________________
ગુજરાતી પ્રશ્નોત્તર કહેવાય છે તેટલો કાળ ઓળંગ્યા વિના જે વિચરે એટલે કે વધુમાં વધુ પાંચ અહોરાત્ર એક સ્થળે રહે તે યથાલબ્દિક કહેવાય. તેમને તપ-સત્ત્વાદિ ભાવના જિનકલ્પીની જેમ હોય છે. પાંચ સાધુનો ગણ આ કલ્પ સ્વીકારે છે. જિનકલ્પીની જેમ ગામના છ વિભાગ કલ્પી એકએક વિભાગમાં ઉત્કૃષ્ટ લંદચારી પાંચ-પાંચ દિવસ સુધી ફરે છે. આ કલ્પને સ્વીકારનારા ઓછામાં ઓછા પંદર હોય છે. વધુમાં વધુ બે થી નવ હજાર હોય છે. પૂર્વે સ્વીકારેલા ઉત્કૃષ્ટ-જઘન્યથી બેથી નવ કરોડ હોય છે. આ યથાલંબિક કલ્પી બે પ્રકારના હોય છે. (૧) ગચ્છ પ્રતિબદ્ધ (૨) ગચ્છ અપ્રતિબદ્ધ. એમાં ગચ્છ પ્રતિબદ્ધ હોય તે ફક્ત નહિ સાંભળેલા અર્થના શ્રવણ માટે જ ગચ્છમાં રહે છે. ફરી પાછા એ બે પ્રકારના છે. (૧) જિનકલ્પી યથાલદિક (૨) વિર કલ્પી યથાલદિક. બંનેમાં એટલો ફરક હોય છે કે બંને ગચ્છ અન્યને સોપે છે. પરંતુ વિકલ્પી યથાસંદિક ગચ્છમાં રહીને નિરવદ્યપણે સર્વ પરિકર્મ કરે, વસ્ત્ર-પાત્ર સહિત હોય છે, જે ભવિષ્યમાં જિનકલ્પી થવાના હોય તેમને વસ્ત્ર-પાત્ર ન હોય, શરીરની પ્રતિચર્યા ન કરે. આંખનો મેલ પણ ન કાઢે. બધા રોગોને સહન કરે, ચિકિત્સા ન કરાવે. વિશેષ જાણકારી બૃહત્ કલ્પાદિમાંથી જાણી લેવી.
પૂર્વે કહ્યા પ્રમાણે દીક્ષા અને સૂત્રાધ્યયનરૂપ શિક્ષા ગ્રહણ કર્યા પછી અર્થ ગ્રહણ કરવો, એમ કહેવાથી સિદ્ધ થયું કે સૂત્ર ભણવાનો કાળ પૂરો થયા પછી અર્થના વ્યાખ્યાનનો અનુયોગ થાય છે એટલે અહીં પણ એનો જ પ્રસ્તાવ છે.
પ્રશ્ન-૧૬– પંચપરમેષ્ટિને નમસ્કાર કર્યા પછી તે શિષ્યને આચાર્ય સામાયિકાદિ શ્રત આપે છે અને તેજ ક્રમે અનુયોગ આપે છે એમ કહ્યું પણ જો એમ કહ્યું હોત કે -
आईए नमोक्कारो जइ पच्छाऽऽवासयं तओ पुव्वं । तस्स भणिएऽणुओगो जुत्तो ગાવસંવે તો તે પહેલા નમસ્કાર કરે અને પછી સામાયિકાદિ આવશ્યક અપાય આ ન્યાયથી તો એવું થયું કે પહેલા તે નમસ્કાર કહેવા માટે અનુયોગ કહેવો પછી આવશ્યકનો અનુયોગ કરવો યોગ્ય છે. કારણકે વ્યાખ્યયના અનુરોધથી જ વ્યાખ્યાન થાય છે અને વ્યાખ્યય એવા આવશ્યકની આદિમાં તમે નમસ્કાર કરવાનું માનો છો એથી, આવશ્યકનો અનુયોગ કરાતાં છતાં નમસ્કાર કરવો બરાબર છે. તેથી પ્રથમ ગાથામાં “નમસ્કારના અનુયોગપૂર્વક આવશ્યકનો અનુયોગ કરીશ” એમ કહેવું બરાબર છે.
ઉત્તર-૧૬ – તે નમસ્કાર આવશ્યક-દશવૈ. ઉત્તરાધ્યયનાદિ બધા શ્રુતસ્કંધોના અંતર્ગત છે તેથી આવશ્યકાદિ શ્રુતસ્કંધાનુયોગના ગ્રહણથી ગ્રહણ કરેલો નમસ્કારનો અનુયોગ પણ છે ફક્ત આવશ્યકાદિશ્રુતસ્કંધગ્રહણથી તદન્તર્ગત હોવાથી નમસ્કારને જુદા અનુયોગ સ્વરૂપે ગ્રહણ કર્યો નથી. પરંતુ, આવશ્યકાદિના અનુયોગના ગ્રહણથી નમસ્કારનો અનુયોગ પણ