________________
L[ ૬૦ છપાતા રહ્યા છે એ જ પરલોકની સાબિતી આપે છે. એક જન્મ છોડી બીજો એવો જ જન્મ લેવો તેને પણ પરલોક કહેવાય.
મોલ- મોક્ષ એટલે અશરીરી શરીર વિનાના જ્યોતિરૂપ અનેક આત્માઓનું નિવાસસ્થાન. સકલ કર્મનો ક્ષય કરીને આત્મા સિદ્ધશિલાએ પહોંચી જાય છે પછી સંસારમાં પાછા આવવા માટેનું કોઇ કમ એના આત્મામાં બાકી રહેતું નથી એટલે એને ફરી જન્મ મરણ કરવા આવવાનું હોતું નથી. સર્વ દુઃખોનો ક્ષય કરીને ત્યાં અનિર્વચનીય આધ્યાત્મિક સુખનો શાશ્વત કાળ સુધી અનુભવ કરે છે.
* હવે ત્રીજી બાબત પણ જાણી લઈએ ૪ - વર્તમાનમાં જૈન અભ્યાસીઓને જૈનધર્મના જ્ઞાન માટે પ્રારંભમાં મંદિર અને ઉપાશ્રયમાં ઉપયોગી સૂત્રો પ્રાર્થનાઓ-વિધિઓ શીખવાડાય છે. જેને પંચ પ્રતિક્રમણ નવસ્મરણ આદિ કહેવાય છે. ત્યારપછી વિશ્વમાં વર્તતા એક ઇન્દ્રિયવાળા જીવોથી લઈ પાંચ ઇન્દ્રિય સુધીના જીવોનું જ્ઞાન થાય એ માટે જીવવિચાર નામનું પુસ્તક ભણાવાય છે. તે પછી જૈનધર્મની ઈમારતના પાયારૂપ-ચાવીરૂપ નવતત્ત્વથી ઓળખાતો તાત્ત્વિક ગ્રન્થ ભણે છે. જેમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ નવ તત્ત્વોનું જ્ઞાન મેળવે છે. પછી દેડક, સંગ્રહણી, ત્રણ ભાષ્ય વગેરે શીખીને સંગ્રહણી ગ્રન્થ ભણે છે. આ એક સામાન્ય પરંપરા-રિવાજ છે.
આ લેખમાં બે સંકેત કર્યા, હવે ત્રીજી જાણવા જેવી વાતનો સંકેત કરૂં, જેથી જૈન તત્ત્વજ્ઞાન અને જૈન શાસ્ત્રની મહાનતા--પ્રામાણિકતા કેટલી બધી છે તેની ઝાંખી થાય. જૈનધર્મના પ્રારંભમાં ભણવામાં આવતા ‘નવતત્ત્વ' નામના પ્રકરણ ગ્રન્થમાં એક ગાથા-શ્લોક આપ્યો છે
"सइंधयारउज्जोअपभाछाया तवेहि य ।
वण्णगंधरसाफासा पुग्गलाणं तु लक्खणं ॥" જેને તત્ત્વજ્ઞાન યથાર્થ અને સર્વજ્ઞમૂલક છે તેની પૂર્ણ પ્રતીતિ કરાવનારી અને વૈજ્ઞાનિક દૃષ્ટિને રજૂ કરતી આ ગાથા છે.
દરેક વસ્તુ-પદાર્થને ઓળખવા માટે તેનાં લક્ષણો નક્કી કરેલાં હોય છે. આ આત્મા છે તે શાથી કહેવાય? આ પુદ્ગલ છે તે શાથી કહેવાય? તો તેનાં જ્ઞાનીઓએ કહેલાં લક્ષણો જાણીએ તો તેનાથી નક્કી થઈ શકે અને તેથી જે વસ્તુ જે રૂપે છે, તેનો તે જ રીતે બોધ-જ્ઞાન થાય.
એટલે શિષ્ય પ્રશ્ન કર્યો કે અમારે પુદ્ગલ' કોને કહેવાય? તે સમજવું છે તો તેનું લક્ષણ બતાવો.
એટલે આ ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું કે જે પદાર્થને પાંચ પ્રકારના રંગમાંથી કોઈને કોઈ એક રંગ હોય. બે પ્રકારના ગંધમાંથી કોઈ એક ગંધ હોય, છ પ્રકારના રસ-સ્વાદમાંથી કોઈ એક રસ–સ્વાદ હોય અને કઠોર કોમળ વગેરે આઠ પ્રકારના સ્પર્શમાંથી કોઈ એક સ્પર્શ હોય તેને પુદ્ગલ કહેવાય.
ઉપરનાં ચાર લક્ષણો જેને ઘટે તે પગલ કહેવાય.
ઉપરની ગાથામાં વ્યાપક રીતે રહેલાં પુદ્ગલો કયા કયા પ્રકારનાં છે તે માટે શબ્દ, અંધકાર વગેરે નામો આપ્યાં છે.
ગાથા અર્થ– શબ્દ-ધ્વનિ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ-તડકો, આ છ વસ્તુઓ પુદ્ગલ સ્વરુપ છે. પુદ્ગલ એટલે દ્રવ્ય-પદાર્થ છે, એ નિર્વિવાદ જણાવ્યું. પદાર્થ હોવાથી તેના સ્કંધો-જથ્થાઓ પરમાણુઓ એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમનાગમન કરી શકે છે. બીજાં કેટલાંક અજૈન ધર્મશાસ્ત્રો શબ્દને આકાશનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org