________________
[ ૧૮ ] હવે ચાર ગતિની વાત સંગ્રહણીમાં આપી છે, તે ચાર ગતિનાં નામ આ પ્રમાણે છે. ૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ અને ૪. નરકગતિ.
દેવગતિમાં દેવો રહે છે. મનુષ્યગતિમાં મનુષ્યો, તિર્યંચગતિમાં પશુ-પક્ષી અને શુદ્ર જંતુઓની વિરાટ દુનિયા અને નરકગતિમાં સતત દુઃખમાં રીબાતા નારકીઓ વસે છે.
દેવગતિમાં રહેનારા દેવા માટે એમ કહેવાય છે કે તેઓ દર્શન આપે ત્યારે મનુષ્યની જેવા જ દેખાય છે. ફરક એટલો જ કે બધા દેવો તેજસ્વી શરીરવાળા હોય છે. મનુષ્યનું શરીર ઔદારિક શબ્દથી ઓળખાતા પુદ્ગલોનું બનેલું છે. જેથી એ પુદ્ગલો હાડકાં, માંસ, લોહી, મેદ, મજા, રસ અને શુક્ર આ સાતે ધાતુઓનું નિમણિ કરી શકે છે. મનુષ્યનું શરીર બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાવાળું બની શકે છે અને સાત ધાતુઓ અનેક પ્રકારના રોગો શરીરમાં ઊભા કરે છે. પરન્તુ પ્રત્યક્ષ નહીં દેખાતા એવા દેવોનાં શરીરો વિશ્વમાં વ્યાપક રીતે સર્વત્ર પથરાએલી અદશ્ય વૈક્રિય વગણાના ગ્રહણ કરાએલા યુગલોથી બનેલા હોય છે, એટલે આ પુદ્ગલોથી શરીરમાં સાત ધાતુઓનું નિમણિ થઈ શકતું નથી. તેઓને માથા ઉપર વાળ, દાઢી, મૂછ, નખ, રોમ હોતા નથી, પેશાબ, ઝાડો, પરસેવો થતો નથી. વળી ફક્ત એક જ યુવાવસ્થાવાળા છે. આ દેવોને માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાનું હોતું નથી. મનુષ્ય જન્મમાં જે દુઃખો, પીડાઓ, ત્રાસ, તકલીફો છે એ પ્રાયઃ દેવલોકમાં નથી. સુખ અને વૈભવ ભોગવવાનો આ જન્મ છે. આંખો સદાને માટે ખુલ્લી હોય છે. આંખનો પલકારો મારવાનો હોતો નથી. શ્વાસ સુગંધીદાર હોય છે. દેવલોકમાં જતાંની સાથે ઉત્પન્ન થવાની વસ્રાચ્છાદિત શયામાં જન્મ લેવા જાય છે અને ઝડપથી તે શયામાં યુવાન અવસ્થાવાળા બની જાય છે. દેવલોકમાં વતતી જીવનભર કરમાય નહીં એવી માળા તેઓના કંઠમાં હોય છે. ફૂલોની એ માળા જીવનભર કરમાતી નથી. જીવનભર નિરોગી એવા દેવો મોટાભાગે જમીનથી ચાર અંગુલ ઉંચા ચાલે છે અને તેઓ વિશિષ્ટ કોટિનું પરોક્ષ જ્ઞાન (અવધિજ્ઞાન) ધરાવનારા હોય છે. માનવજાતથી લાખ ગુણા સુખી અખૂટ ઋદ્ધિ-સિદ્ધિથી ભરપૂર જીવન જીવનારા છે.
આકાશમાં રહેલા દેવો નીચેના દેવો કરતાં ઘણા ઉચ્ચ કોટિના છે, અને તેઓ વિમાનનો વૈભવ ધરાવનારા છે. આ ધરતી ઉપર તથા નીચે ભૂત, પ્રેત, પિશાચ, ડાકિણી, શાકિણી હલકી કક્ષાના દેવો તથા ચક્રેશ્વરી, પદ્માવતી, અંબિકા, ઘંટાકર્ણ વગેરે ઉંચી જાતના પણ દેવો છે અને ત્યાં લાખો દેવ-દેવીઓ છે. દેવોને જન્મતાંની સાથે વૈક્રિય શરીર સાથે વિક્રિય શક્તિ પ્રાપ્ત થાય છે, અને એ શક્તિ દ્વારા કુંથુઆ જીવથી પણ નાનું અને જરૂર પડે તો લાખો યોજન જેવડું વિરાટ સ્વરૂપ પણ કરી શકે છે. સુખ અને દુઃખ આપવાની પણ દેવોમાં તાકાત હોય છે. દેવી દર્શન આપે ત્યારે તેઓ મનુષ્ય જેવા પણ અત્યન્ત ઝળહળતા શરીરવાળા હોય છે. સાત ધાતુ વગરના વૈક્રિય પુદ્ગલોના બનેલા શરીર અને એની વિશેષતાઓની ઘટના ઘણી અજાયબીભરી છે.
દેવની વાત પછી મનુષ્ય અને તિર્યંચો આવે જે જાણીતા છે. પછી નારકો આવે. એ આ ધરતી નીચે અવકાશમાં ઘનોદધિ, ઘનવાત આદિના આધારે રહેલી સાત નરકોમાં રહે છે. સામાન્ય જનતાને એક નવી માહિતી આપવા ખાતર ઉપરની બાબત થોડી થોડી જણાવી છે.
હવે જૈનધર્મની બીજી ટૂંકી વાતો પણ જાણી લેવી જરૂરી છે.
૧. પોતાના એક શરીરના અસંખ્ય શરીરો બનાવી શકે છે. કરોડો ગાઉ જેવડા વર્તુલને ૨૧ વખત પ્રદક્ષિણા ફક્ત ૩ (ત્રણ) સેકન્ડમાં આપી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org