Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 985
________________ વર્ષ-૧૧ અંક ૧૭/૪૮ : તા. ૨૪-૮-૯૯ ૧૦૩૭ સંઘની પ્રગતિની પગથાર ) ભારતના હાલારી વીસા ઓશવાળ જૈનોની માતૃસંસ્થા “ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ'ની સ્થાપનાને ૨૭ વર્ષ પૂર્ણ થયા ભારતમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરનાર કેન્યા સ્થિત “ઓશવાળ એજ્યુકેશન એન્ડ રિલીફ બોર્ડ ૬૦ વર્ષ પહેલા આ પૂર્યારંભ કરી આ વટવૃક્ષના બીજ રોપ્યા વેશ્વભરના હાલારીઓએ તેની માવજત કરી આ બીજને વટવૃક્ષમાં પલટાવ્યું, બાગમાંથી ઉપવન બનાવ્યું. આ સંસ્થામાં ભારતભરના હાલારીઓને ઓતપ્રોત કરવા “સંઘે” લાગો તથા લવાજમની સાંકળ ઉભી કરી હવે વર્તમાનકાળમાં ચુલા દીઠ-ઘર દીઠ વાર્ષિક અને આજીવન રૂ ૧૦૦ અને રૂ.૧000ની રકમ નક્કી કરી નાનાથી મોટા સૌને આ સંસ્થામાં યોગદાન આપવાની અનેરી તક આપી છે. જ્ઞાતિજનો પ્રસંગોપાત ઔદાર્થપૂર્ણ સહકાર આપી સંઘને ખુશીટ, વિવિધ યોજનાઓમાં દાન, તકતી, તિથી યોજનામાં સહકાર આપી પોતાના હૃદયના ભાવો વ્યકત કરે છે. આ જ રીતે સંઘના લવાજમની યોજનામાં આજીવન લવાજમ ભરી દઈ સંઘને સહકાર આપવામાં પ્રતિનિધિઓ લોક જાગૃતિ લાવે તે પણ જરૂરી છે. લોકોએ પણ જે સહકાર આપ્યો છે તે અવર્ણનીય છે. આજીવન લવાજમ દ્વારા સંઘની યોજનામાં હરહંમેશની માફક સૌ સહકાર આપે તે આજની ઘડીની આવશ્યકતા છે. સ્કોલર શીપ : ધોરણ ૧૧-૧૨ કે તેથી ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૫૦૦ થી રૂા. ૧૦,૦૦૦ - સ્કોલરશીપ હાલમાં અપાય છે. લોકો તરફથી આ સ્કોલરશીપનો ઉદારતાથી લાભ લેવાય છે. હજી પણ દેશવિદેશના ભાઈઓ હાલારીઓને શૈક્ષણિક પ્રગતિ માટે સહકાર આપવા આતુર છે. જરૂરીયાતવાળા લોકો વર્તમાનમાં વધતા જતા શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા સંઘની મુંબઈ – જામનગર ઓફિસમાંથી ફોર્મ મેળવી અરજી કરી શકે છે. હાલા વિદ્યાર્થીઓ નાંણાકીય જરૂરીયાતને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સૌ શિક્ષણપ્રેમીઓએ પોતપોતાના આજાબાજુ પરિક્ષણ કરી આ જવાબદારી ઉઠાવવાની છે . શિક્ષણના મુખ્ય ધ્યેયને વરેલી “સંઘ' જેવી સંસ્થા આ ભગીરથ કાર્યમાં સફળતાના શિખરો સર કરી રહી છે.

Loading...

Page Navigation
1 ... 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006