્ય, ડવિત્યાદિ નામ કરાય તે -
આ બંને પણ બે પ્રકારે છે – યાવદર્થિક અને યાવત્કથિત. યાવદર્થિક : યાવદ્રવ્ય જયાં સુધી આ વાચ્યદ્રવ્ય છે ત્યાં સુધી આ નામ પણ રહે તે અર્થાત્ કોઈ શબ્દથી વાચ્ય એવું દ્રવ્ય જયાં સુધી કહેવાય ત્યાં સુધી તે યાવદ્રવ્ય નામ કહેવાય છે.
પ્રાયઃ કરીને – મેરૂ-દીપ-સમુદ્રાદિક જેવાં ઘણા નામ યાવદ્ દ્રવ્યભાવિ દેખાય છે. અર્થાત્ જ્યાં સુધી તે-તે દ્રવ્ય રહે ત્યાં સુધી તે-તે દ્રવ્યનું નામ પ્રાયઃ કરીને રહે તે પ્રાયણ નામ કહેવાય છે.
થાવત્કથિત કોઇક તો અન્યથા (વિપરિત) પણ હોય, દેવદત્તાદિનામવાચ્ય વિદ્યમાન દ્રવ્યો પણ અલગ-અલગ નામથી પરાવર્ત થયેલા લોકમાં દેખાય છે.