________________
નમ્ર નિવેદન - અમારા ક્ષેત્રના મહાપુણ્યના યોગે ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ સિધ્ધાંત મહેદધિ બા. બં, પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા પ્રખર વ્યાખ્યાતા, જૈન શાસનના - ઝળહળતા સિતારા, શાસનરત્ન, મહાવિદુષી બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસંતીજી આદિ ઠાણું . -૧૧નું મંગલ ચાતુર્માસ અમારા શ્રી સંઘની જુની સતત માંગણી સં. ૨૦૩૪માં પ્રાપ્ત થતા જ
મલાડ સંઘના ધર્મપ્રેમી ભાઈ-બહેનના હૈયા પરમ હર્ષથી પુલકિત બની ગયા. પૂજ્ય શારદાબાઈ - મહાસતીજી જૈન સમાજના ખ્યાતનામ સતીશ્રીઓ અને વિશિષ્ટ પ્રવચનકારમાંથી એક અને અપ્રતિમ
છે. તેમનું પિતાનું મૌલિક ચિંતન અને આધ્યાત્મિક વાંચન ગહન છે. તેમની ભાષા શૈલી લાલિત્યપૂર્ણ. માધુર્યગુણ સંયુક્ત પરિષ્કૃત છે. તેમના ભાવમાં ગાંભીર્ય ઉંડાણુ અને તલસ્પર્શી અવગાહના પણ છે, તેથીજ તેમના પ્રવચનો સાંભળવાનો સુયોગ અને અવસર એટલે જીવનને અણમોલ (હાવો એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી.
આજ સુધીમાં મુંબઈ તથા સૌરાષ્ટ્રના ચાતુર્માસ દરમ્યાનના પૂ. શારદાબાઈ મહાસતીજીના પ્રવચનોના દશ દશ દળદાર ગ્રંથે બહાર પડી ચૂક્યા છે. જે અતિ કપ્રિયતાના કારણે અપ્રાપ્ય બની ગયેલ છે. અમારાં શ્રી સંઘના અહેભાગ્યે પૂજ્ય શારદાબાઈ મહાસતીજીના અણમેલ ચાતુર્માસને લાભ મ છે. જેવી રીતે કેતકીની મીઠી એક વહેવા લાગે ત્યારે શું ભ્રમર ચૂપ બેસી શકે? આમ્રવૃક્ષ પર મંજરી આવ્યા પછી કોયલડી મૌન સેવી શકે? આકાશમાં વાદળની ઘનઘેર ઘટી છાયા પછી શું કેતકી નૃત્ય વિના રહી શકે ? અષાઢી મેઘની ગર્જના સાંભળ્યા પછી શું કેશરી નિદ્રા લઈ શકે? આમ પશુપક્ષી પણ સમય ચૂકતા નથી તે પછી મલાડ સંઘ પ્રાપ્ત થયેલ આવા સુઅવસરને ચૂકે ? હરગીઝ નહિ, તેથી મલાડ સંઘના જ્ઞાન પિપાસુ આત્માઓ મળેલી સુવર્ણ તકને કેમ જતી કરે ? તેથી બહુજનહિતાય, બહુજન સુખાય એ પંક્તિ અનુસાર મલાડ સંઘને આંગણે મંગલ ચાતુર્માસના ધાર્મિક દિવસોમાં
ય શ્રી શારદાબાઈ મહાસતીજીના સ્વમુખેથી ઝરતી અમીધારાને પત્રાવલીમાં ઝીલીને ગ્રંથસ્થ કરી જેને લાભ શ્રોતાજને સુધી જ મર્યાદિત ન રહેતા જૈન જૈનેતર મુમુક્ષો સુધી વિસ્તરે અને મલાડ શ્રી સંધનું ચાતુર્માસ સદૈવ યાદ સ્મૃતિમાં રહે અને સુવર્ણાક્ષરે અંકિત થાય એવી મંગલ ભાવના ઘણય મહાનુભાવમાં જાગૃત થઈ. આ મંગલ કાર્યને મૂર્ત સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો.
જિનવાણુના પ્રસાર દ્વારા અજ્ઞાનરૂપી પાષાણને ભેદી જીવાત્માને ધર્મનું જ્ઞાન પમાડી આત્માની મુક્તિ અર્થે તેના હદય દ્વાર ખોલવાના હેતુથી લગભગ ૧૦૦૦ પૃષ્ઠવાળું સુંદર, સુઘડ અને મજબૂત બાઈન્ડીંગવાળો અમૂલ્ય પ્રવચન ગ્રંથ તૈયાર કરવા પાછળ આજની કારમી મોંધવારીમાં સહેજે આશરે કિંમત રૂ.૨૦- થાય. પરંતુ અધિક જનસમુદાય સહેલાઈથી લાભ મેળવી શકે તેવા શુભ હેતુથી આ ગ્રંથ ફક્ત રૂ. આઠની નજીવી કિંમતે આપવું એવું નક્કી કરાયું. સાથોસાથ આ ગ્રંથની ઓછામાં ઓછી આઠ હજાર પ્રતો છપાવવી એવું પણ નક્કી કરાયું ચા ભાવ ચર્ચ નિષિ મવતિ તો જેવી શુભભાવનાઓને સંક૯પ કરવામાં આવે તેવી ભાવના અવશ્ય ફળે છે જ એ સૂત્ર અનુસાર પોતાની સંપત્તિને સદુપયોગ કરી જ્ઞાનદાનને અલભ્ય લાભ મેળવવા જૈન સમાજના દાતાઓએ દાનને સ્રિોત વહેવડાવી અમારા ભગીરથ કાર્યને સહેલુ કરી આપ્યું તેથી તેઓશ્રીએામાં કેવી ગુણાનુરાગીતા હશે અને આ ગ્રંથને મૂર્તિમંત બનાવવા તેઓને કેવા ઉચ્ચતમ અપૂર્વ ભાવો હશે તે આ ઉપરથી આપ ક૯પી શકશે,