Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દશ
૧૦૧૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) એક દિવસની વાત છે. રાણી સુદૃષ્ણાનો ભાઈ કીચક દ્રૌપદીના રૂપમાં સગાંધ બન્યો હતો. મારાં કામનો દાવાનલ આ લલનાના ગાઢ સ્પર્શની ઠંડકથી જ શાંત થશે. અન્યથા કામ મને સળગાવી નાંખશે. આવી ગાઢ કામથી પીડાથી પીડાયેલા તેણે એક દાસીને સૈરબ્રી પાસે મોકલી.
દાસી બોલી ““તમારો સતીવ્રતનો પ્રભાવ જગત્રખ્યાત છે. તો કીચકના શરીરમાં વેદના થઈ છે તેને પતીવ્રતના પ્રભાવથી તમારા હાથના સ્પર્શ વડે દૂર કરવા કીચકે તમને બોલાવ્યા છે.
ખબરદાર જો આજ પછી ફરી આવું બોલી છું તો, ચાલી જા અહીંથી એક ક્ષણ પણ ઊભી રહી છે તો, ખબરદાર.
ભયથી ધ્રુજી ઉઠેલી દાસી ત્યાંથી ભાગી અને કીચકને બધી વાત કહી. આથી કે ચકે જાતે જ આવીને સૈરબ્રીને હાથેથી બળાત્કારે ખેંચી. પણ તરત જ સાવધાન થઈ ગયેલી. સૈરબ્રીએ જબરદસ્તીથી પોતાનો હાથ છોડાવી ભાગવા માંડી. તે વખતે કીચકે પીઠ પાછળ લાત મારતા દ્રૌપદી પડી ગઈ. પણ છતાં રોતી – કકળતી તે રાજસભામાં જઈને કીચકે કરેલા દુર્વ્યવહાર ને કહી દીધો. સાળો હોવાના નાતે વિરાટ રાજા મૌન રહૃા.
આથી રોષાયમાન થયેલો ભીમ કીચકને મારવા ઉઠતો હતો ત્યાંજ આંખથી ઇશારો કરીને યુધિષ્ઠિરે ભીમને બેસાડી દીધો. અને સભા વચ્ચે આવીને કહ્યું કે ““સૈન્ધી જો તારા મંચ પતિઓ છે તો તે કીચકને શિક્ષા કરશે જા તું અહીંથી ચાલી જા.”
યુધિષ્ઠિરના આવા ઉદાસીન વચનોથી દુઃખી થઈને સૈરન્ધી અંતઃપુરમાં ચાલી ગઈ. રાતના સમયે કોઈને ખબર ના પડે તે રીતે ભીમ પાસે જઈને ભીમને આક્રોશપૂર્વક કહાં કે - શું તમે મારી રક્ષા નથી કરી શકતા? ભીમે કહ્યું - હું તો ત્યારે જ કીચકને હણી નાંખત પણ વડીલબંધુએ ના પાડતા હું બેસી ગયો હતો. પણ હવે તું કીચક ફરી તારી પાસે આવશે જ એટલે તને અનુકૂળ થયાનો દંભ કરીને કાલે રાતે બ્રહનટની નાટયશાળામાં મળવાનો સંક્ત કરજે. તારા વસ્ત્રો પહેરીને હું તેને હણી નાંખીશ.
બીજે દિવસે સવારે સામે ચાલીને સૈરબ્ધી કીચક પાસે જતાં કીચકના આનંદનો પાર ન રહ્યો તે કીચકને કપટથી વશ કરીને રાતે બૃહન્નટની નાટયશાળામાં મળવાનો સંકેત કરીને ગઈ. - સંકેત મુજબ રાતે કીચક ભરપૂર આનંદ સાથે નાટયશાળામાં પેઠો, બારણું બંદ થયું પલંગ ઉપર સૈરબ્રીના વસ્ત્રમાં રહેલા ભીમે કીચકને શરૂમાં કોમળ આલિંગન કરીને પછી ગાઢ આલિંગન કરવા દ્વારા ત્યાંને ત્યાં મૃત્યુ પાડી દીધો. કીચકના માસના પિંડ જેવા મડદાને ઉંચકીને વલ્લવે બહાર ફેંકી દીધું અને પોતે શાંતિથી પાઠશાળામાં જઈને સૂઈ ગયો.
સવારે લોકોએ કીચકનું મડદુ જોઈ આર્થય અનુભવ્યું કીચકના બીજા ૯૯ ભાઈઓ મડદા પાસે બેસીને રૂદન કરવા લાગ્યા. કીચકના હણનારને શોધી નહિ શકતા છેલ્લે સૈરન્દ્રોના પતિથી મૃત્યુ થયાનું નક્કી કરીને સૈરબ્ધીને કીચકની સાથે જ ચિતામાં સળગાવી મારવા હાથથી પકડીને ખેંચવા માંડી.
તરત બૂમાબૂમ કરી મૂકતા ભીમ આવી ચડ્યો તેણે કહાં એક સ્ત્રીને હેરાન શા માટે કરો છો?