________________
કળશ-૧પપ
૪૭
શકીશ એમ કહે છે. આહા...હા...! તારી નજરું ફરવી જોઈએ, કહે છે. નવરા પણ ક્યાં (થાય છે? મારી નાખ્યા જગતને ! દુકાનના ધંધા, બાયડી, છોકરા આડે નવરો થાય નહિ. એમાં વળી પાંચ-પચાસ લાખ, બે-પાંચ કરોડ મળ્યા હોય તો આખો સલવાઈ ગયો, થઈ રહ્યું ! આ...હા...હા...! ધૂળ ! ધૂળમાં ઊંડો ગરી ગયો ! આહા..હા...! એમાં ધર્મને બહાને આવે તો વ્રત ને તપ ને ભક્તિ ને એ રાગની ક્રિયામાં ધર્મ મનાવી લે. ત્યાં પણ એને પાછા મારી નાખ્યા ! આહા...હા...! કેમકે તારામાં એ નથી. નથી તેનાથી તને લાભ થાય (એ કેમ બને ?) તારામાં ચિલોક, જ્ઞાનમાત્ર, આનંદમાત્ર પડ્યો છે એના ભાવથી તને લાભ થાય. આહા...હા...! આવી વાતું છે. પાગલ જેવી લાગે ! અરે...! એ દુઃખી છે, જુઓને ! આહા...હા...!
બુધવારે તો અહીં (એક મુમુક્ષુ) બેઠા હતા. બે કરોડ ! બુધવારે અહીંથી ગયા, ગુરુવાર, શુક્રવાર રહ્યા અને શનિવારની રાત્રે બાર વાગે... આહા..હા...! દેહ છૂટી ગયો). સાડા નવથી બાર (અઢી) કલાક સૂતા, ઊડ્યા (પછી) જરીક વિચારમાં રોકાણા. અહીં વિચાર કરતા, સાંભળતા. બસ ! એકદમ દુઃખાવો ઉપડ્યો. પાંચ-પાંચ લાખના તો સાત ઓરડા છે ! છ છોકરા અને પોતે સાત ! સાતમાં એક એકને પાંચ પાંચ લાખના... શું કહેવાય તમારે ?
બ્લોક ! તમારા “મુંબઈનો બ્લોક ! આહા...હા...! ઈ તો બધું “મુંબઈ જોયું છે ને ? બે વરસ પહેલાં નહિ ? ૮૭મી જન્મજયંતિ થઈ ને ? દેહના ૮૭ (વરસ) ! ત્યારે નહિ ત્યાં દાદરમાં “આમોદવાળા” ભાઈ (એનું) ૭૦ લાખનું મકાન છે એમાં ઉતર્યા હતા ને ? એક મકાન સિત્તેર લાખનું ! પાંચ-છ કરોડ રૂપિયા છે. દરિયાને કાંઠે ઉતર્યા હતા. શરીરને ૮૭ બેઠું ને ? ૮૭ ! શરીરને હોં ! હવે ૮૯મું બેસશે. ઘાટકોપરની વિનંતી છે. શરીરને ૮૯ હોં ! ત્યાં જુઓ તો મકાન સિત્તેર લાખનું ! આ...હા...હા...!
પેલો દરિયો જોડે હતો ને ? મેં તો ભાઈને પૂછ્યું. ‘આમોદવાળા છે. ગુજરાત છે ને ? અમારા પાલેજ પાસે છે. અમારા પાલેજની પાસે વધારે છે, “ભરૂચ જરી આવું રહે છે. ત્યાં અમારા ભાઈ દર્શન કરવા આવ્યા હતા. અમે અહીંથી જતા હતા ને ? (ત્યારે) પાલેજ’ નહોતું (જવાનું). “ભરૂચમાં પેલો પુલ છે પુલ ? નદીનો ! ત્યાંથી નીકળીને ‘આમોદી તરફ ગયા હતા. ત્યાં દર્શન કરવા આવ્યા હતા પછી ગુજરી ગયા. ત્યાંથી ‘વડોદરા જવા માટે નીકળ્યા હતા. આહા...હા...! ઈ ત્યાંના છે. આહાહા! સીત્તરે લાખનું તો એને એક મકાન છે ! એક મકાન સીત્તેર લાખનું હોં ! નરમ માણસ (છે). બાપુ ! ધૂળમાં કાંઈ નથી. તારા બંગલા-હજીરા.. આ દેહ) હજીરો રાખ છે. આની મસાણની રાખું થાશે.
અંદર ચૈતન્યલોક પડ્યો છે, બિરાજે છે). પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! એ પોતાના જ્ઞાનના ભાવથી જણાય એવો છે એમ કહે છે. જ્ઞાનલોક જ્ઞાનથી જણાય એવો છે. એ જ્ઞાનલોક, રાગ ને દયા, દાન ને પુણ્યના વિકલ્પથી જણાય એવો નથી. આહાહા....!