________________
[ ૬૬ ] આકાશને જોવા માટે કયારેય સમર્થ નહીં થઇ શકે. કારણ એ છે કે એકરાજ એ અસંખ્ય એવા અબજો માઇલ પ્રમાણનું છે.
ચૌદરાજ પ્રમાણ અને લોકપ્રસિદ્ધ ભાષામાં બ્રહ્માંડ એટલે કે દૃશ્ય-અદૃશ્ય અખિલવિશ્વની ખૂબી તો જુઓ, આવા ચૌદ૨ાજલોક પ્રમાણ આકાશને તળિયેથી ટોચ સુધી પહોંચી જવું હોય તો અર્થાત્ મોક્ષે પહોંચવું હોય તો એક શક્તિ એવી છે કે જે આંખના એક પલકારાના અસંખ્યાતમાના એકભાગમાં પહોંચી જાય છે. આ શક્તિ કઈ ? આ શક્તિ બીજી કોઇ નથી પણ આત્માની પોતાની ચૈતન્યશક્તિ જ. જો કે આત્મા તળિયાથી લઇને સાતરાજ સુધીના ક્ષેત્રમાંથી મોક્ષ માટે પ્રયાણ કરવાનો અર્થાત્ ગતિ કરવાનો અધિકારી છે. કેમકે મોક્ષ મનુષ્યલોકમાંથી અને તેમાંય મનુષ્યલોકની અતિમર્યાદિત જગ્યામાંથી જ જઇ શકે છે પણ એટલાય મનુષ્યલોકથી સાતરાજ મોક્ષ દૂર છે. જીવ સંસારનો પૂર્ણ અન્ત જયારે કરે છે ત્યારે છેલ્લી ક્ષણે કાયમને માટે સ્થૂલ અને સૂક્ષ્મ બંને શરીરનો સંબંધ છોડી દે છે. જ્યારે તે અશરીરી બને છે એ જ ક્ષણે તે અસંખ્ય કોટાનુકોટી માઇલો સુધી એટલે એક સેકન્ડના અનેક અબજોના એકભાગના સમયમાં મોક્ષે પહોંચી જાય છે. આટલી ગહન અકલ્પનીય, અદ્ભુત, કયાંય જાણવા-વાંચવા ન મળે તેવી વાત તીર્થંકરોના કેવળજ્ઞાને આપણને જણાવી છે, સર્વજ્ઞથી જ દૃષ્ટ વાત અસર્વજ્ઞો કદી જાણી શકે નહિ એટલે આ વાત ધરતી ઉપરના કોઇ ગ્રન્થ કે પુસ્તકમાં તમને નહીં મળે, એ ફક્ત સર્વજ્ઞોપદિષ્ટ જૈન આગમાદિ શાસ્ત્રોમાં જ મળશે.
આ અનાદિકાળના મોહમાયામાં પડેલો આત્મા બાહ્ય દૃષ્ટિના આવિષ્કારો અને ચમત્કારો જોઇને મુગ્ધ બની જાય તે સ્વાભાવિક છે પણ સહુ કોઇ આત્માની અનંત-અગાધ શક્તિને જાણે, સમજે અને અંતિમ ભવમાં તેનો સાક્ષાત્કાર કરવા શીઘ્ર ભાગ્યશાળી બને એ જ એક શુભકામના !
*
જાણવા જેવી એક અગત્યની વાત
* મનુષ્યના શરીરથી એક અન્ય શરીરની વાત
આ સંગ્રહણીનો ગ્રંથ અનેક વિષયોની ખાણ જેવો છે એટલે તેનો અભ્યાસ કર્યા પછી, વાંચન કર્યા પછી વાચકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે. અહીં અત્યારે બુદ્ધિમાન વાચકો માટે એક નાનકડો વિચાર રજૂ કર્યો છે.
વિશ્વમાં ઘણાં ધર્મો, ઘણાં સમાજો અને ઘણી વ્યક્તિઓ એવી પણ છે કે જે પ્રત્યક્ષ દેખાતી વસ્તુમાં જ વિશ્વાસ કરે છે. જેમકે–મનુષ્યો, પશુ–પક્ષીઓ, પ્રાણીઓ અને જંતુઓ. એ બધાં નજરે દેખાય છે તેથી તેનો તે સહસા સ્વીકાર કરે છે પણ દેવો અને પાતાલમાં રહેલાં નારકો દેખાતા નથી તેથી તેના ઉપર વિશ્વાસ કરતાં નથી.
જૈનોએ અખિલ બ્રહ્માંડમાં ચાર ગતિનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. ૧. મનુષ્યગતિ ૨. તિર્યંચગતિ (પશુ-પક્ષી–પ્રાણીઓ વગેરે) ૩. દેવગતિ (સ્વર્ગ વગેરે) અને ૪. નરકગતિ.
અહીં અતિ સંક્ષેપમાં વૈજ્ઞાનિકો, બુદ્ધિમાનો માટે એક નવા શરીરના અસ્તિત્વ તરફ ધ્યાન દોરૂં છું.
આ વિશ્વમાં અર્થાત્ અખિલ બ્રહ્માંડમાં ઉપર–નીચે કે ચારેય બાજુ વિશ્વ જાતજાતનાં પુદ્ગલ પરમાણુઓથી ભરાઈ ગયું છે, છવાઈ ગયું છે તેમાં ઔદારિક અને વૈક્રિય પુદ્ગલો આ બંને પુદ્ગલોનું સ્થાન દેખીતી રીતે ઘણું મોટું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org