________________
Charity begins at home” ઘર આંગણેથી જ શુભ શરૂઆત થવી જોઈએ. એવા શુભાષિતને યથાર્થ રીતે પરિપૂર્ણ કરવા સૌ પ્રથમ અમારા મલાડ સંધના જ સહકાર્યકર રાજગરાડી નિવાસી ધર્મપ્રેમી, ગુણશીલ યુવાન, ઉદ્યોગપતિ શ્રી નટવરલાલ તલકચંદ શાહે પોતાના પરિવારના તેમજ કુટુંબીજનોના કોય અર્થે સ્વેચ્છાએ આવા શાસન પ્રભાવનાના શુભ કાર્યના પ્રકાશક તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રૂપિયા પંદર હજાર એક જેવી માતબર રકમ નોંધાવી, આ મંગલ કાર્યના મુખ્ય પ્રણેતા બની બીજા દાતાઓને પણ પ્રેરણા આપવા ધન્ય બન્યા. સાથોસાથ ઉદાર દિલી, દાનવીર જ્ઞાનપ્રેમી એવા શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈ જેઓએ બેરીવલી મુકામે શારદા દર્શન ગ્રંથના ઉદઘાટન પ્રસંગે જાહેરમાં મલાડ સંધના કાર્યકર્તાઓને આગામી મલાડ ચાતુર્માસના વ્યાખ્યાન વાણીના ગ્રંથને પ્રકાશિત કરવા પ્રેરણા આપેલ. સાથોસાથ દ્રવ્ય સહાયક થવા તેઓ શ્રી એ પણ રૂ. અગિયાર હજાર એક જેવી માતબર રકમ આપી આ શુભ કાર્યને વેગ આપેલ તે નોંધ પ્રસંશા પાત્ર છે. આવા પ્રવચન પ્રકાશનના દરેક ગ્રંથમાં શરૂઆતથી જ તન મન અને ધનથી સહાયક બનવા હરહંમેશા તત્પર રહેતા એવા ધર્મકોઠી દાનવીર શેઠશ્રી મણીલાલ શામજીભાઈ વીરાણી તેમજ ધર્મપ્રેમી સજ્જન શ્રી ગીરજાશંકર ખીમચંદભાઈ શેઠ તથા શ્રી છગનલાલ શામજીભાઈ વીરાણીના સુપુત્રો તેમજ વાંકાનેર નિવાસી ઉદ્યોગપતિ, શાહ સોદાગર ધર્મપ્રેમી શ્રી રસીકલાલ ન્યાલચંદ દોશી તથા હિંમતલાલ ન્યાલચંદ દોશીની બંધુબેલડી તેમજ મલાડ સંધના પ્રાણ સમાનશ્રી ઉંમરશીભાઈ ભીમજીભાઈ વીરા સંધ પ્રમુખ તથા અન્ય દેતાઓ જેઓની નામાવલી સવિસ્તૃત આ પુસ્તકમાં છાપવામાં આવેલ છે. તેઓને સધર પીઠબળ અને સહકાર બદલ ધન્યવાદ આપીએ તે અસ્થાને નહીં જ ગણાય.
“યથા નામ તથા ગુણ” પંકિત અનુસાર આ ગ્રંથનું નામ આપવા અમે ખૂબ જ વિચારણું કરતા જેમ ગુલાબ અને તેની મધુર સુવાસમાં એકત્વ દેખાય છે છતાં પણ બંને ભિન્ન પણ છે. બંનેમાં અંતર પણ છે. ગુલાબ ખીલે છે, ખીલીને કરમાય છે ને એક દિવસ ખત્મ થઈ જાય છે પણ તેની સુવાસ અમર રહે છે, તેવી રીતે વ્યકિત અને વ્યકિતત્વમાં એકત્વ દેખાય છે છતાં બંને એકબીજાથી ભિન્ન છે. વ્યક્તિનું વ્યક્તિત્વ વ્યાપક, અક્ષય, અવિનાશી અને અમર છે. બીજી રીતે વ્યક્તિત્વ એ વ્યક્તિની સુવાસ છે. આ કારણે તદુપરાંત પૂજ્ય મહાસતીશ્રીઓ મુંબઈને છ વર્ષ સુધીને મુકામ પૂર્ણ કરી અનેક આત્માઓને ધર્મ લાશ આપી અનેક સંઘો ઉપર ઉપકાર કરીને ગુજરાત ભણી પ્રયાણ કરતા પહેલા મુંબઈના છેલ્લા ચાતુર્માસને મલાડ સંધને લાભ આપીને જતા હોય ત્યારે તેઓશ્રીને જે યશધ્વજ ભારતના ખૂણે ખૂણે હિલેળા મારતે ફરકી રહેલ છે. તેમાં સવિશેષ તેમના વ્યાખ્યાન વાણીની આધ્યાત્મિકતા સંસ્કૃતિ સૌરભની “સુવાસ” સર્વત્ર ફેલાય અને પૂજ્ય મહાસતીશ્રીઓની ગેરહાજરીમાં શુભ સંદેશ રૂપી સુવાસ ઘેર ઘેર પહોંચાડી શકાય એવા ઉચિત હેતુસર આ ગ્રંથનું નામ “ શારદા સુવાસ” એ ખરેખર યોગ્ય અને યથાર્થ છે જ, - સૂત્ર આગમ વિગેરે શાસ્ત્રોમાંથી ઉદગમ પામેલ વિશાળ જ્ઞાનનો પટ તેમજ ઉંડા અધ્યયન ધરાવતી પૂ. મહાસતીશ્રીની વિચારધારાઓમાંથી વહેતા પાણીનો પ્રવાહ શ્રોતાઓના કર્ણપટ પર અથડાતા મંત્રમુગ્ધ બની જાય એવા પ્રાતઃ સ્મરણીય વાત્સલ્ય વિભૂતિ, કરૂણામૂર્તિ, મહાવિદુષી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીશ્રીથી જૈન તથા જૈનેતર સમાજ સુપરિચિત છે જ, તેથી અમારે સંઘની આગ્રહ ભરી પ્રથમ મુંબઈ પધારેલ ત્યારની વર્ષો જુની વિનંતીની અનુમતિ સં - ૨૦૩૪માં મળતા અને તે ચાતુર્માસ કે જે તેઓશ્રી મુંબઈથી વિદાય થતા છેલ્લા ચાતુર્માસને લાભ મળતા અમારા સંધના ધર્મપ્રેમી