Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૨૭ બે તિથિ પક્ષનો જવલંત વિજય
ભાગલાવાદી પરિબળો ના હાથ હેઠા પડયા
માટુંગા અંગે થયેલા કેસનો ટુંકો અહેવાલ માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘની સ્થાપના સમયથી જ તપાગચ્છમાં પ્રવર્તમાન બે તિથિ અને એક તિથિ માન્યતાના આરાધકો સંપ-સમભાવથી આરાધના કરતા આવ્યા છે. બે તિથિના આરાધકો એમની માન્યતા પ્રમાણે બે તિથિની આરાધના અને નવાંગી ગુરુપૂજનની આરાધના છેક ત્યારથી જ કરતા આવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી એક તિથિના ટ્રસ્ટીઓનું વર્ચસ્વ અને બહુમતિ વધતાં બે તિથિ વર્ગને દબાવવાના પદ્ધતિસરના પ્રયત્નો શરૂ થયા. બે તિથિને માનતા પૂજ્યોને ચાતુર્માસ માટે વિનંતિઓ કરવાની પણ બંધ થવા લાગી વખતો વખત બે તિથિના શ્રાવકોએ વિનયપૂવર્ક સમજાવવા છતાં એક તિથિ પદ દાદ ન આપી અને સ્થાનને એક તિથિનું જ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. જેના જ એક ભાગરૂપે એપ્રિલ ૯૮માં નવાંગી ગુરુપૂજનના નિષેધ તેમજ દેવસૂરતપાગચ્છની માન્યતા મુજબના સાધુ-સાધ્વી જ ઉપાશ્રયનો ઉપયોગ કરી શકશે એવા આશયના બોર્ડે લગાવી બે તિથિના સમગ્ર પક્ષને અત્રે આરાધના કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો.
બે તિથિના આરાધકોએ અનેક પત્રો લખી એ અંગેના ખુલાસા માગ્યા છતાં એ બધા પત્રોનો ટ્રસ્ટીઓ એ ઉત્તર પણ ન આપ્યો. સામે ટ્રસ્ટીઓએ સંઘની A.G.M. ભરવાની જાહેરાત કરી પૂર્વોકત ઠરાવો કરવવાના પ્રયત્નો આદર્યા. બે તિથિના સુશ્રાવક કાંતિલાલ ચુનીલાલ શાહ વગેરેએ વિગત થી એ ઠરાવો ન કરવા અંગે વિનમ્ર પત્રો લખ્યાં. છતાં એના પણ ઉત્તરો ન આપ્યા. સંઘની તા. ૧ - ૭ - ૯૮ની સભામાં બહુમતીના જોરે ઠરાવો પસાર કરાયા. બે તિથિના આરાધકોના વાજબી વિરોધની નોંધ પણ ન લેવાઈ. સભા અધ્યક્ષશ્રીને વિરોધનું નિવેદન આપવા ગયા આમ છતા પણ અધ્યક્ષે એનો સ્વીકાર ન કર્યો.
આ રીતે બે તિથિના આરાધકોના પણ તન-મન-ધનના સહયોગથી તપાગચ્છની જ આરાધના માટે નિર્મિત ઉપાશ્રયમાં તપાગચ્છના જ એક ભાગરૂપે બે તિથિ પક્ષને સ્થાનભ્રષ્ટ કરવાનો પૂર્ણ પ્રયત્ન કરાયો અને એને બહુમતીના ઠરાવો દ્વારા કાયદેસર કરવાનો પ્રયત્ન થતાં વિનમ્ર સમજાવટના અન્ય તમામ પ્રયાસો વ્યર્થ નીવડતાં બે તિથિ પક્ષે પોતાના બંધારણીય, કાયદેસર મૂળભૂત પૂજા-આરાધના અધિકારોના રક્ષણ માટે જે છેલ્લા ઉપાયરૂપે ન્યયાલયના બારણાં ખખડાવ્યા. ન્યાયમૂર્તિ શ્રી મલિકે વચગાળાનો સ્ટે ઓર્ડર આપી સભાના ઠરાવોના અમલ પર પ્રતિબંધ મૂકયો.