________________
ગુજરાતી પ્રશ્નોત્તર
(૨) સત્ત્વભાવના ભયનો પરાજય કરે. આ ભાવના પાંચ પ્રકારની છે. (૧) રાત્રિએ જ્યારે બધા સાધુઓ સુઈ જાય ત્યારે પોતે એકલા જ ઉપાશ્રયમાં કાઉસ્સગ્ન કરે. (૨) ઉપાશ્રયની બહાર કાઉસ્સગ્ન કરે. (૩) ચોકમાં રહીને કાઉસ્સગ્ન કરે. (૪) શૂન્યધરોમાં અને (૫) સ્મશાનમાં રહીને કાઉસ્સગ્ન કરે.
(૩) સૂત્રભાવના : પાંચ સત્ત્વભાવનાઓથી આત્માને ભાવિત કરી પછી સૂત્રથી ભાવિત કરે. તે પણ એવી રીતે કે પોતાના નામની જેમ સૂત્રને એવું પરિચિત કરે કે સૂત્ર પરાવર્તન કરવાના અનુસારે રાત્રે કે દિવસે ઉચ્છવાસ-પ્રાણ-સ્તોક-લવ-મુહૂર્ત વગેરે કાળ સારી રીતે જાણી શકે.
(૪) એકત્વભાવનાઃ એક સમુદાયના સાધુ આદિ સાથે પણ પૂર્વે થયેલા આલાપસંલાપ-સૂત્રાર્થ પ્રગ્ન-વાદિ સર્વે સંબંધોનો ત્યાગ કરે. આ રીતે બાહ્ય મમત્વ છે. પછી શરીર-ઉપાધિ આદિથી પણ પોતાને ભિન્ન જુએ, એ રીતે સર્વ વસ્તુ ઉપરની આસક્તિમમત્વનો સર્વથા ત્યાગ કરી આત્માને એકત્વ ભાવનાથી ભાવિત કરે.
(૫) બળભાવનાઃ બળ બે પ્રકારે છે. શારીરિક બળ અને માનસિક બળ – ધીરજ બળ. જિનકલ્પ સ્વીકારનાર મુનિનું શારીરિક બળ બીજા સામાન્ય મનુષ્ય કરતાં વિશેષ હોવું જોઈએ, જો કે તપસ્યાદિથી કૃશ થયેલાનું શારીરિક બળ જોઈએ તેવું નથી હોતું છતાં પણ માનસિક વૈર્યબળ એવું હોય કે મોટા પરિષહ અને ઉપસર્ગોથી પણ પરાભવ ન પામે. આ રીતે, બળભાવનાથી આત્માની તુલના કરે. - આ પાંચ ભાવનાથી ભાવિતાત્મા જિનકલ્પ સમાન હોઈ ગચ્છમાં રહી પ્રથમ આહારાદિની ભાવના કરે. એટલે ત્રીજી પોરસી એ આહાર લે તેમાં વાલ-ચણા વગેરે ગૃહસ્થોએ ફેંકી દેવા લાયક લુખ્ખો આહાર લે. આ એષણાના સંબંધમાં કહ્યું છે કે “સંસૃષ્ટઅસંસૃષ્ટ-ઉધૃત-અલ્પલેપ-ઉદ્ગહીત-પ્રગૃહીત અને ઉતિધર્મ” આ સાત પ્રકારની પિષણામાંથી પ્રથમ બે સિવાયની કોઈપણ બે એષણાનો અભિગ્રહ કરી એક એષણા વડે ભોજન અને બીજી વડે પાણી ગ્રહણ કરે. આમ, શાસ્ત્રોક્ત વિધિથી ગચ્છમાં રહીને આત્માને બરાબર ભાવિત કરે. તે પછી સંઘને એકઠો કરે. તેના અભાવે પોતાના ગચ્છને તો અવશ્ય ભેગો કરે. પછી તીર્થંકર પાસે, તે ન હોય તો ગણધર પાસે, તે ન હોય તો ચૌદ પૂર્વધર પાસે તે પણ ન હોય તો દશ પૂર્વધર પાસે અને તેમનો પણ અભાવ હોય તો વડ, પીપળો કે અશોક વૃક્ષની નજીક જઈને જિનકલ્પ સ્વીકાર્યા પહેલાં પોતાના પદે સ્થાપેલા આચાર્યને, બાલ-વૃદ્ધ સહિત ગચ્છને તથા વિશેષમાં જે પૂર્વમાં પોતાનાથી વિરોધવાળા હોય એવાને ખમાવે - પછી આચાર્યાદિ સર્વેને યોગ્ય શિખામણ આપી બીજા મુનિઓને કહે કે –