Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૧૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) દિવસે તો જરૂર ન હોય તો ખાય-પીએ પણ નહિ, શક્તિ હોય તો પૌષધ જ કં પર્વતિથિએ પૌષધની આજ્ઞા છે તે ખબર છે? કેટલી પર્વતિથિ છે? કેટલી તિથિ પાળો છો? આજે તો ઘણા કહે છે કે બે દિવસ થાયને તિથિ આવી!
હવેનો બોલ છે “હાસ્ય, રતિ, અરતિ પરિહસ્ય હાસ્ય પણ પાપ છે તે સમજાય છે? આજના લોકો કહે છે કે - હસવું તે આરોગ્યનું લક્ષણ છે. હસવું કેમ આવે? હાસ મોહનીયનો ઉદય હોય તેને હસવું આવે. વાત વાતમાં હસ્યા કરે તે કેવો કહેવાય? હસવું અને મોંઢા ઉપર પ્રસન્નતા હોવી તે બે જુદી ચીજ છે તે સમજાય છે? હસવું તે દોષ છે જ્યારે પ્રસનતા હોવી તે જાદી ચીજ છે. પ્રસન્ન કોણ હોય? જેને દુનિયાના સુખમાં રતિ ન થાય અને દુઃખમાં અરતિ ન થાય તે. અઢાર પાપસ્થાનકમાંય “પંદરમે રતિ-અરતિ' બોલીને તેની માફી માગો છો ને? એટલે તે પાપ જ છે એમ સમજાવવાની જરૂર પડે?
પછીનો બોલ છે “ભય, જાગુપ્તા, શોક પરિહરું'. આ ત્રણેય મોહનીયકર્મના પેટા ભેદો છે. ભય જાણો છો ને? સાત પ્રકારના ભય છે. ઘર્મી જીવને એક પણ ભય સતાવ નહિ, માત્ર પાપનો જ ભય હોય. જાગુપ્તા એટલે ? તદ્દન અશુચિ પદાર્થો દેખીને મોઢું બગડે તેનું નામ જાગુપ્તા છે. તે તો બધા પુદ્ગલના ખેલ છે. તેથી ધર્મી જીવ જાગુસા પણ ન કરે. શોક તો જાણો છો. આ બધાનો ત્યાગ કરવાનો છે.
જો આ બધા બોલ સમજ્યા હોત તો તમે જ્ઞાની હોત. વેશ્યા જાણો છો? વેશ્યા કેટલી છે? છ લેગ્યા છે તેમાં ત્રણ સારી કહી છે અને ત્રણ ભૂરું કહી છે. “કૃષ્ણ વેશ્યા, નીલ ૯ શ્યા, કાપોત લેશ્યા પરિહર્સ” તેમ કહે છે. કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેગ્યા શ્રાવકમાં હોય? જે જીવોને સમ્યકત્વ આદિ ગુણોને પામવા હોય તેનામાં તેજો વેશ્યા. પાલેશ્યા અને શુકલ લેગ્યા હોવી જોઈએ. લેશ્યા તે આત્માની પરિણતિ સ્વરૂપ છે.
તે પછીનો બોલ છે “ક્રોધ-માન પરિહરું, માયા-લોભ પરિહરું.” શ્રાવકને લો કેવો હોય? માન કેવું હોય? માયા કેવી હોય? ક્રોધ કેવો હોય? તેને લોભ એવો ન હોય કે ગ્રાહકનું ભૂંડું કરવાનું મન થાય ! તમે કયા ગ્રાહકનું ભૂંડું ન કરો? હોંશિયાર હોય તેનું કે ભલો આવે તેનું? આજે ઘણા વેપારી વધારે ભાવ મળે માટે ઉધાર ધંધો કરે છે પણ લેનાર પણ નક્કી કરે છે કે મારે પૈસા જ કયાં આપવા છે? તેથી ઘણા વેપારીની દિવાળી હોળી બની જાય છે.
શ્રાવક - શ્રાવિકા સંસારમાં બેઠા હોય પણ તે સારી રીતે જીવતા હોય તેથી તે દુઃખી હોય નહિ. તેને દુઃખ ન આવે તેવું નહિ પણ તે દુ:ખમાં દીન ન હોય અને સુખમાં લીન ન હોય. તે તો માને કે - “મેં પાપ કર્યું માટે દુઃખ આવે જ, માટે મારે તે દુઃખ મઝથી ભોગવવું જોઇએ. શાસ્ત્ર
%
NNNNNNNNNNNN
NNNNNNN