________________
( ૪ ) મુનિજી આવું કાર્ય કેવી રીતે કરી શકતે ? ભાષાંતર કરવા માટે મુનિજીને ૧૯૯૦ની સાલમાં ૧૦૦ થી અધિક અજૈનજૈન ગ્રન્થોનું અવલોકન કરવું પડયું હતું.
ગ્રન્થનું સંદર અને આકર્ષક મદ્રણ, શ્રેષ્ઠ કાગળ અને સરળ તથા સંસ્કારી ગુજરાતી ભાષા, વિવિધ પદાર્થો વિષયોનું વિસ્તૃત વિવેચન તથા હજારો વરસમાં પહેલીવાર બનેલાં રંગ-બેરંગી ચિત્રો વગેરે જોઇને જૈન સમાજના આચાર્યો, વિદ્વાન મુનિવરો, પૂ. સાધુ-સાધ્વીઓ અને વિદ્વાન ગૃહસ્થો સહુ કોઇ આટલી નાની ઉંમરના મુનિજીનું આશ્ચર્યકારક સાહસ જોઇને ત્યારે ભારે મુગ્ધ થયા હતા. મુનિજી ઉપર પ્રશંસાનાં પુષ્પો વેયાં હતાં અને મુનિજી ઉપર અભિનંદનની ભારે વષ થઇ હતી.
વિ. સં. ૧૯૯૯માં પ. પૂ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ. પાલીતાણા પધારેલા, તેઓ સાહિત્યમંદિરમાં ઉતર્યા હતા અને પૂ. ગુરુદેવો–પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ. સા. સપરિવાર પણ પાલીતાણા સાહિત્યમંદિરમાં બિરાજમાન હતા. પૂ. આગમપ્રભાકરશ્રી સંગ્રહણીનું પુસ્તક બહાર પડ્યા પછી બહુ સારી રીતે અવલોકન કરી ગએલા, એમને આ પુસ્તક આંખમાં ખૂબ વસી ગએલું. લેખક યશોવિજયજી મહારાજ પણ પોતાના ગુરુદેવો સાથે સાહિત્યમંદિરમાં બિરાજમાન હતા. તેઓશ્રીની આગળ આગમપ્રભાકરશ્રીજીએ સંગ્રહણી ગ્રંથની ઘણી પ્રશંસા કરી. બાહ્ય અને અભ્યત્તર બંને દષ્ટિએ ઘણો ઊંચો અભિપ્રાય આપ્યો. એક વખતે પૂ. પુણ્યવિજયજી મહારાજે સાહિત્યમંદિરમાં બિરાજતા પોતાના આજ્ઞાવર્તી તથા પરિચિત સાધુ-સાધ્વીઓને વરસીતપનાં પારણાં પ્રસંગે કોઈ સારું પુસ્તક ભેટ આપવાની ઇચ્છા થઈ ત્યારે તેમણે કહ્યું કે–પુસ્તકો તો ઘણી જાતનાં છે પણ ‘લેનારને લાગે કે અમને કોઈ ઉમદા ભેટ મળી છે' એવું જો ઈચ્છતા હોય તો યશોવિજયજીના સંગ્રહણીનું પુસ્તક ભેટ આપો. આ પુસ્તક બધી રીતે ઉત્તમ છે. સહ સંમત થયા અને સાહિત્યમંદિર પાસેથી ૧૦૦ પુસ્તકો ખરીદી તપસ્વી સાધુ-સાધ્વીઓને ભેટ આપ્યા.
ભાવનગરના સુપ્રસિદ્ધ વિદ્વાન કુંવરજીભાઈ જેઓ વરસોથી સાધુ-સાધ્વીઓને ભણાવતા હતા. તેઓએ લખ્યું હતું કે “૪૦ વરસથી જે શંકાઓનું સમાધાન મને નહોતું થતું તે મુનિજીના ભાષાંતરથી થયું.' આ પ્રમાણે લખીને ઘણા ધન્યવાદ આપ્યા હતા. ભાવનગરથી ખાસ પાલીતાણા આવી મુનિજીને શાબાશી આપી અને કર્મગ્રન્થ વગેરેનું ભાષાંતર આવી જ રીતે કરી દેશો તો મોટો ઉપકાર થશે વગેરે ભાવના વ્યક્ત કરી હતી. ૮-૧૦ દૈનિક-સાપ્તાહિક પત્રોએ પણ ગ્રન્થ વિષે વિસ્તૃત અભિપ્રાય છાપીને અતિશય પ્રશંસા કરી હતી. આ અભિપ્રાયો આ પુસ્તકના પ્રારંભના ભાગમાં છાપ્યા છે.
બીજી આવૃત્તિમાં ગાથાના અને ભાષાંતરના વિશેષ’ શબ્દોનો શબ્દકોષ પાઠ્યપુસ્તક હોવાના કારણે તથા અન્ય કારણોસર આપ્યો નથી.
વળી વૈદિક (હિન્દુ), બૌદ્ધ અને દેશના અન્ય ધર્મગ્રન્થોમાં અને પરદેશના દર્શનકારોની ભૂગોળ, ખગોળ અંગે શું માન્યતાઓ છે તે વાચકોને વિવિધ જાણકારી મળે એ માટે ૩૦ પાનાંનું મેટર તૈયાર કર્યું હતું પણ ગ્રન્થનું કદ વધી ગયું હોવાથી તે વિષય અહીં આપ્યો નથી. વિહારમાં સાધુ-સાધ્વીજીઓ સંગ્રહણીનું પુનરાવર્તન કરી શકે અને ઓછા સમયમાં વૈશ્વિક (ત્રણેય લોકના) પદાર્થોનું જ્ઞાન સરળતાથી થાય તે માટે પ્રથમવૃત્તિમાં માત્ર ગાથાર્થ સાથેની બધી ગાથાઓ આપી હતી અને એ વખતે તેની છાપેલી નાનકડી પુસ્તિકા ખૂબ જ લોકપ્રિય બની હતી પરંતુ બીજી આવૃત્તિમાં ગાથા સાથે ગાથાર્થ આપવામાં આવ્યો ન હતો.
* ચૈતન્યની શક્તિ કેવી છે તેનો કંઈક સ્વાદ માણી શકાય માટે નીચેનું ઉદાહરણ આપ્યું છે ?
વૈજ્ઞાનિકો વિજ્ઞાનની આંખથી એટલે યાત્રિક આંખોથી વધુમાં વધુ તેઓ સો અબજ માઇલો સુધી દૂરનું જોઈ શકવા કદાચ સમર્થ થઈ શકે પરંતુ જૈનધર્મમાં એકરાજ પ્રમાણ કહ્યું છે. તે તેટલા દૂર રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org