________________
ગુજરાતી પ્રશ્નોત્તર
દ્રવ્ય કહેવાય છે. કેમકે, જે પર્યાયોનું દ્રવ્ય દ્વારા ગ્રહણ-મોચન થાય છે તે પર્યાયો દ્વારા દ્રવ્યનું પણ ગ્રહણ-મોચન થાય છે. (૩) સત્તાનો અવયવ અથવા (૪) સત્તાનો વિકાર પણ દ્રવ્ય કહેવાય છે. કારણ કે, દ્રવ્યો જાતિરૂપ મહાસત્તાના અવાંતર સત્તારૂપ અવયવો કે વિકારો જ છે. (૫) સ્વરૂપાદિ ગુણોનો જે સમુદાય તે દ્રવ્ય. (૬) ભવિષ્યત્ પર્યાય અને (૭) ભૂતપર્યાયને જે યોગ્ય હોય તે દ્રવ્ય. જેમ કે ભવિષ્યમાં રાજ્ય પર્યાયને પામવા યોગ્ય રાજકુમાર ભાવિ રાજા કહેવાય. તેથી તે દ્રવ્ય રાજા કહેવાય. પહેલાં જે ઘડામાં ઘી ભરેલું હોય તે અત્યારે ખાલી હોય તો પણ ઘી ના ઘડા તરીકે ઓળખાય છે. એ રીતે ભાવિભાવ અને ભૂતભાવને યોગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. ભૂત-ભાવિભાવને યોગ્ય હોય તેને દ્રવ્ય ન જ કહીએ અને ભૂત-ભાવિ ભાવવાળાને જ દ્રવ્ય કહીએ તો જગતમાં રહેલા સર્વે પુદ્ગલાદિક દ્રવ્યોએ સર્વપદાર્થોના સર્વપર્યાયો અનુભવેલા અથવા અનુભવવાના હોવાથી દ્રવ્ય કહેવાય. આમ, ન થઈ શકે માટે જે ભૂત-ભાવિ ભાવને યોગ્ય હોય તે જ દ્રવ્ય કહેવાય.
દ્રવ્ય મંગલનું સ્વરૂપ ઃ
દ્રવ્યમંગલ ૨ પ્રકારે હોય છે - (૧) આગમાશ્રયી, (૨) નોઆગમાશ્રયી.
(૧) આગમાશ્રયી - મંગલ શબ્દના અર્થરૂપ જ્ઞાનનું સ્વરૂપ અહીં અભિપ્રેત છે તેને આશ્રયી ‘દ્રવ્ય’ દ્રવ્યમંગલ, મંગલ શબ્દાર્થનું પ્રરૂપક અનુપયુક્ત તેમજ મંગલશબ્દાનુવાસિતમંગલશબ્દાર્થજ્ઞાનાવરણક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી રંગાયેલા મનવાળો, અર્થાત્ મંગલ શબ્દાર્થરૂપ જ્ઞાનની લબ્ધિ જેમાં રહેલી છે એવો વક્તા અને તેના સંબંધી જે મંગલ તે દ્રવ્ય મંગલ.
પ્રશ્ન-૩૦ – જો મંગળ શબ્દના અર્થનું જ્ઞાન એ આગમ હોય તો તેને દ્રવ્ય મંગલ કેમ કહેવાય, કારણ કે આગમ તો જ્ઞાન હોવાથી ભાવમંગળ રૂપ છે તેને દ્રવ્ય મંગળરૂપ કેમ કહેવાય ? અને જો દ્રવ્ય મંગળ છે તો આગમ કેમ કહેવાય ?
૧૯
ઉત્તર-૩૦ મંગળ શબ્દના અર્થના જ્ઞાન સહિત છતા, મંગલશબ્દાર્થ જ્ઞાનાવરણ ક્ષયોપશમવાળો પણ જો ત્યાં મંગલ શબ્દના અર્થમાં ઉપયોગવાળો ન હોય તો તે ‘દ્રવ્યમંગલ' છે ‘અનુપયોગો દ્રવ્યમ્’ એ વચનાનુસારથી મંગલ શબ્દાર્થને જાણતો છતાં ત્યાં ઉપયુક્ત, તેની પ્રરૂપણા કરતો મંગલ શબ્દાર્થ જ્ઞાન રહિત પણ આગમથી દ્રવ્યમંગલ જ છે.
-
-
• આ આગમ કયો છે જેને આશ્રયી આ દ્રવ્યમંગલ કહેવાય છે ?
પ્રશ્ન-૩૧ ઉત્તર-૩૧ – મંગલશબ્દાર્થજ્ઞાન.