Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૯૭
આ વર્ષ-૧૧ અંક ૪૫/ ૪૬ : તા. ૨૭-૭-૯૯ બધાથી અજાણ નથી. જ્યારે તેવી ઈમારતો તૂટી પડે તે કહેવાય નહિ. તેની જેમ હૈયામાં સાચી આત્માની ભાવદયા જન્મ્યા વિના તે આચાર્ય “ચક્ષુ' રૂપ બની શકે છે. ચક્ષુનો ઉપયેળા માર્ગે ચાલવામાં અને માર્ગ દેખવામાં કરાય. તેમ આત્મકલ્યાણનો અર્થી આત્મા ભાવચક્ષુવાળો હોય. આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિથી પાછો ફરે અને હિતકર પ્રવૃત્તિમાં જ પ્રયત્નશીલ બને. લોકોની વાહવાહમાં, નામનામાં માન મોટાઈમાં મૂંઝાય તે સાચો ચક્ષુરૂપ ન બને.
આવા ? એક આચાર્ય આપણી વિદ્યમાનતામાં થઈ ગયા કે જેઓએ શ્રી તીર્થંકર પરમાત્માની ઝાંખી કરાવી, માર્ગનું યથાર્થ જ્ઞાન કરાવ્યું અને શ્રદ્ધાનો પાયો મજબૂત કર્યો “શુદ્ધ પ્રરૂપવુ'ના બધા જ ગુણો જેઓનો નાશ્રય કરી જગતમાં મહાલી રહ્યા હતા.
મહાપુરષોના સાચા વારસાને પ્રાણના ભોગે, લોકો ગમે તેવા વિશેષણાથી નવાજે તો પણ ડર્યા વિના જાળવવે તેમાં જ સાચી ભક્તિ-વફાદારી-કૃતજ્ઞતા - શ્રદ્ધાંજલિ છે. મહાપુશ્યોની કિંમત તેમની ગેરહાજરીમાં વધારે સમજાય છે જે પ્રત્યક્ષ અનુભવાય છે. એક કવિએ સાચું કહ્યું છે કે
ગુરૂદેવકે જ્ઞાનકી રોશની જિસને પાઈ, .
વો અંધેરોમેં ભી ઠોકર ખા નહીં શકતા.'' શાસ્ત્રક રોએ ગુરૂ નામનો મહિમા પણ અદ્ભૂત કહયો છે કે
મઝધારમેં ભી કિનારા મિલ ગયા, તૂફાનોમેં ભી સહારા મિલ ગયા. ગજબ હૈ ગુરુ નામકા કરિશ્મા,
અંધેરોમેં ભી ઉજાલા મિલ ગયા.'' જેઓએ જીવનભર જે કામ કર્યું તેને તો જૈન ઈતિહાસ કદી ભૂલી શકશે નહિ પરનું કહેવાતા ભક્તો આજે તેમના કામ પર, તેમને બતાવેલા માર્ગ સાથે જે રીતના માત્ર પોતાનો જ સ્વાર્થ માટે - ચેડા રમત રમી રહી છે તે દુ:ખદ છે. આ કાળમાં કોણ શું કરે છે કરતાં મારે શું કરવું જોઈએ, શા માટે કરવાનું છે તે તે વિચાર કરાય તો આપણું આત્મહિત થશે. મહાપુwોનું જીવન ભવ્યજીવોને પ્રેરણા આપનારું છે. હું ક્યું પણ છે કે
કભી કભી ઈસ ધરા પર એસે માનવ આ જાતે નિજ સુખકા કર ત્યાગ શાન્તિ ઓરોંકો દેતે હૈ | નહીં ચાહ ફિર ભી એસે માનવ જગમેં યશ પાતે હૈ, કલ્યાણ સ્વ-પરકા કર નામ અમર કર જાતે હૈ ! '”