Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
S
૧૦૩૨
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂ. સા. શ્રી અનંતગુતાશ્રીજી મ. ખમું હું સર્વ જીવોને, સર્વ જીવો ખમો મને;
મિત્ર હું સર્વ જીવોનો, વેર કો'થી ના મને.” પર્વાધિરાજ પર્યુષણ પર્વ પધારી રહ્યા છે. અંતરના અરમાનો મનના મનોરથો અને ઉરના ઉમંગઉત્સાહોથી આપણે તે પર્વને વધાવીએ. અને આ પર્વનો પ્રાણ, જીવનનો ત્રાણ અને સર્વ આરાધનાનો સાર ક્ષમાપના ધર્મને સાચા ભાવે આવકારી આપણા આત્માને નિર્મલ કરીએ. જન અને જૈનની આ જ વિશેષતા છે. જનને માટે ક્ષમાપના કરવી કઠીન જયારે જૈનમાત્રને ક્ષમાપના સહજ છે. સંસારના સઘળ ય જીવો કર્મને પરવશ છે અને કર્મની પરવશતા, રાગાદિની આધીનતા કષાયોની જનેતા બને છે. તેમાંથી ર્જાય છે. વૈર વિરોધના પ્રસંગો માટે જ પરમૈષી ઉપકારી જ્ઞાની ભગવંતો ભારપૂર્વક સમજાવે છે કે - “ ભાઈ ! કોઇની પણ સાથે કટુતાના પ્રસંગો થઈ જાય તોય કટુતાને તુરત જ ક્ષમાપના દ્વારા દેશવટો દઈ દે" પણ હૈયામાં કયારેય તેને સંગ્રહિત કરીશમાં નહિ તો તે કટુતા કેટલાય ભવોને બગાડશે તે કહેવાય નહિ ” કટુતા રૂપી વિષ વેલડીને વધારવાને બદલે તુરત જ કાપી નાખવી જોઈએ જેથી તે કારમા અનર્થોને પેદા ન કરે.
માટે જ મુમુક્ષુજનોની નિર્મલ આરાધનાને માટે મહાપુરૂષોએ ઉપકાર કરવામાં જરાપણ કમીના રાખી નથી. મહા મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ પુણ્ય પ્રકાશના સ્તનમાં ત્રીજા અધિકારમાં ક્ષમાપનાનો જે મહિમા ગાયો છે. તે પણ અત્રે જોવો છે. તેઓશ્રી જણાવે છે કે
“જીવ સવે ખમાવીએ સાહેલડી રે, યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરો ખામણા સાહેલડી રે, કોઈશું રોષ ના રાખ તો... ૧. સર્વ મિત્ર કરી ચિંતવો સાહેલડી રે, કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ ઈમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર તો.. ૨. સાતમી સંઘ ખમાવીએ સાહેલડી રે, જો ઉપજી અપ્રતીત તો; સજજન કુટુંબ કરો ખામણા સાહેલડી રે, એ જિનશાસન રીત તો.. ૩. ખમીએ ને ખમાવીએ સાહેલડી રે, એહી જ ધર્મનો સાર તો,
શિવગતિ આરાધનતણો સાહેલડી રે, એ ત્રીજો અધિકાર તો.... ૪ ' આનો અર્થ સ્પષ્ટ અને સુબોધ છે. ખરેખર ધર્મનો સાચો સાર “ખમો અને ખમાવ” એ છે. તેને આત્મસાત્ કરી આપણે આપણી આરાધના વિશુદ્ધ કરવી છે. તે માટે માન - મોટાઈને આડે લાવવી નથી. જો માન - મોટાઈમાં મર્યા તો સમજવું કે આપણામાં હજી સાચો આરાધકભાવ પેદા યો નથી. સૌ પુણ્યાત્માઓ સાચો આરાધક ભાવ પેદા કરી, સાચી આરાધના કરી - કરાવી, ક્ષમાપનાના સર્વોચ્ચ પરમ શ્રેષ્ઠ ફળ શિવગતિને પામનારા બનો તે જ મંગલકામના.