________________
| દર ] જીવો આ સંસારમાં છે, જેને કોઇ યન્ત્ર કે માનવચક્ષુ જોઇ શકે તેમ નથી. આવા જીવોને શાસ્ત્રમાં નિગોદ’ નામ આપ્યું છે અને તે જીવો સમગ્ર બ્રહ્માંડમાં યત્ર, તંત્ર, સર્વત્ર ઠાંસીઠાંસીને ભર્યા છે.
ત્રણેયકાળમાં જ્યારે જ્યારે પ્રશ્ન થશે કે આ સંસારમાં નાનામાં નાનું શરીર ધારણ કરનારો જીવ કોણ ? તો ત્રણેયકાળમાં તેનો એક જ જવાબ હશે કે નિગોદનો જીવ.
હવે આ નિગોદીયા જીવોનો અત્યલ્પ પરિચય આપું, જેથી આ મહાસંસારમાં જીવોને, કેવાં કેવાં કર્મને આધીન થઇને કેવાં કેવાં શરીર ધારણ કરવાં પડે છે તેનો ખ્યાલ મળે. જૈન તીર્થંકરોએ પોતાના નિરાવરણજ્ઞાનથી જે કહ્યું છે તેના આધારે કહીએ તો માપની દૃષ્ટિએ છેલ્લામાં છેલ્લી કક્ષાના એક અંગૂલના અસંખ્યાતમા ભાગનું સૂક્ષ્માતિસૂક્ષ્મ શરીરવાળા નિગોદશરીરો તમામ જીવોએ અસંખ્યવાર ગ્રહણ કર્યાં છે.
જુદી જુદી પ્રજાનું આદિસ્થાન જેમ ઇતિહાસમાં નોંધવામાં આવે છે તેમ સંસારી જીવોનું આદિસ્થાન કાં એવો પ્રશ્ન થાય ત્યારે તેનો જવાબ છે અનાદિ નિગોદ.
પ્રશ્ન— સંસારમાં એક ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિયો સુધીના પાંચ પ્રકારના અનંતા જીવો જે છે તેમાં નિગોદ જીવોનો સમાવેશ શેમાં સમજવો ?
ઉત્તર— માત્ર એકેન્દ્રિય પ્રકારમાં જ. એકેન્દ્રિય એટલે માત્ર એક શરીરને જ ધારણ કરનારા (બાકીની ચાર ઇન્દ્રિયો વિનાના) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. આ પાંચ પ્રકારો પૈકી છેલ્લો પ્રકાર વનસ્પતિનો છે. એ વનસ્પતિને જૈનશાસ્ત્રોએ વનસ્પતિકાય' તરીકે સંબોધી છે. કાય અર્થાિત્ શરીર. નિગોદના જીવોનો સમાવેશ આ વનસ્પતિકાય (વનસ્પતિ શરીર)માં જ થાય છે.
* હવે નિગોદના સ્વરુપની બીજી થોડી ઝાંખી કરી લઈએ *
નિગોદ એટલે અનંતાજીવોનું ભેગા મળીને મેળવેલું સર્વસાધારણ એક શરીર. માત્ર વનસ્પતિકાયમાં આ એક અતિવિચિત્રતા આપણને જાણવા મળે છે. આ જાણપણું કેવળજ્ઞાની તીર્થંકરોના જ્ઞાન દ્વારા જ થઇ શકે છે. એક શરીરમાં રહેનારા નિગોદના અનંતા જીવો એક સાથે જ ઉત્પન્ન થાય છે. તમામ જીવો પોતાના શરીરની રચના શ્વાસોશ્વાસ ગ્રહણ, તત્શરીર પ્રાયોગ્ય આહારનું ગ્રહણ અને વિસર્જન બધું એક સાથે જ સમકાળે જ કરે છે. કેવી આ મહાદુઃખદ અવસ્થા !
એક શરીરમાં અનંતા જીવો શી રીતે રહે ? એ પ્રશ્ન થાય. તો જેમ એક ઓરડાના દીપકના તેજમાં અન્ય સેંકડો દીપકનું તેજ શમાઇ જાય છે તેમ દ્રવ્યો-પુદ્ગલના સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવ-પરિણામની વિચિત્રતા એવી છે તે જીવો એકબીજામાં સંક્રમીને રહી શકે છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે આવા સૂક્ષ્મ જીવોની વેદના કેવી હોય ? શાસ્ત્રમાં તેનો જવાબ છે કે સાતમી નરકમાં રહેલા ના૨ક જીવને જે વેદના હોય છે તેનાથી અનંતગણી વેદના તેમને હોય છે. એક શ્વાસોશ્વાસકાળમાં તો સત્તર વખત તેનાં જન્મ-મરણ થાય છે. આપણે સહુએ આ નિગોદનો આસ્વાદ અસંખ્યવાર લીધો છે, પણ હવે ફરી ત્યાં જવું ન પડે માટે આત્મજાગૃતિ રાખીએ !
પ્રશ્ન— આપણી નજર સામે સાધારણ વનસ્પતિવાળી વસ્તુઓ કઈ કઈ છે?
ઉત્તર— આમ તો અનેકાનેક વસ્તુઓ છે પણ અહીંયા સુપ્રસિદ્ધ એવાં જાણવા જરૂરી થોડાં નામ જણાવું. તમામ જાતનાં કંદમૂળ, સેવાલ, લીલ-ફૂલ, ફૂગી, બિલાડીના ટોપ, લીલી હળદર, ગાજર, લીલું આદુ વગેરે વગેરે વસ્તુઓ માત્ર સોયના અગ્રભાગ ઉપર રહેલી હોય તો તેમાં પણ અનંતા જીવો હોય છે. આ બધા જીવોની હિંસાથી બચવું એ ધર્માત્માઓનું પરમ કર્તવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org