________________
[ ૧૭ ] અલોકમાં તે દ્રવ્યોની સહાય ન હોવાથી ત્યાં આકાશ સિવાય જડ ચેતન કોઇપણ પદાર્થોનું અસ્તિત્વ નથી, ખાલી આકાશ આકાશ જ છે.
આઇન્સ્ટાઇન નામના મહાન વૈજ્ઞાનિકના પરિચયમાં આવેલા શ્રીમંત અને વિદ્વાન એક બંગાળી શ્રાવક, જેઓ મુંબઈમાં રહેતા હતા તેઓ મને મળેલા અને કહેતા હતા કે હું અમેરિકામાં આઇન્સ્ટાઇનને મળેલો અને તેઓએ મને કહ્યું કે આ જગતની ગતિ-સ્થિતિ પાછળ કોઈ શક્તિઓ કામ કરી રહી છે, અને હું તેની શોધ કરું છું. ત્યારે તે શ્રાવકે કહેલું કે અમારા શાસ્ત્રમાં એનું નામ ધમસ્તિકાય અને અધમસ્તિકાય છે.
અલોક લોકને ફરતો રહેલો છે. સમુદ્રની આગળ જેવું (વહેવારે) બિન્દુ-મુંનું સ્થાન છે. વિરાટ અલોકમાં ચૌદરાજનું સ્થાન પણ એવા બિન્દુ જેવું જ છે. લોક અને અલોક અનાદિકાળથી આકાશમાં જ રહેલા છે. સર્વજ્ઞ તીર્થકરોએ પ્રતિપાદન કરેલી લોકાલોકની આ બધી વાતો દુનિયા ઉપરના ઇતર ધર્મોના કે બીજા કોઇ વૈજ્ઞાનિક ગ્રન્થોમાં કદી નહીં મળે. - હવે આપણી વર્તમાન દુનિયા તો બિન્દુના બિન્દુ જેટલી છે. વર્તમાન દુનિયાની ચારે દિશામાં ઘુમી રહેલા વૈજ્ઞાનિક કૃત્રિમ ઉપગ્રહો અને વિમાનો તેને અનુકુળ હવામાન હોય છે ત્યાં સુધી જ તેઓ જઈ શકે છે, તેથી આગળ જઈ શકતા નથી, એવું વૈજ્ઞાનિકો કહે છે એટલે વૈજ્ઞાનિકો કદાચ એમ માનતા હોય કે દુનિયા દેખાય છે આટલી જ છે પણ એવું નથી. જો કે આજે તો કેટલાક વૈજ્ઞાનિકો ઉત્તર તરફ ઉત્તર ધ્રુવથી આગળ જીવન છે એટલે ધરતી છે એવું વિચારી રહ્યા છે ખરા !
ચૌદરાજલોકમાં કઈ વસ્તુ કયાં છે તે ચિત્રથી સમજાશે. જૈન ગ્રન્થો અપરાવર્તિત શાશ્વતા પદાર્થોની વિગતો રજૂ કરે છે પણ પરાવર્તિત કે અશાશ્વતા પદાર્થોની નથી કરતા. જેથી આજનું વિધાન ભવિષ્યમાં ખોટું ના પડે. આપણે ત્યાં ત્રણ લોકની પ્રસિદ્ધિ છે. ૧. સ્વર્ગ ૨. મૃત્યુ અને ૩. પાતાલ. અડધા સ્વર્ગના દેવોનું સ્થાન ઊદ્ધ આકાશમાં અને અડધાનું આપણી આ ધરતીની નીચે છે. આ એક ભારે રહસ્યમય ઘટના છે. ધરતીના અડધા દેવોનો આટલે બધે દૂર વસવાટ કેમ? આવો તર્ક સુજ્ઞ વ્યક્તિઓને સ્વાભાવિક રીતે જ થાય. મારી દષ્ટિએ એનો ખુલાસો અમુક રીતે આપી શકાય પણ ગ્રન્થનું કદ વધી જવાના કારણે અહીં રજૂ કરતો નથી, ચૌદરાજ લાંબી અને એકરાજ પહોળી સમચોરસ કાલ્પનિક ત્રસનાડીમાં બાકીની જંગી રહેતી ખાલી જગ્યા એકેન્દ્રિય જીવોથી વ્યાપ્ત છે, અને આ ત્રસનાડીની બહાર બાકીની રહેલી લોકકાશની જગ્યામાં ફક્ત માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો જ છે.
અખિલ બ્રહ્માંડરૂપ વિશ્વ અકલ, અગમ્ય રહસ્યમય છે. એનું વ્યાપક અને વિરાટ સ્વરૂપ ન સમજી શકાય તેવું છે. ત્રિકાલજ્ઞાની તીર્થકરોથી પણ વિરાટ વિશ્વના પદાર્થો અને એની સૈકાલિક અવસ્થાઓ-પયિોનું વર્ણન કરવું ત્રણેય કાળમાં અશક્ય છે. પોતાના જ્ઞાનમાં તેમણે વિશ્વ જે રૂપે જોયું-ભાચું, તેના અલ્પાંશ માત્રનું વર્ણન કરી શકયા છે. છતાં ધરતી ઉપરના માનવીઓને ચૌદ રાજલોક રૂપી વિશ્વની અલ્પ અને સ્કૂલ ઝાંખી કરાવવા માટે વિશ્વની વ્યવસ્થાનું સ્થલ રીતે વિભાજન કરીને લોકોને તાત્ત્વિક વાતો સમજાવવાનું કાર્ય સરલ કરી દીધું છે.
આપણી દષ્ટિએ દશ્ય અદશ્ય એવા વિશ્વના જીવોનો પોતાના પ્રત્યક્ષ જ્ઞાનથી જાણીને વિરાટ એવું અસંખ્ય બાબતોનું વર્ગીકરણ કરીને એમને માત્ર ચાર વિભાગ એટલે ચાર ગતિમાં વહેંચી નાંખ્યા ત્યારે તે બાબત કેટલી સુખદ, સરલ અને આનંદજનક બની ગઈ.
અહીં ભૂમિકારૂપે લોકાલોકના સ્વરુપની આછી ઝાંખી કરાવી. - ચાર ગતિના જીવોનું જે વર્ણન કર્યું છે તે બધું તમને આ પ્રસ્થમાં જાણવા મળશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org