________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ગ્રહણ કરાય છે, તેથી આવશ્યકનો અનુયોગ કહીશ એમ કહેવાથી નમસ્કારનો અનુયોગ પણ સમજી લેવો.
૧૨
પ્રશ્ન-૧૭ – નમસ્કાર સર્વશ્રુતસ્કંધના અંતર્ગત છે એવું કઈ રીતે માની શકાય ?
ઉત્તર-૧૭ – સકલ માંગલિક વસ્તુઓમાં પ્રથમ મંગલના અધ્યવસાયથી તેને સર્વશ્રુતની આદિમાં ગ્રહણ કર્યું છે. ‘મંગલાણં ચ સવ્વુત્તિ પઢમં હવદ્ મંŕ' એ વચનથી પ્રથમમંગલ ત્વાભિપ્રાયથી સર્વશ્રુતોની આદિમાં નમસ્કારને ગ્રહણ કરવાથી તેની અંતર્ગતતા જણાય જ છે બીજી રીતે પણ એ નંદિઅધ્યયનમાં આવશ્યક-દશવૈકાલિકાદિશ્રુતસ્કંધની જેમ તેમનાથી અલગ ‘શ્રુતસ્કંધ' તરીકે ભણાતો નથી કે જેથી તે એમનાથી અલગ થાય. એ શ્રુતરુપ છે, તેથી ભિન્ન શ્રુતસ્કંધત્વાભાવે એની સર્વશ્રુતસ્કંધ અંતર્ગતતા જ બરાબર છે. તેથી નંદિ અધ્યયનમાં પણ એનું શ્રુતસ્કંધ તરીકે ગ્રહણ પણ સર્વશ્રુતાવ્યંતરતા જણાવવા માટે જ છે.
-
પ્રશ્ન-૧૮ • નંદીમાં જેમ નમસ્કાર ને અલગ નથી જણાવ્યો તેમ ભદ્રબાહુસ્વામીએ પણ કર્યું છે શું ?
ઉત્તર-૧૮ જે કારણથી નંદિમાં એ સર્વશ્રુતાસ્યંતર કહ્યો છે તેમ સામાયિકસૂત્રના અનુગમની આદિમાં ભદ્રબાહુસ્વામી નમસ્કારને વ્યાખ્યેય કહે છે. અર્થવ્યાખ્યાનદ્વા૨થી સામાયિક શ્રૃતાર્થને પ્રગટ કરે છે. જો એ પૃથશ્રુતસ્કંધ હોત તો ‘‘ઞવસ્મયÆ સજાતિઅસ્સ તદ્ ઉત્તરામાઽવારે, સૂવાડે નિન્ગુત્તિ' ઇત્યાદિ ગ્રંથમાં આવશ્યકની નિયુક્તિની પ્રતિજ્ઞા બતાવીને નમસ્કારની નિર્યુક્તિ કરવી અસંગત જ થઇ જાત તેથી જ તે સર્વશ્રુતાન્તર્ગત જણાય છે. એથી એ નિશ્ચિત થયું કે આવશ્યકનો અનુયોગ કરવાની પ્રતિજ્ઞા ક૨વા વડે જ નમસ્કારના અનુયોગની પણ પ્રતિજ્ઞા કરેલી જ સમજવી. વળી નમસ્કાર નિર્યુક્તિના વ્યાખ્યાનના અવસરે ભાષ્યકાર પોતે પણ નમસ્કારનો અનુયોગ ક૨શે.
આ પ્રમાણે ફળ દ્વારની જેમ બીજું યોગ દ્વાર પૂર્ણ થયું.
—
મંગલદ્વાર
પ્રશ્ન-૧૯ – શાસ્ત્રનું મંગલ ક્યાં ઇષ્ટ છે ?
ઉત્તર-૧૯ – – શાસ્ત્રના આરંભમાં, મધ્યમાં, અંતમાં, પ્રથમમંગલ-શાસ્ત્રાર્થના વિઘ્નવિના પાર પામવા માટે, મધ્યમંગલ-તે પ્રથમ મંગલકરણના પ્રભાવથી પરંપરાને પામેલા શાસ્ત્રને વિઘ્ન રહિતપણે સ્થિર કરવા માટે. અંતિમ મંગલ-મધ્ય મંગલના સામર્થ્યથી સ્થિર થયેલા