________________
[ ૫૬ ]
લોકના કિનારે અડેલા દેખાશે. (જે પુસ્તકમાં ચિત્ર દ્વારા બતાવ્યું છે) ચૌદરાજ લાંબી અને એક રાજ પહોળી જગ્યામાં એકેન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય સુધીના-ટૂંકમાં કહીએ તો વિશ્વના તમામ જીવોનો વસવાટ તેમાં રહેલો છે. ચિત્ર સપાટ બનાવેલું છે પરન્તુ સાચી રીતે ચૌદરાજલોક સમચોરસ છે. આ લોકને ફરતું વિરાટ્ નહિ વિરાટ્વી અનેકગણું વિરાટ્ એવું આકાશ-અવકાશ રહેલું છે, જેને અફાટ, અપાર અને અનંત પણ કહી શકાય. લોકની બહાર રહેલા આ આકાશને શાસ્ત્રકારોએ અલોક શબ્દથી ઓળખાવેલું છે. લોકથી ભિન્ન તે અલોક. જેની અંદર અસંખ્ય ચૌદરાજલોક સમાઈ જાય એવું આ અતિ વિરાટ્ આકાશ છે. આ આકાશ કેવળ પોલું-ખાલી છે ત્યાં એક પણ જીવ નથી એટલે ત્યાં જીવન નથી માત્ર શૂન્યાવકાશ છે. લોકના છેડા ઉપર ઊભો રહેલો કોઇ જીવ તદ્દન જોડાજોડ રહેલા એવા અલોકની અંદર આંગળી પણ લંબાવી શકતો નથી.
તેનું કારણ શું ?
તો જૈનધર્મમાં સંસારને ષડ્વવ્યરૂપ કહેલો છે. ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય ૫. જીવ અને ૬. કાળ. આ છએ દ્રવ્યોથી આ ચૌદરાજલોક ભરેલો છે. આ છએ દ્રવ્યો શાશ્વતા છે. આ છ પદાર્થોમાંથી કયારેય એક પણ ઘટતો નથી અને તેમાં નવો કોઇ ઉમેરાતો નથી. અનાદિ અનંતકાલ સુધી જેવા છે તેવા જ રહે છે, જડ ચેતન પદાર્થો માટે છ દ્રવ્યો પર્યાપ્ત છે. આ લોક અનાદિકાળથી જેવો છે તેવો જ અનંતકાળ સુધી રહેવાવાળો છે. માત્ર ત્રિકાલજ્ઞાનીઓ જ પોતાના જ્ઞાન ચક્ષુથી તેને જોઇ શકે છે. લોક સદાને માટે સ્થિર અને શાશ્વત છે. છ દ્રવ્ય પૈકીના પહેલા અને બીજા એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સમગ્ર લોકમાં વ્યાપીને રહેલાં છે.
શાશ્વતા એવા પ્રધમસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બંને અદૃશ્ય દ્રવ્યોની કોઇ ઉપયોગિતા ખરી ?
આ બંને દ્રવ્યોની ઉપયોગિતા અસાધારણ છે. સમગ્ર વિશ્વ-બ્રહ્માંડમાં રહેલા તમામ જડ અને ચેતન પદાર્થોને ગતિ આપનાર અને એ પદાર્થોને સ્થિતિ-સ્થિર રાખનાર આ બંને દ્રવ્યો હોવાથી તેની અસાધારણ ઉપયોગિતા છે.
આ વિશ્વમાં જીવોના હલનચલનમાં, તમામ ઘરો, કારખાનાંઓ, જંગલો, વનોમાં, હલનચલનની તમામ પ્રકારની જે જે ક્રિયાઓ અવિરત થાય છે અને એથી વિશ્વના જે પદાર્થો ગતિમાન રહે છે તેમાં કારણ કોઇપણ હોય તો ધર્માસ્તિકાય નામનું અદૃશ્ય દ્રવ્ય-પદાર્થ છે. આ દ્રવ્ય માત્ર લોકમાં જ છે. અલોકમાં છ દ્રવ્યમાંથી આકાશ સિવાય એક પણ દ્રવ્ય નથી. ધર્માસ્તિકાયના સ્પર્શની સહાય વિના કોઇપણ પદાર્થ અલોકમાં એક તસુ માત્ર જઇ શકતો નથી. આ જ્યાં છે ત્યાં જ ગતિ વહેવાર થઇ શકે છે.
એ પ્રમાણે ધર્માસ્તિકાયથી વિપરીત અધમસ્તિકાયનું છે. એ પણ સમગ્ર લોકવ્યાપી દ્રવ્ય-પદાર્થ છે. જો અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ન જ હોય અને માત્ર ધર્માસ્તિકાય નામનું જ દ્રવ્ય હોય તો પરિણામ એ આવે કે જગત સતત દોડતું જ રહ્યા કરે. જડ કે ચેતન કોઇપણ પદાર્થ કોઇ ઠેકાણે સ્થિર જ ન રહી શકે, પરિણામે મહાન અનર્થ અને અવ્યવસ્થા સર્જાઇ જાય. ત્યારે ગતિમાન થએલા પદાર્થોને સ્થિર રહેવું હોય, ઊભા રહેવું હોય, બેસવું હોય કે ગમે તે રીતે રહેવું હોય, તે માટે અધર્માસ્તિકાયના દ્રવ્યની અવશ્ય જરૂર પડે છે. તાત્પર્ય એ કે ધર્માસ્તિકાય ગતિસહાયક દ્રવ્ય છે અને અધર્માસ્તિકાય સ્થિતિસહાયક દ્રવ્ય છે. જો એકલો અધમસ્તિકાય હોય તો જગતના પદાર્થો સ્થિર ન રહી શકે. વિરાટ વિશ્વની ગતિ-સ્થિતિ ક્રિયા માટે ધર્મ, અધર્મ બંને અસ્તિકાયોની અનિવાર્ય જરૂર છે. આ બંને મહાન શક્તિઓ સર્વત્ર અનાદિકાળથી જ રહેલી છે. આ બંને દ્રવ્યો-શક્તિઓ અલોકમાં નથી તેથી પાણીની સહાય વિના જેમ માછલું તરી ના શકે તે પ્રમાણે * આ રહસ્યમય અકળ વૈજ્ઞાનિક બાબત છે. વૈજ્ઞાનિકોએ આ રહસ્ય ખાસ જાણવું જરૂરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org