________________
૧૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
“આ અમારાથી નાનો છે, સરખા પર્યાયવાળો છે, અમારાથી અલ્પશ્રુતવાળો છે એમ જાણી આ નવા આચાર્યનો પરાભવ ન કરશો કેમકે, હવે એ તમારા માટે વધારે પૂજનીય છે.” આ પ્રમાણે શિક્ષા આપી સમુદાયથી નિરપેક્ષ એવો તે મહાપુરુષ ધીરપણે ચાલ્યો જાય.
જિનકલ્પ અંગીકાર કરેલ મુનિ જે ગામમાં માસકલ્પ અથવા ચાતુર્માસ કરે ત્યાં તેના છ ભાગ કહ્યું અને એક-એક ભાગમાં એક-એક દિવસ ગોચરી જાય. આમ, સાતમા દિવસે ફરી તે ભાગમાં ગોચરી જાય. ગોચરી-વિહારાદિ ત્રીજા પ્રહરમાં જ કરે. જ્યાં ચોથી પોરસી શરૂ થાય ત્યાં અવશ્ય ઊભા રહે, ત્યાંથી જરા પણ ખસે નહિ, સાત એષણામાંથી પહેલી બે સિવાયની પાંચમાંથી કોઈ બે એષણાના અભિગ્રહથી અલેપ ભાત-પાણી ગ્રહણ કરે. એષણાદિના કારણ સિવાય કોઈની સાથે બોલે નહિ, એક વસતિમાં વધુમાં વધુ સાત જિનકલ્પી રહે. પણ એક-બીજા સાથે વાત ન કરે. ઉપસર્ગ - પરિષહ વગેરે સહન જ કરે. રોગાદિમાં ઔષધાદિ ન જ કરાવે, સમ્યફ પ્રકારે વેદના સહે. આપાત-સંલોક વગેરે દોષ રહિત સ્થળે-લઘુનીતિ-વડીનીતિ કરે ઇત્યાદિ જિનકલ્પનો વિધિ આગમથી જાણવો.
જિનકલ્પી માટે શ્રુત જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીનું અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન દશમા પૂર્વ સુધીનું હોય છે. પ્રથમ સંઘયણ હોય, કલ્પસ્વીકારની સ્થિતિ પંદર કર્મભૂમિમાં હોય અને સંહરણથી અકર્મભૂમિમાં પણ હોય, ઉત્સર્પિણી કાળમાં જિનકલ્પવાળા ત્રીજા-ચોથા આરામાં જ હોય. જન્મથી તો બીજા આરામાં પણ હોય, તથા સંહરણથી તો સર્વકાળમાં હોય. જિનકલ્પ અંગીકાર કરનારા સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્રમાં અને સ્વીકાર કરેલા તો સૂક્ષ્મ સંપરામતથા યથાખ્યાત ચારિત્રમાં પણ ઉપશમશ્રેણી પામેલા હોય તો હોય છે ક્ષપકશ્રેણી પામતા નથી. તે અંગીકાર કરનારાઓની સંખ્યા ઉત્કૃષ્ટથી બસો થી નવસો હોય છે. પૂર્વે સ્વીકારેલા ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર હોય છે. ઘણું કરીને અપવાદ સેવતા નથી, જંઘાબળ ક્ષીણ થતાં એક સ્થાને રહેવા છતાં આરાધક હોય છે. આવશ્યિકી – નૈષેલિકી - મિથ્યા દુષ્કૃત - ગૃહી વિષય પૃચ્છા – ગૃહસ્થોપસંપર્ આ પાંચ સામાચારી એમને હોય છે. ઈચ્છા – મિચ્છાદિ બીજી પાંચ સામાચારી હોતી નથી. કોઈક આચાર્ય કહે છે – આવશ્યિકી – નૈષેલિકી અને ગૃહસ્થોપસંપતુ એ ત્રણ સામાચારી જ એમને હોય છે. તેઓ દરરોજ લોચ કરે છે, વધુ હકીકત શાસ્ત્રમાંથી જાણવી.
પરિહારવિશુદ્ધિ કલ્પની સામાચારી વગેરે આ ગ્રંથમાં પરિહાર વિશુદ્ધિ ચારિત્રના પ્રકરણમાં આગળ કહેવાશે.
હવે, સંક્ષેપથી યથાલદિકની સામાચારી જણાવે છે. પાણીથી ભીંજવેલો હાથ જેટલા કાળમાં સુકાય તેટલા કાળથી માંડીને પાંચ રાત્રિ-દિવસનો જે કાળ તે સિદ્ધાંતમાં લંદ