________________
ગુજરાતી પ્રશ્નોત્તર શાસ્ત્રાર્થની અવ્યવચ્છિતી માટે છે જેથી કરીને એ શાસ્ત્રાર્થ શિષ્ય-પ્રશિષ્યાદિવંશમાં અવિચ્છેદપણે ચાલે. આ રીતે આદિ મંગલ, મધ્ય મંગલ અને અંતિમ મંગલ કરાય છે.
પ્રશ્ન-૨૦ – તમારૂં શાસ્ત્ર મંગલ નથી કારણકે મંગલ કરવાથી અમંગલ પણ મંગલ થઈ જાય, પણ જે સ્વયં મંગલ છે તેમાં મંગલ કરવાથી શું ફાયદો? ધોળાને કાંઈ ધોળું કરવાની જરૂર નથી, કે તેલમાં ચીકાશ નાંખવાની જરૂર નથી તેથી તમારું મંગલ કરવું અનુચિત છે તેથી શાસ્ત્ર મંગલ નથી હવે જો શાસ્ત્ર મંગલ છે, તો મંગલનું પણ મંગલ, તેનું પણ મંગલ એમ કરતાં તો અનવસ્થા થઈ જશે. કારણ મંગલની કોઈ સીમા નથી આ રીતે આવતી અનવસ્થાને ભલા કોણ રોકી શકશે? અને શાસ્ત્રનું જે મંગલ છે તેનું મંગલ કરવું તો કોઈને ઈષ્ટ નથી. એટલે તમારા કહેલ મંગલ વિધાનમાં દોષ આવશે. શાસ્ત્રને મંગલ કરવા કરેલા મંગલમાં અનવસ્થા થશે એટલે અન્ય મંગલ ન કરવાથી તે મંગલ નથી થતું, જેમકે -
ચમંતાક્ષરોન તન્મત્તે ન ચા, ચમકતામાવત, શત્રવત, જો મંગલની અન્ય મંગલવિધાનના અભાવથી થતી અનવસ્થા તમને ઈષ્ટ નથી તો જે રીતે મંગલ શાસ્ત્ર પણ અન્યમંગલ ન કરતા મંગલ નથી થતું તેમ મંગલ પણ અન્ય મંગલ ન કરતાં મંગલ નહિ થાય. બંનેમાં ન્યાય તો સમાન જ છે. હવે એમ કરતાં શું દોષ આવશે? - શાસ્ત્રમાં જે મંગલ કર્યું છે તે અન્યમંગલથી શૂન્ય હોવાથી મંગલ નથી તે મંગલના અભાવે શાસ્ત્ર પણ મંગલ નહિ થાય અથવા તો અનવસ્થા દોષવાળું થાય. એ રીતે મંગલાભાવ પ્રગટ જ છે.
ઉત્તર-૨૦ – તમારી આ ફોગટ કલ્પનાને ધન્યવાદ ! પરમ મંગલસ્વરૂપ આવશ્યકાદિ શાસ્ત્રના સ્વીકાર પછી તેનાથી ભિન્ન મંગલનું ગ્રહણ ન કરવાથી અમંગલતાની શું આપત્તી આવી પડવાની ? અથવા કઈ અનવસ્થા તમે પ્રેરી ? આકાશમાં કચરો ઉડાડવાની જેમ બીજા ઉપર દોષો ઉછાળવાનું જ તમને આવડે છે.
પ્રશ્ન-૨૧ – જો શાસ્ત્ર સ્વયં મંગલ જ છે તો તે મંત્રમા' એ વચનથી ત્યાં મંગલનો શો અર્થ એવા પ્રશ્નનો શું જવાબ આપશો?
ઉત્તર-૨૧ – સાચું છે, પરંતુ શિષ્યની બુદ્ધિમાં એમ થાય કે મેં મંગલ કર્યું છે એટલા માટે જ ત્યાં આદિ, મધ્યમ અને અંતમાં મંગલ કરવું એમ કહ્યું છે, એ સંબંધી સર્વ વિસ્તારને “વીસમમંતિપહિત્યમે તમહાન' વગેરેથી આગળ અમે બધું કહેવાના જ છીએ. ઘણી ઉતાવળ કરવાની જરૂર નથી.
પ્રશ્ન-૨૨ – શાસ્ત્રાર્થથી ભિન્ન એવા મંગલને સ્વીકારવામાં તમને શાસ્ત્રની અમંગલતા કે અનવસ્થાદિ દોષ નહિ આવે એવું તમે શી રીતે કહી શકો?