Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 979
________________ વર્ષ-૧૧ અંક ૪૭ ૪૮ : તા. ૨૪-૮-૯૯ ૧૦૩૧ જો આતંરાવો અંગે હસ્તક્ષેપ નહિ કરવામાં આવે તો દાવેદારોને (irreparable) દુરસ્ત ન થાય એવું નુકશાન થશે કારણ કે એનાથી તેઓને તેમની માન્યતા અને વિધિ મુજબનો ધર્મ પાળવાથી રોકવામાં આવશે. અને એ મનાઇથી દાવેદારોને ભરપાઇ ન થઇ શકે, એવું નુકશાન થશે, જે પૈસાના મૂલ્યથી મૂલવી શકાય તેવું નથી. (પૃ. ૨૬) આ ચુકાદાની ફળશ્રુતી બે તિથિ પણ તપાગચ્છના એક ભાગરૂપે હોઇ તપાગચ્છના દરેક સ્થાનોમાં તપાગચ્છની માન્યતા મુજબ આરાધના કરવા - કરાવવાનો એમને અધિકાર છે. તપાગચ્છનો કોઇપણ સ્થાનમાં બે તિથિ કે નવાંગી ગુરુપૂજનની પદ્ધતિને કોઇપણ પ્રકારે અટકાવી શકાય નહિ કે તેના ઉપર પ્રતિબંધ લાદી શકાય નહી. બહુમતિના જોરે કોઇ પણ તપાગચ્છના સ્થાનમાં જો આવા પ્રકારનો નિષેધ કરાય તો તે ભારતના મૂળભૂત બંધારણ હેઠળ ગેરકાયદેસર ઠરે છે. તપાગચ્છના કોઇપણ સ્થાનમાં તપાગચ્છના શાસ્ત્રો મુજબની આરાધના કરતાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને આવતાં, રહેતાં કે પ્રવચન કરતાં અટકાવી શકાય નહિ, આવો અટકાવ ગેરકાયદેસર છે. બે તિષ્ટિ કે નવાંગી ગુરુપૂજન તપાગચ્છ જૈન સિદ્ધાંતથી વિરૂદ્ધ છે,' આવું પુરવાર કરવા માટે માટુંગાના ટ્રસ્ટીઓ એક પણ ધર્મગ્રંથ કે પુસ્તક રજૂ કરી શકયા નથી તેથી પણ સિદ્ધ થાય છે . આ બંને માન્યતાઓ પ્રાચીન અને શાસ્ત્રાનુસારી જ છે. • બે તિથિ - નવાંગી ગુરુપૂજનને માનતો - આચરતો પક્ષ ભલે લઘુમતીમાં હોય એમને અ `મની માન્યતા મુજબ તપાગચ્છ સ્થાનોમાં આરાધના કરતાં કોઇ પણ વ્યકિત, કોઇપણ રીતે અટકાવી શકે નહી. . બે તિથિ કે નવાંગી ગુરુપૂજનની માન્યતાના વિરોધમાં જે કોઇપણ સ્થાનોએ ઠરાવો કર્યા છે, તે બધા જ આ રીતે ગેરકાયદેસર ઠરે છે અને ભવિષ્યમાં આવા ઠરાવો કરવા તે પણ ગેરકાયદેસર ગણાશે. તપાગચ્ચનું સ્થાન હોય ત્યાં બે તિથિ કે નવાંગી પૂજનની આરાધના હંમેશા નિયમિત થઇ કે ન થઇ ૨૨ મુદ્દો મહત્વનો નથી. આરાધકો પોતાની ભાવના થાય ત્યારે એ આરાધના કરી શકે છે. પ્રકાશક : શ્રી સદ્ધર્મ સંરક્ષક - સમિતિ મુંબઇ-૪

Loading...

Page Navigation
1 ... 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006