Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* જે
અષ્ટપ્રકારી પૂજાનું ફળ *
–૫. સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ.
• મહાપુયે આવી સુંદર ધર્મ સામગ્રીવાળો મનુષ્યભવ મળ્યો. જે કુળમાં છે. જન્મ મળે તે જૈન માત્ર હંમેશા શ્રી જિનપૂજા કરવી જોઇએ. દુનિયામાં ખાવા-પીવા ?
અને વ્યવહારૂ પ્રસંગમાં પોતાની શક્તિ પ્રમાણે ખર્ચો કરનારા જીવને ભગવાનની જ જ પૂજા–ક્તિ પિતાના પૈસે જ થાય એ સમજાવવું ન પડે ! તે બધા વિવેકી હોવાથી કો જ સમજેલા હોય કે આપણી શક્તિ પ્રમાણે સ્વ દ્રવ્યથી જ પૂજા–ભક્તિ થાય.
વ્યવહારના પ્રસંગે જેવી પાસે જનારા ખાલી હાથે ન જાય પણ કાંઈ લઈને જાય છે ૨ તેને એમ સમજાવવું પડે કે ભગવાન પાસે દર્શન કરવા જઇએ તે ય ખાલી હાથે ન જવાય !!
રાગ-દ્વેષાદિ શત્રુઓને જીતે તે શ્રી જિન. તે શ્રી જિનેશ્વરદેવને ભગત–ઉપાસક હું ૬તે જૈન ! સમજુ જે તે રાગાદિને જીતવા જ ભગવાનની ઉપાસના કરે. વિધિ રસિક છે. છે તે હમેશા ત્રિકાલ પૂજા કરે, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરે.
શાસ્ત્રકારો હમેશા કંઈપણ વસ્તુનું સ્વરૂપ વર્ણન પણ કરે અને તેના ફલનું પણ કે વર્ણન કરે જેથી પૂજક – ઉપાસકને તેમાં આદર ભાવ વધી જાય, તે સ્વરૂપને સમજી ૯ ૨ જાય એટલે દુન્યવી ફલને ન ઇચ્છે પણ પારમાર્થિક ફલને જ ઈચ્છ.
“પરમ હિતેષી પરમર્ષિઓએ ભગવાનની અષ્ટપ્રકારી પૂજાનું ફળ વર્ણન કરતાં જ કહ્યું કે - ઉત્તમ, સુગંધી, તાજા, વિકસિત ફૂલો ચઢાવવાથી પૂજનીક પદની પ્રાપ્તિ જ થાય છે. અખંડ અક્ષત પૂજાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. વાસક્ષેપ પૂજાથી સુગંધીપણું છે દ પ્રાપ્ત થાય છે, ધૂ૫ પૂજાથી સમગ્ર શત્રુઓને નાશ થાય છે, તેવપૂજાથી સ્નિગ્ધપણું છે જ તથા અણુહારી પઠની પ્રાપ્તિ થાય છે, ફળ પૂજાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, આ કે જળપૂજાથી નિમલ દેદીપ્યમાન દેહ – શરીર મળે છે, દીપક પૂજાથી અજ્ઞાનરૂપી અંધ- ૨ ૨ કારને નાશ થાય છે.
આ જાણ્યા પછી આવી અષ્ટપ્રકારી પૂજામાં આળસ કેણ કરે? આત્મહિત છે જ પ્રત્યે બેદરકાર હોય છે. માટે સૌ સુજ્ઞજને આવી અષ્ટપ્રકારી પૂજામાં આ રવાળા બની છે. ૨ આત્માની અક્ષયગુણસ્થિતિ અને જ્ઞાનાદિ અનંતગણના ભાજન બને તે જ મંગલ
ભાવના,