________________
૩૩.
બનેલું આ તારું શરીર અતિ મલિન છે. તું ક્રોધાદિ કષાયથી યુક્ત છે. શરીરના રોગ અને મનની ચિંતાઓથી પીડાયેલ છે. હીન આચારમાં ફસાયા છે. પિતાના આત્માને જ ઠગી રહ્યો છે. જન્મ અને મરણની વચ્ચે પડેલો છે. વૃદ્ધાવસ્થાથી સંતાપિત છે તો પણ વૃથા મત્ત-ગાડ થઈ રહ્યો છે. એમ જણાય છે કે તું આત્માના હિતને શત્રુ છે, તારી ઇચ્છા તારું પિતાનું બગાડવાની જ ભાસે છે. उपग्रीप्मकठोरधर्मकिरणस्फूर्जद्गभस्तिप्रभैः । संतप्तः सकलेन्द्रियैरयमहो संवृद्धतृष्णो जनः॥ अप्राप्यामिमतं विवेकविमुखः पापप्रयासाकुलस्तोयोपान्तदुरन्तकर्दमगतक्षीणोक्षवत् क्लिश्यते ॥५५॥
તીવ્ર ગરમ ઋતુના સૂર્યના તપેલા કિરણે સમાન ઈનિા વિષયેની ઈચ્છાઓથી મનુષ્ય વ્યાકુલ થઈ રહ્યો છે. એની તૃષ્ણ દિન પ્રતિદિન વધતી રહી છે. ઈચ્છાનુકૂળ પદાર્થોની અપ્રાપ્તિથી વિવેક રહિત થઈ અનેક પાપમય ઉપાય કરતા આકુલવ્યાકુલ થઈ રહ્યો છે. પાણુ પાસેના ઉંડા કાદવમાં ફસાયેલા ઘરડા નિર્બળ બળદની માફક તે દુખી થઈ રહ્યો છે.
शरणमशरणं यो वन्धवो बंधमूलं । चिरपरिचितदारा द्वारमापद्गृहाणाम् ।। विपरिमृशत पुत्राः शत्रवः सर्वमेतत् । त्यजत भजत धर्म निर्मल शर्मकामाः ॥६॥
જેનું તું શરણ લે છે, જેને તું રક્ષક સમજે છે તે અશરણ છે તને મરણથી બચાવી શકતાં નથી; આ ભાઈ–બધુ સર્વ સનેહના બંધનનું મૂળ છે; દીર્ઘકાળથી પરિચયમાં આવેલ નારી સ્ત્રી (દારા) અનેક આપદાઓને રહેવાના ઘરનું દ્વાર છે; આ તારા પુત્રો સ્વાર્થના સગા તારા શત્રુ છે એ વિચાર કરી એ બધનો તું ત્યાગ કર અને સુખને ઈચ્છતો હોય તે નિર્મળ પવિત્ર ધર્મનું સેવન કર,