Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
(ટાઈટલ રનું ચાલુ ) :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૯ ઈશ્વરસ્કાન ગઢવીની પ્રતિભા ખરેખર ખૂબ અનોખી છે. આ કવિતાઓમાં હદ બહારનું છે ૨ માધુર્ય છુપાયેલું છે. પણ મારા માટે આ વાત ઘેરા દુ:ખની છે કે, આવી અનુપમ જ શક્તિને તેઓ માત્ર રાજાના વખાણ કરવામાં જ વેડફી રહ્યા છે. આવી શકિત છે પરમાત્માની પ્રશંસામાં, ધર્મ પ્રચારમાં અને સદ્દગુણોના વિકાસ માટે વાપરવામાં ૨ આવે, તે તેમનું પિતાનું પણ આત્મકલ્યાણ થાય અને એ સાથે “જનકલ્યાણ થાય!
ભીતની પાછળ ઉભેલા ઈશ્વરાન ગઢવીએ આ વાત સાંભળી લીધી. તેમના 3 હુઢયમાં પરિવર્તન થઈ ગયું. પીતામ્બર પંડિતની મહાનતા તેમના સમજવામાં આવી. છે. તેમને ખ્યાલમાં આવી ગયું કે, ખૂબ ઉંચી શુભ ભાવનાથી પ્રેરાઈને જ પંડિતજી તેમને આ ર રાજા પાસેથી પુરસ્કાર અપાવતા ન હતા ! તે પંડિતજીના ચરણ પાસે ઢળી પડી છે છે અને ક્ષમા યાચવા લાગ્યા. એમણે કહ્યું : તમારા વાથી મારી ભ્રમણ તૂટી ગઈ છે. જ છે. તમે મારા આત્માને ભર ઉંઘમાંથી જગાડયો છે. આપની સમક્ષ હું પ્રતિજ્ઞા કરૂં ર હું છું કે, હવેથી મારી આગવી શક્તિનો ઉપયોગ રાજા-મહારાજાના મનોરંજન માટે જ જ નહિ કરું, પણ મારી શકિતનો ઉપયોગ હવે પરમાત્માની આરાધના અને સદગુણના ૫ પ્રચાર કાર્ય માટે જ કરીશ !
પીતામ્બર પંડિત ગદગઠિત થઈ ગયા. બંને ખૂબ પ્રેમથી ભેટયા. આ પ્રસંગ બા ઈશ્વરદાન ગઢવીએ ચારણી ભાષામાં રામાયણ અને મહાભારતની રચના કરી.
સંપત્તિને મેહ જ્યારે સરી પડે છે, ત્યારે માનવીમાં રહેલા બધા સદગુણોને ર વિકાસ સારી રીતે થાય છે. આ મોહ દૂર થાય, એટલે પાપાચાર ચાલ્યા જાય છે. ૫ છે ભ્રષ્ટાચાર અને અનાચાર દૂર થાય છે. હૃદયમાં વિશાળતા આવે છે અને સાચી ૨ છે સ્વતંત્રતા પટ થાય છે.
વૃક્ષે પોતાની સંપત્તિ પર મોહ રાખતા નથી. તડકામાં બળે છે, વરસાદના છે રે ઝાપટાં સહન કરે છે, આમ છતાં પણ પથિકની પોતાની શીતળ છાયા આપે છે. આ જ આવી જ રીતે શ્રીમંતોએ પોતાની સંપત્તિનો ઉપયોગ પોતાના એશ આરામમાં જ ૨ જ ન કરતા, ઘર્મ અને પુણ્ય કાર્યોમાં કરવો જોઈએ. આમાં જ સંપત્તિની સાર્થક્તા છે. જ
(સ્વતંત્રતાની શોધમાં ) ,