________________
૧૫
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૨૪ – જ્યારે તમે શાસ્ત્ર સ્વયં જ મંગલ છે તેમ કહો છો ત્યારે “તે મંત્રમાણ મા' એ વચનથી અહીં મંગલગ્રહણ શું કામ કરાય છે? સ્વત મંગલમાં મંગલનું વિધાન અનર્થ છે?
ઉત્તર-૨૪ – શિષ્યની મતિના મંગલના પ્રયોજન માટે અહીં મંગલનું અમે વિધાન કર્યું છે. શાસ્ત્રથી અભિન્ન મંગલ જ અહીં ગ્રહણ કરાય છે. ભિન્ન નહી, કારણ કે નંદિ પંચજ્ઞાનસ્વરૂપ છે તેથી જ મંગલ તરીકે કહેવાશે. આવશ્યકાદિ શાસ્ત્રો શ્રુતજ્ઞાન રૂપ હોવાથી નંદિ અંતર્ગત જ છે. મંદિર પણ ધૃતરૂપ હોવાથી આવશ્યકાદિ શાસ્ત્રાન્તર્ગત જ છે. તેથી નંદિને જ મંગલ કહેવાથી શાસ્ત્રાન્તર્ગત મંગલ જ કહેવાય છે. ત્યાં પણ અમંગલ શાસ્ત્રની મંગલતા બતાવવા તેનું અભિધાન નથી, પરંતુ શિષ્યની બુદ્ધિમાં મંગલને ગ્રહણ કરાવવા માટે છે કારણ કે એવું કહેવાથી શિષ્ય “મંાતખેતછન્નમ્' એમ પોતાની બુદ્ધિમાં તે મંગલનો પરિગ્રહ કરે છે.
પ્રશ્ન-૨૫ – શું મંગલ પણ મંગલની બુદ્ધિથી ગ્રહણ કરેલું જ પોતાનું કાર્ય કરે છે અન્ય રીતે નહિ?
ઉત્તર-૨૫ – હા, આ લોકમાં પણ મંગલ એટલે સત્ વસ્તુને મંગલબુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે તો મંગલ થાય છે જેમકે સાધુ. સાધુ સ્વયં મંગલભૂત હોવા છતાં તેને મંગલની બુદ્ધિથી ગ્રહણ કરાતો હોય તો જ પ્રશસ્ત મનવાળા ભવ્યને મંગલરૂપ થાય છે, અમંગલબુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે તો તે પણ મંગલરૂપ થતો નથી જેમકે કોઈ અભવ્ય જીવ કષાયથી ભરેલા મનવાળો હોય તો તેને સાધુ ભગવંત પણ મંગલરૂપ બની શકતા નથી એટલે જ તો જો વસ્તુને મંગલ બુદ્ધિથી સ્વીકારો તો જ તે મંગલરૂપ બની કાર્યની સિદ્ધિ કરે છે. અન્યથા નથી કરી શકતી.
પ્રશ્ન-૨૬ – જો એમ હોય તો અમંગલ એવા અસાધુઆદિ પણ મંગલબુદ્ધિથી ગ્રહણ કરાતાં તે કાર્ય કરશે બંને સ્થાને ન્યાયતો સમાન જ લાગશે ને?
ઉત્તર-૨૬ – બરાબર નથી. અસાધુ પોતે જ મંગલના અભાવવાળો છે અમંગલ રૂપ છે. સાચો મણિ જ સાચા મણિ તરીકે ગ્રહણ કરવામાં આવે તો ગ્રહણ કરનારના ગૌરવને પ્રાપ્ત કરાવે છે, સાચા મણિ તરીકે માનેલો ખોટો મણિ ક્યારેય પણ વ્યક્તિને ગૌરવ અપાવી શકતો નથી. તે જ રીતે અહીં મંગળના સંબંધમાં પણ સમજવું.
પ્રશ્ન-૨૭ – તો એક જ મંગલ કરોને, તેનાથી જ શિષ્યમતિ મંગલપરિગ્રહ સિદ્ધ થઈ જશે. ત્રણ-ત્રણ મંગલની શી જરૂરત છે.