Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વ -૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
મહાભારતનાં પ્રસંગો
શ્રી રાજુભાઈ પંડિત
I * પુત્રો ! જયદ્રથને હણશો નહિ. * |
८८७
(પ્રકરણ-૫૩)
‘માતા કુંતીના વચનોની અમને પરવા ન હોત તો અહીં તારૂ મડદુ પડયું હોત. જા. માતા કુંતીના વચનોથી સુખેથી જીવજે.'
દ્વૈતનમાં સુખેથી પાંડવોનો સમય પસાર થઈ રહ્યો છે.
એક દિવસ પ્રભાતમાં દૂરથી ધૂળના ગોટે ગોટા ઉડતા નજરે ચડયાં. હાથી-ઘોડા સાથે શસ્ત્રધારી સૈન્ય આવી રહ્યું હતું.
દુર્યોધન બહેન દુઃશલ્યાના પતિ જયદ્રથ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે પરિવાર સહિત જતો હતો. તેણે અ વીને માતા કુંતીને પ્રણામ કર્યા. માતાએ જામાતા-જમાઈનું આતિથ્ય કરી ત્યાં થોડા દિવસ રોક્યો. માતાના કહેવાથી અર્જુન વિદ્યાબળે શ્રેષ્ઠ રસોઈ જમાઈ જયદ્રથને રોજે જમાડે છે.
હવે પાંચેય પાંડવો ક્રીડા વિહાર માણવા ગયા હતા. ત્યારે તક જોઈને એકલી દ્રૌપદીનું જયદ્રથ અપહર ! કર્યું. ગમે તેટલા અમૃતપાન કરાવો સર્પ કદિ ડંખ દેવાનું ભૂલતો નથી. ગમે તેટલા દુર્જનોને સત્કારો ને, દ્રોહ કર્યા વિના તે દુષ્ટો રહેતા જ નથી.
અપહરણ થતી દ્રૌપદીએ પ્રત્યેક પાંડવોને નામ દઈ દઈને મોટે મોટેથી બોલાવવા માંડયા. આથી નજીકમ જ રહેલા ભીમ અર્જુન પત્નીના દુઃશ્રવ શબ્દો સાંભળીને ક્રોધથી જયદ્રથ તરફ દોડયા.
ભીમાર્જુનને દોડતા જોઈને માતા કુંતીએ આદેશ કર્યો છે. હે પુત્રો ! દુર્યોધનની બહેન દુઃશલ્યા તમારી પણ બહેન છે, બહેનના ચૂડી ચાંદલા ખંડિત ના કરશો. એનું સૌભાગ્ય અખંડ રહેવા દેજો. જયદ્રથ સામે આક્રમણ કરતાં કરતાં તેના જીવનને ખલાશ કરી નાખશો નહિ.
બીજી બાજુ ભીમાર્જુનને યુદ્ધ માટે આવેલા જોઈને રોષારૂણ બનેલા જયદ્રથ સૈન્ય સહિત બન્ને તરફ આક્રમણ કર્યું. શસ્ત્રો સહિત ધસી આવતા સૈન્યને જોઈને ભીમે પોતાની ગદા સંભાળી. અને એક સાથે શત્રુનો સંહા૨ ક૨વા ભયંકર બનીને દોડયો. ભીમની રૌદ્રતા જોઈને સુભટો ચારેબાજુ વેરવિખેર થઈ ગયા.
હવે જયદ્રથ એકલો બાકી રહી ગયો. અર્જુન પલકમાં જ છલાંગ મારીને તેના શરીર સાથે બાજી પડયો. અને જયદ્રથના જ વસ્ત્રથી તેને કચકચાવીને ઘોડાની જેમ ઢસડવા માંડયો. એજ સમયે ભીમે · અર્જુના ભાથામાંથી છરી ખેંચી કાઢીને જયદ્રથના માથાને પાંચ ચોટલી રહે તે રીતે મુંડી નાખ્યું.