________________
- પ્રવચન ૫૬ મું
સુગંધ આપતા આપે પણ નજીકળાને જરૂર સુગંધ પહેલા આપે. મિથ્યાત્વી પિતાના કુટુંબમાં કર્મ કીચ્ચડ સજજડ ભરે. સમડીત રૂપી કસ્તુરીવાળા ધર્મની સુગંધ બીજાને આપી શકે કે ન આપી શકે પણ પિતાના કુટુંબમાં ધર્મરૂપી કસ્તુરીની સુગંધ જરૂર આપે. આપણે કસ્તુરી-ચંદન જેવા થવું કે અગ્નિ જેવા ? જે કુટુંબમાં પહેલું મિથ્યાવ ચલાવે તે અગ્નિ જેવા. જે કુટુંબને ઉદ્ધાર કરે તે ચંદન અને કસ્તૂરી જેવા. સમ્યક્ત્વવાળા આત્માઓ આખા જગતને મોક્ષનો વિચાર કરનાર. હું ફલાણાને તારત ખરે પણ મને કહ્યું ક્યારે કે તાર. ડૂખ્યો ત્યારે હું ત્યાં જ હતો પણ મને કહ્યું નહિ કે તાર. તેથી જેઓ સંસારને દરિયો ગણે એવા કાંઠે રહેલા સમકિતી તેની ફરજ છે કે ડૂબતાને તારે. પાંચ સાત વરસને છોકરો લુંટાય તો પિોલીસ પોતે ફરીયાદ કરે કે નહિં? એવી રીતે દારૂના ઘેનમાં રહેલા હોય તેની માલમતા કેઈ લઈ જતા હોય તો પોલીસ પિતે તેને કેસ ચલાવે કે નહિં?
જ્યારે એમ છે તે મિથ્યાત્વ–મદિરામાં મસ્ત બનેલા અજ્ઞાનમાં ડૂબેલા પોતાની અવસ્થા રજુ ન કરી શકે તો જૈન શાસનના પિોલીસે કેસ કર વ્યાજબી ખરે કે નહિ? ખૂનના કેસમાં મરનાર ફરીયાદ ન કરે તે કેરટ કેસ કરે છે અને મચરકા લે છે. મરનાર તે મરી ગયે તેના દ્રવ્યપ્રાણને ક્ષય થયે. આ આત્માભાવ પ્રાણથી સહિત છે. એટલા માટે જિનેશ્વરના પોલીસ રૂપી સાધુને કેસ ચલાવવાને હક, અજ્ઞાની ભારે કમને કેસ પોતે ચલાવે તેમાં ફરીયાદીને કહેવાની જરૂર નથી. અમારું જ્ઞાનાદિક ધન ચોરાઈ ગયું છે–એમ કહેતા ન આવે તે પણ એમની વતી જિનેશ્વરના પિલીસે લડે. જીએ નથી કહ્યું કે અમે અનાદિથી રખડીએ છીએ, તે પણ સાધુની ફરજ છે કે સંસારસમુદ્રમાં ડૂબતા અને વગર કહો પણ તારવાનો પ્રયત્ન કરે અને જીવની રખડપટ્ટી કેવી રીતે મટી જાય તે અધિકાર અગ્રે.
(અષાડ શુદિ ૧૪ શે હું પ્રાર્થનાસમાજ વ્યાખ્યાન વાંચવા ગએલ હોવાથી વ્યાખ્યાનનું અવતરણ કર્યું ન હતું. તેમસાગર.)