Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પિતમાં રહેલી કઈ ઊણપ ને આળખીને પૂર્ણતા ને પામવા કરાતી અરજી, એટલે પ્રાર્થના. ભાવમય હદયથી સાચા ભાવે ઉદ્દભવતા સાહજીક ઉદ્દગાર – પ્રાર્થના, જ પરમાત્મા સમૂખ આરત ભાવે ગવાયેલી સ્તુતિએ – પ્રાર્થના. પ્રભુ પ્રત્યે અત્યંત ૨ આશક્ત ભાવથી સધાયેલી તીવ્ર મનભાવના – પ્રાર્થના. સાચા હૃદયથી કરાયેલી પ્રાર્થના પ્રભુના ચરણે સાત આસમાને પણ ચીરીને પહુંચે છે, આત્મ-નિવેદન કરવું હોય તે પ્રાર્થના એક સચોટ માધ્યમ બને છે, શરણાગતિ સ્વીકાર અને પ્રાદુર્ભાવ પ્રર્થનાથી થાય છે. પ્રભુ પ્રત્યેને અહોભાવ અને તેમની મહાનતાને સ્વીકાર પ્રાથના દ્વારા પ્રગટ થાય છે. સાચા ભાવે પરમાત્માને કરાયેલું નિવેદન પ્રભુ પાસે પહુચે છે. પ્રાર્થના માત્ર કરવાથી પ્રભુ પ્રસન્ન થતાં નથી પણ તે પ્રાર્થના ને અનુરુપ આચરણ પણ જીવનમાં હોવું જરૂરી હોય છે, નહિંતર તે
પ્રાર્થના છે. કે આડંબર કે ડોળ કે પ્રશંસા ભૂખની ડાકણ છેતરપિંડીની કક્ષાએ . પહુંચી શકે છે.
જિન પ્રાર્થના રહસ્ય-મહાભ્ય
-પૂ. મુનિરાજ શ્રી રમ્યદર્શનવિજય મ.
નિષ્કામ ભાવે કરાયેલી પ્રાર્થના પરમાત્મા ફક્ત સાંભળે જ છે એટલું નહિ પણ ભકતની મઢ કરવા સાથે ઉદ્ધાર પણ કરે છે અને સાચા માર્ગનો નિશ પણ કરનારા બને છે. પ્રભુ સમક્ષ ભકતે પોતાની જાત ને સંપૂર્ણ ખુલ્લી કરી દેવી જ જોઇએ, પ્રમુઘી કાંઈ પણ છુપાવવું ન જોઈએ. અપરાધ ભાવને વિશુદ ભાવથી ક્ષમા માંગવી જોઈએ. કેઈ પણ જાતના વેર-ઝેર કે રાગદ્વેષ કે મેહ-માયાથી રહિત સાચા હદયે પરમામ પાસે કરાયેલું નિવેઢન, એ જ સાચી પ્રાર્થના છે અને લાભઢાયક છે. હમેંશ માટે એક સ્વરૂપ રહેનારી અને કેઈનાથી પણ વિચલિત ન થનારી એવી અણ અને અવિચલ શ્રધા જ પ્રભુ પ્રાર્થના ને સફળ બનાવવા સમર્થ બને છે.
પ્રાર્થના બાહ્ય નહિ પણ આંતરિક યા હાર્દિક હોવી જરૂરી છે. આત્માનેવિભાવદશામાંથી સ્વભાવ દશામાં પ્રવેશાવવા માટે પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરવાથી તડપતા દિલને સ તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને થાકેલા મન ને આરામ માટે રામબાણ ઇલાજની ગરજ સારે છે. પ્રાર્થનાથી આત્મસંતોષ થાય છે અને હૃદયની કલુષિતતા દૂર કરી નિર્મળતા પ્રદાન કરે છે. પ્રાર્થનાથી જ અન્ય પ્રત્યે ઉદારતા ગુણ કેળવાય છે અને સહનશીલતા પ્રાપ્ત થવાથી સમભાવમાં ઝીલાવવા સમર્થ