Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૯૯ :
: ૭૯૭
તા વળ વિદ્યાથી કદી ઊંચી છાતીયે ચાલે ? વિદ્યા હાય એને શું ભાન ન હોય ? એનામા નમ્રતા, વિનય, લઘુતા ન આવે ? શિક્ષકા પણ માટે ભાગે નાકરી ભરવા આવે છે. એ પણ જો વાંચતાં અચકાય તે પેલા નંગા તરત શિક્ષકની પણ ઠંડી ઉડાડે; એટલે શિક્ષક પણ ઘેરથી ચાર વાર પુસ્તક વાચીને આવે; અને એ તૈયાર કરેલુ. પાપટીયુ જ્ઞાન તડાકા બંધ બેસી જાય. કલાક સવા કલાક દિશાસૂચક લેક્ચર કરી રવાના થઇ જાય. વિદ્યાથી પણ એવા કે ફાવે તે ભણે નહિ તે હુરરે...કરતાં વાર નહિ. શિક્ષકને પણ થાય કે આવા વાંઢરાઓને ક્યી રીતે ભણાવવા? એને પણ ખરાખર ઇશ્કે ટાટ નીને જ આવવું પડે.
ભણેલા કેવા હોય ?
પહેલાનાં શિક્ષકા તેા વિદ્યાથી શું ભણ્યા એની કાળજી રાખતા હતા. પચાસ પ્રશ્નો પૂછતા, એ ધેાલ પણ મારતા અને ક્લાકને બઠ્ઠલે એ ક્લાક બેસીને પણ પાકું ભણાવત. પેાતાના વિદ્યાથી મૂર્ખા ન રહે એની એમને ચિંતા હતી; પણ એ ભણુનારાયે વિદ્યાના અથી હતા. આજે તેા એવા વિદ્યાર્થી હાય તે ભણાવે ને ? ભણતર વધે તે આ પ્રવૃત્તિ ચાલે ? ભણેલા જ્યાં ત્યાં જે તે ખાય ? ભણેલા રસ્તામાં થુંકે ? કાઇને ગાળ દે? જેમ તેમ લવરી કરે ? આજના વિદ્યાથી તેા પૂછે કે ‘શું અમારે માસ્તરની સેવા કરવાની ? હું કહું છું કે જરૂર કરવાની. પગચપી પણ કરવી પડે. પૂર્વ ૨ જપુત્રો પણ કરતા હતા. પાઠક પેાતાનું ચિત્ત પ્રસન્ન હોય ત્યારે ભણાવે, રાજપુત્રો ઉપાધ્યાયને ત્યાં જ રહેતા અને એની સેવા ભક્તિ કરતા હતા. વિનય વિવેકમાં જરાય ખામી નહિ અને ભાષા એવી મજાની ખેલે જાણે મુખમાંથી માતી ખરે. તે વખતે વિદ્યા ફળતી હતી. આજ તે વિદ્યા કુદે છે, ગુરૂને વશ થયા વિના વિદ્યા ન આવે :
સભા વિદ્યાથીને આટલી પરવશતા ?’
વિદ્યાથી એટલે જ વિદ્યાગુરૂને પરવશ. વિદ્યા લેવી છે કે ૨મત કરવી છે ? ગુરૂને દશ થયા વિના વિદ્યા ન આવે. જીવવા માટે તમે શરીરને કેટલા પરવશ છે ? રાજ ખાવું, રાજ નહાવુ, રાજ મહેનત મજુરી કરવી, શા માટે ? શરીરની આટલી બધી સેવા જીવવા માટે જ ને ? તે વિદ્યા માટે વિદ્યાગુરૂની સેવામાં પાપ શું લાગે છે ? જે ચીજ જેની પાસેથી મેળવવી છે એની સેવા એ પરવશતા નથી. માથુ' મુંડન કરનારા હજામ પણુ અરધા ક્લાક બેસાડી રાખે છે અને કહે તેમ માથુ' ઊંચુ' નીચું કરવુ પડે છે.