________________
[ ૬૪ ) મુનિજીએ પાલીતાણામાં સં. ૧૯૮૬માં ૧૪ વરસની ઉંમરે સંસારીપણામાં પ્રથમ સંગ્રહણીની ૩૪૯ ગાથા કંઠસ્થ કરી, તે પછી સંગ્રહણી ગ્રન્થનું અધ્યયન પૂ. ગુરુદેવ ધર્મવિજયજી મહારાજ પાસે કર્યું. તે પછી તેનું ભાષાંતર દીક્ષા ગ્રહણના પ્રથમ વર્ષમાં જ અતિ સંવત ૧૯૮૭માં જ્યારે ઉંમર માત્ર ૧૫ વરસની હતી ત્યારે મહુવા (સૌરાષ્ટ્ર)માં શરૂ કર્યું. ૧ વરસ સુધી થોડું થોડું લખતા રહ્યા, ત્યારબાદ વિહારના કારણે બે વર્ષ બંધ રહ્યું. વળી પાછું શરૂ કર્યું અને વિ. સં. ૧૯૯૧ના અંતમાં દભવતી-ડભોઇ મંડન પરમપ્રભાવક શ્રી લોઢણપાર્શ્વનાથ ભગવાન વગેરે ઈષ્ટ દેવો અને ડભોઇમાં જ સ્વર્ગવાસી બનેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુદેવ, ભગવતીજી મા પદ્માવતી તથા સરસ્વતીજી વગેરેની કૃપા-સહાયથી પૂરું કર્યું. કટકે કટકે ભાષાંતર કરતાં ૧૯ વરસની ઉંમરે પૂર્ણ કર્યું , લેખકના સમર્થ વિદ્વાન ગુરુદેવ તત્ત્વજ્ઞ પૂજ્ય મુનિશ્રી ધર્મવિજયજી મહારાજે સમગ્ર લખાણનું સંશોધન કર્યું અને જરૂરી સુધારા કર્યા. પૂજ્યપ્રવર ઉપાધ્યાયજી શ્રી પ્રતાપવિજયજી મહારાજે પણ સિંહાવલોકન કરી સૂચનો કર્યા. પૂજ્ય દાદાગુરુજીએ નજર નાંખી, ત્રણેય ગુરુદેવોએ આશીવદપૂર્વક ખૂબ જ પ્રસન્નતા દશવી. પછી સં. ૧૯૯૩માં ભાવનગરના નવા જ શરૂ થએલા સુપ્રસિદ્ધ “મહોદય’ પ્રેસમાં છાપવા માટે ધમત્મા શ્રી ગુલાબચંદભાઇને પ્રેસકોપી આપી. મુદ્રણ કાર્ય તીવ્ર ગતિએ શરૂ થયું. પૂફો મુનિજી અને બંને ગુરુમહારાજો પણ જોતા હતા. કિલષ્ટ મુદ્રણ હોવા છતાં પણ પ્રેસે આ કાર્યને પોતાનું જ માનીને ખૂબ જ લગનીથી આ દળદાર ગ્રંથ સં. ૧૯૯૫માં પૂરો છાપી આપ્યો. પછી ઉત્તમ બાઈન્ડીંગ, સુંદર ગેટઅપ, શ્રેષ્ઠ કાગળો વગેરેથી સવાંગસુંદર ૮૦૦ પાનાંનો પ્રસ્તુત ગ્રન્થ તીર્થક્ષેત્ર પાલીતાણામાં ચંપાનિવાસ ધર્મશાળામાં રહેલા પૂજ્ય ગુરુદેવોના નેતૃત્વમાં સાનન્દ પ્રકાશિત થયો. તે વખતે ઉદ્ઘાટન સમારંભ કરવાની ખાસ પ્રથા ન હતી. આ ગ્રન્થ મુનિજીને વૈવિધ્યનો શોખ એટલે લેઝર પેપર, ચાર રંગના. આર્ટ પેપર, એન્ટિક વગેરે પેપર ઉપર પણ છાપ્યો હતો. વિવિધ કાગળોની નકલો આજે પણ વિદ્યમાન છે. જ્યારે સાહિત્યમંદિરમાં આ ગ્રન્થ પ્રકાશિત થયો ત્યારે અનુવાદક મુનિજીની ઉંમર માત્ર ૨૨ વર્ષની જ હતી.
આ ભાષાંતરમાં ભૂગોળ, ખગોળ અને ચૌદરાજના સ્થાનવર્તી એક કલરથી માંડી ચાર કલરનાં ૬૪ ચિત્રો હતાં. આ ચિત્રો પણ મુનિજીએ ખુદ પોતાના હાથે કરેલાં છે. આટલી નાની ઉંમરમાં ભૂગોળ, ખગોળ વગેરે વિષયોને લગતાં ચિત્રોની કલ્પના સાકાર કરવી, હાથથી ચીતરવાં એ ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું છતાં તેઓશ્રીએ તે કાર્ય પાર પાડ્યું. તે પછી બીજી આવૃત્તિ માટે ડભોઇના કુશળ ચિત્રકાર શ્રી રમણિક શાહ પાસે નવાં ચિત્રો તૈયાર કરાવ્યાં.
મુનિજીને ચિત્રકલાનો રસ ખરો પણ સ્કૂલમાં ભણતા ત્યારે તો ચિત્રકામમાં પિરિયડ ભરતા જ ન હતા પણ ગતજન્મનો સંસ્કાર એટલે સ્વયં સૂઝથી ચિત્રોનું કામ પાર પાડેલું હતું. આ ચિત્રોમાં જે કલરચિત્રો છે તે રંગીન પેન્સિલથી બનાવ્યાં હતાં પણ રંગથી નહિ. તે વખતે બજારમાં રંગો મળવાની અનુકૂળતા ઓછી હતી.
૧૨ વરસની ઉંમરથી જ વણશીખ્યા ગતજન્મના કલાના થોડા સંસ્કાર સ્વાભાવિક હતા અને ચિત્રોનકશાઓ બનાવવામાં કુશળ કલારસિક પોતાના વિદ્વાન ગુરુદેવ વગેરેનો પૂરો સાથ સહકાર હતો. એ કારણે પોતાની સૂઝ-બૂઝ આવડત અનુસાર ચિત્રો પણ બનાવ્યાં. જેનસમાજના ઇતિહાસમાં પ્રથમવાર આવાં ચિત્રો બન્યાં એમ કહીએ તો ખોટું નથી. ૧૫ થી ૧૯ વરસ સુધીની નાની ઉંમરમાં ૩૪૯ ગાથાવાળા મહાન સુપ્રસિદ્ધ ગ્રન્થનું ભાષાંતર, અભૂતપૂર્વ ૭૦ ચિત્રો, અનેક વસ્ત્રો તથા પાંચ પ્રકારે મુદ્રણ તેમજ તત્ત્વજ્ઞાનના ગણિતાનુયોગપ્રધાન વિષયનું નાની ઉંમરે બહુ જ અલ્પ સમયમાં દુર્બળ શરીર છતાં ઉત્કટ પરિશ્રમ કરીને ભાષાંતર કરવું એ એક સાધારણ બાબત નથી. પરંતુ ગતજન્મની જ્ઞાનસાધના, શાસનદેવ અને ગુરુકૃપાથી મળેલ વિચક્ષણ-વિશિષ્ટ બુદ્ધિવૈભવ, સવાંગી સૂઝથી અતિપરિશ્રમસાધ્ય, ભવ્ય કાર્ય પૂર્ણ થયું , નહીંતર દુર્બળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org