Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૮૯
)
:::::::
આ વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯ ઉપરની સરાને ખેંચવાનુંજ દુઃસાહસ કરવાનું છોડી દો. વાસુકિનાગના મસ્તકના મણિને લેવા માહાથ લાંબા કરવાના ધંધા છોડીને અહીંથી ચાલ્યા જાવ. અમને અહીંથી ચાલ્યા જવાનું કહેનારા તમે કરી શું શકવાના છો? આમ કહીને ભીમે તે દરેકને ક્રોધથી ગળાથી પકડીને એ રીતે ફંગોળવા માંડયા કે જેથી તે બધા દડા ની જેમ ઊંચા-નીચા ફંગોળાતા દૂર દૂર ફેંકાઈ ગયા.
પણ માંખના પલકારામાં તે દરેક શસ્ત્ર સજ્જ સાથે ત્યાં પાછા આવી ચડતા. દરેક પાંડવો તેમની સામે યુદ્ધ કરવા સજ્જ થયા. આથી ભય પામીને સૈન્ય ભાગવા માંડતા પાંડવો સૈન્યની પાછળ પડયા.
એટલામાં ઝૂંપડીમાં એકલા પડી ગયેલા માતા કુંતી તથા દ્રૌપદી પાસે એક પુરૂષ આવી ચડયો. ઝૂંપડીમાં પરપુરૂને જોઈને ફફડી ઉઠેલા કેતી-દ્રૌપદીએ પરમેષ્ઠિ સ્મરણ કરવા આંખો મીંચી દીધી. તે જ સમયે પેલા પુરુષે દ્રૌપદીને હાથથી જાલીને દ્રૌપદીનું અપહરણ કરી ઘોડા ઉપર બેસીને ભાગવા માંડયો.
આઈ દ્રૌપદીના કરૂણ છાતી ફાટ વિલાપને સાંભળી પાંડવો એક બીજા તે જ રાજાના સૈન્ય તથા બીજી તરફ દ્રૌપદીનું હરણ કરનાર તે રાજાને જોયા છતાં સહેજ પણ ક્ષોભ પામ્યા વિના અને રાજા તરફ પણ બાણોનો મારો ચલાવ્યો.
પાંડવં ના આવી રહેલા બાણોને જોતા જ રાજાએ દ્રૌપદીને પાંડવોની દેખતા ચાબૂકના ફટકા મારવા માંડયા. ચાબૂકના ફટકારતા ફટકાના અવાજને સાંભળીને તથા ગ્રીષ્મના સૂર્યના આકરા તાપથી યુધિષ્ઠિરનું ગળુ શોષાઈ ગયું. પાણીની સખત તરસ લાગતા તેણે પાંડવોને પાણી લઈ આવવા કહ્યું. પાણી પીવાથી સ્વસ્થ થઈને હું દ્રૌપદીના હરનારના પ્રાણ હરીને પ્રિયાને પાછી મેળવીશ. આમ યુધિષ્ઠિરે કહેતા સહદેવ તથા નકુલ નજીકના સરોવરમાં જઈ પોતે તરસ દૂર કરી સ્વસ્થ બની યુધિષ્ઠિર માટે પાણી લાવી રહ્યા હતા ત્યાં જ આવતા આવતા રસ્તામાં તેઓ મૂચ્છ ખાઈને ઢળી પડયા.
બન્નેને પાણી લાવતા વાર થતા અર્જુન તે તરફ ગયો. તેની પણ તે જ દશા થતાં ભીમ પણ તે તરફ ગયો તેની પણ તે જ દશા થઈ
આથ, ખુદ યુધિષ્ઠિરે તે તરફ આવીને ચારેભાઈઓને બેભાન થયેલા જોઈને કરૂણ વિલાપ કરવા માંડ્યો. એટલામાં કોઈ વૃદ્ધ ભીલે આવીને દુઃખદ સમાચાર આપતા કહ્યું કે - “તમારી દ્રૌપદીને પેલો રાજા ઉર રીય વસ્ત્ર ઉતારી નાંખીને ચાબૂકોના ફટક-ફટકે ફટકારી રહ્યા છે. તેને જલ્દી છોડાવો.”
આથી રોપાયમાન થયેલા યુધિષ્ઠિર જલ્દી પાણી પીને તે તરફ જઈ રહ્યા હતા ત્યાં જ તે પણ મૂચ્છ ખાઈને ઢળી પડયા.
આથી મૂચ્છ પામેલા પાંડવો મૃત્યુ પામ્યા તેવું ખેચરો માની બેઠા અને દ્વૈતવનના પશુઓએ તૃણ-પ્રારાદિ ખાવાના બંધ કર્યા-પશુઓ પણ શોક ગ્રસ્ત બન્યા.
:::::::::
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
:::