Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 989
________________ વર્ષ-૧૧ અંક ૪/૪૮ : તા. ૨૪-૮-૯૯ ૧૦૪૧ અચાનક સામે નદી આવતાં તે શિકારીએ પોપટનાં પાંજરાને કાંઠા ઉપર મૂકી, તે પાણી પીવાં નદીમાં ઉર્યો. આ બાજુ પાંજરામાં રહેલ બધાં રંગ-બેરંગી પોપટ વિચારવા લાગ્યાં કે હવે કરવું શું? શું આ જે આપણી મુક્ત આઝાદીનો કરૂણ અંત આવી જશે? અચાનક આગેવાન ભોલુ પોપટ આગળ આવ્યો અને પછી બોલ્યો મિત્રો, તમો નિરાશ અને નાસી પાસ થશો નહીં? જો તમો બધાં હિંમત હારી જશો તો તમને આઝાદી ક્યારેય મળશે નહીં સમજ્યાં? બીજું મારી વાત તમો ધ્યાનથી સાંભળો. જુઓ આ શિકારી નદીએથી પાણી પીને પાછો આવે તે પહેલાં આપણે બધાં એક સાથે જ આ પાંજરાને લઈ ઉડી જઈએ. જેથી તે શિકારી હાથ ઘસતો રહી જાય અને આપણે મુક્તિ મેળવી શકીએ બરોબર ? બધાં પોપટે હકારમાં “હા” ભણી અને બાદમાં બે લુ પોપટની આગેવાની હેઠળ બધાં રંગ-બેરંગી પોપટ તૈયાર થઈ ગયાં. લુચ્ચો શિકારી મધ-મીઠું પાણી પીને પોપટનાં પાંજરા તરફ જવા લાગ્યો. તે સાથે જ પાંજરામાં રહેલ ભોલુ પોપટે એક........અને ત્રણ બોલતાં જ બઘાં પોપટોએ એક સામટું જોર કરી આકાશ તરફ પાંજરા સાથે જ ઉડવા લાગ્યા. અચાનક આ રીતે પાંજરા સાથે બધાં પોપટને આકાશ તરફ ઉડતાં જોઈ લુચ્ચો શિક રી ફાંટી આંખે જોઈ રહ્યો. ત્યારબાદ તે પણ બધાં પોપટને પકડવાં તેમની પાછળ દોડ્યો પરંતુ ત્યાં સુધીમાં તો બધાં પોપટ દૂર દૂર ચાલ્યાં ગયાં જ્યારે લુચ્ચો શિકારી પોતાનું સમતોલપણું જાળવી ન શકતો તે એક ખાડામાં ઉંધા માથે જઈ પડ્યો. આથી તેના માથામાં તેમજ શરીર ઉપર ખૂબજ વાગ્યું. બાદમાં તેને આ બધાં રંગ-બેરંગી પોપટને પકડવા બદલ ભારે પસ્તાવો પણ થવાં લાગ્યા પછી તેણે મનોમન નિર્ણય કર્યો કે હવે પછી આ શિકારવૃત્તિની પ્રવૃત્તિ તે હંમેશને માટે છોડી દીશે આ તરફ બધાં રંગ-બેરંગી પોપટ એક ટેકરી ઉપર આવ્યાં. ત્યારબાદ વિચારવા લાગ્યાં કે પાંજરામાંથી બહાર નીકળવું કઈ રીતે? ભોલુ પોપટ બોલ્યો મિત્રો આપણાંમાંથી સૌથી નાનો અને પાતળો પોપટ કોણ છે? એક નાનું પોપટનું બચ્ચું આગળ આવ્યું અને બોલ્યું હું સૌથી નાનો છું? ભોલુ પોપટ બોલ્યો. તું તારા શ્વાસને એકદમ ઉંચો કરી શરીરને સંકોચી આ પીંજરાનાં નાનાં સળીયામાંથી બહાર નીકળી જા. પછી બહાર નીકળી આ પાંજરાનો દરવાજો ખોલી નાંખજે બરોબર ! તે મુજબ નાનાં પોપટે પોતાનાં શ્વાસને ઉંચો લીધો અને શરીરને સંકોચી ધીરે રહી તે પાંજરાનાં સળીયામાંથી બહાર નીકળી ગયો અને બાદમાં તેણે પાંજરાનો દરવાજો ખોલી નાંખ્યો. તે . સાથે જ બધાં રંગ-બેરંગી પોપટ બહાર નીકળી આવ્યા. ત્યારબાદ તેઓ બધાં મુક્ત ગગનમાં વિહાર કરવાં ઉપડી ગયાં. આ જોઈ પ્રકૃતિ પણ આનંદિત થઈ ઉઠી. મુક્ત ખૂલ્લું ગગન પણ રંગ-બેરંગી પોપટથી છવાઈ ગયું. (ફૂલવાડી) INITIN

Loading...

Page Navigation
1 ... 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006