________________
૧૬
પ્રવચન પદે મુ તીર્થકર ગણધર હોય પણ દુઃખ વેદે ત્યારે પહેલાનાં પાપને ઉદય જ હોય. મહાવીરે ઉપસર્ગ વેડ્યા, તે શાથી થયા ? પહેલાં અશાતા વેદનીયને લીધે. કઈ પણ દુઃખી થાય છે, તે પિતાનાં પહેલાનાં પાપના ઉદયને લીધે જ.. પેટમાં માથામાં દુઃખવા આવ્યું તે પહેલાનાં પાપના ઉદયને લીધે. ગુન્હો કર્યો હતો તેની સજા અધુરી ભેગવી હશે તે અત્યારે ભગવે છે. તે દયાને પાત્ર શી રીતે ? શાસ્ત્ર અપેક્ષાએ દયા પાત્ર છે, માટે જોડેવાળાએ કહેવું જોઈએ કે હજુ વધારે દુઃખ ભેગવવાના છે. તમારા હિસાબે એમ કહેવાય કે બીજાને ગુનાની સજા મળો, મને માફી મળો; તારે સિદ્ધાંત છે કે જે જે ગુન્હેગાર તે તે સજા પાત્ર છે. તે તું પણ કર્મ રાજાને ગુન્હેગાર છે. તું તો સજાને જલદી ભોગવટો કરી લે, તે માટે આ બીજી ભાવના. સમકાતિ જેનીધમી કોનું નામ? આ બીજે પગથીએ આવેલ. હોય–પાપ કરનારે હોય તો પણ દુઃખી થાય નહિ. આ મંત્રીનું બીજું પગથીયું. ત્રીજું હજુ નથી આવ્યું. તપસ્યાથી પાપ તોડી નાખે પણ દુઃખી ન થાવ.
આખું જગત કર્મ રહિત બને
મુદચતાં નહિ આખું જગત કર્મ રહિત થઈમેક્ષે જાય. કાયટિયાને ચિંતા કઈ? તે કે બધા જીવતા રહેશે તે મારા પૈરી છોકરા ભૂખે મરશે. એવી રીતે સંસારના કાયટિયાવિચારે છે કે બધા મેક્ષે જશે તે મારૂં થશે શું? કાયટિયાના ચોપડામાં જન્મેલાનું નામનનીકળે, મરેલાનું નામ નીકળે. કર્મના કાયટિયાને ઘેરનામું ધર્મથી પતિત થએલાનું નામ નીકળે. દુનિયામાં પણ નિયમ છે કે મરેલાની જ નેધ રાખે, જમેલાની નોંધ કાયટિયાને ત્યાં ન હોય. એ નોંધ તે જોષીને ત્યાં હોય. જન્માક્ષર ગોરને ત્યાં કે જોષીને ત્યાં મળે. તેવી રીતે ધમે ચઢેલો હોય, ધર્મ પામેલ હોય તેની નોંધ ધર્મના ગોર કે જેપીને ત્યાં હોય. જન્માક્ષરની નેધ ગોર કે જોષીએ રાખી છે. ને મરણની નોંધ કાયટિઆએ રાખેલી છે. કાયટિયાને મરે ત્યારે જ આનંદ, એવી રીતે ધર્મમાં ઊંચે ચઢેલો હોય ને પડે ત્યારે કરમના કાયટિયાને ત્યાં ગાજા વાજા વાગે. ધર્મથી પતિત કંઈ ન થાય ત્યારે તેને ઉદાસીનતા રહે. મસાણના ગીધો કેઈ મડદું ન આવે ત્યારે ચારે બાજુ ચકકર મારે, સાધુના સ્થાનકેમાં પણ કેાઈ છિદ્ર દેખ્યા કરે. સંસાર મસાણના ગીધે તમારા ઉપાશ્રય દેરામાં ચક્કર મારવામાં ચૂફતા નથી. ગીધે